#RippedJeans : મહિલાઓનાં કપડાં પર વારંવાર કૉમેન્ટ કેમ કરવામાં આવે છે?

મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, મહિલાની પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી તીરથસિંહ રાવત મહિલાઓની રિપ્ડ જિન્સ એટલે કે ફાટેલા (ડિઝાઇનવાળી) જિન્સ પર નિવેદન આપીને ઘેરાઈ ગયા છે.

તીરથસિંહ રાવતે હાલમાં એક કાર્યક્રમમાં કહ્યું, "એક વખત વિમાનમાં જ્યારે બેઠો તો મારી બાજુમાં એક બહેનજી બેઠાં હતાં. મેં જોયું તો નીચે ગમબૂટ હતાં અને જ્યારે ઉપર જોયું તો ઘૂંટણ પર ફાટેલું જિન્સ. અને હાથ જોયા તો કેટલાંક કડાં હતાં."

રાવતે કહ્યું, "જ્યારે ઘૂંટણ જોયા અને સાથે બે બાળકો જોયાં તો મેં પૂછ્યું અને તેમણે જણાવ્યું કે તેઓ જેએનયુમાં પ્રોફેસર છે અને તેઓ પોતે કોઈ એનજીઓ ચલાવે છે. જે એનજીઓ ચલાવે છે, તેમના ઘૂંટણ દેખાય છે. સમાજમાં જાઓ છો, બાળકો સાથે છે, શું સંસ્કાર આપશો?"

જોકે તેમનાં પત્ની રશ્મી ત્યાગીએ ચોખવટ કરતા કહ્યું કે તેમના શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે.

તીરથસિંહ રાવતનું આ નિવેદન સામે આવ્યું ત્યારથી સોશિયલ મીડિયા પર મહિલાઓએ અનેક પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર #RippedJeans Twitter ટ્રેન્ડમાં આવી ગયું અને મહિલાઓ રિપ્ડ જિન્સ પહેરેલી પોતાની તસવીરો શૅર કરી અને કહ્યું કે મહિલાઓને સલાહ આપવાની જરૂર નથી કે તેમને કેવાં કપડાં પહેરવાં જોઈએ.

કેટલાંક મહિલાઓએ લખ્યું કે 'કપડાં ચરિત્રને નિર્ધારિત નથી કરતાં.' મહિલા નેતાઓ પણ આમાં પાછળ ન રહ્યાં.

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આરએસએસના યુનિફૉર્મમાં મોહન ભાગવત, વડા પ્રધાન મોદી, નીતિન ગડકરીની તસવીરો પોસ્ટ કરી.

તેમણે ટ્વીટમાં લખ્યું, "ઑહ માય ગૉડ, આમના ઘૂંટણ દેખાય છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અભિનેતા અમિતાભ બચ્ચનનાં દૌહિત્રી નવ્યા નવેલી નંદાએ રિપ્ડ જિન્સ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો, તો અભિનેત્રી ગુલ પનાગે પણ પોતાના પુત્ર સાથે રિપ્ડ જિન્સ પહેરેલી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ ટ્રેન્ડમાં નેતાઓ પણ પાછળ ન રહ્યા અને શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ એક તસવીર પોસ્ટ કરી.

તેમણે લખ્યું, "રિપ્ડ જીન્સ અને પુસ્તક. આ દેશની સંસ્કૃતિ અને સંસ્કારને પુરુષો પ્રભાવિત કરે છે, જ્યારે તેઓ બેસીને મહિલાઓ અંગે ટિપ્પણી કરે છે. તમારા વિચાર બદલો મુખ્ય મંત્રી રાવતજી, ત્યારે જ દેશ બદલશે."

દિલ્હી મહિલા આયોગનાં પ્રમુખ સ્વાતી માલીવાલે ટ્વિટર પર લખ્યું કે "બળાત્કાર થવાનું કારણ એ નથી કે મહિલાઓ ટૂંકાં કપડાં પહેરે છે પણ એટલે થાય છે કે તીરથસિંહ રાવત જેવા નેતાઓ મહિલા પ્રત્યે દ્વેષ ફેલાવે છે અને પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય છે."

ટ્વિટર યૂઝર રાખી ત્રિપાઠી, જેઓ પોતાને આઈટીના ઍસોસિએટ પ્રોફેસર ગણાવે છે, તેમણે પણ પોતાની જિન્સ પહેરેલી એક તસવીર પોસ્ટ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

પુરુષો પણ આ ટ્રેન્ડમાં જોડાયા. ભાવેશ નામના એક ગુજરાતી ટ્વિટર યૂઝરે પોતાનાં પત્ની સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું, "ફાટેલી જિન્સ નહીં, ફાટેલી માનસિકતાને સિલાઈની જરૂર છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

સહજા વેણુગોપાલ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે હું ફાટેલી જિન્સ ગર્વ અને ખુશી સાથે પહેરતી રહીશ, કારણ કે હું જે પહેરું છું એ મારું ચરિત્ર નથી નિર્ધારિત કરતું.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line

નેતાઓ વારંવાર મહિલાઓ વિશે 'વિચિત્ર' નિવેદનો આપે છે

મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રથમ વખત નથી કે કોઈ નેતાએ મહિલાઓ અંગે નિવેદન આપ્યું છે જેને લઈને હંગામો થઈ ગયો હોય.

ઑક્ટોબર 2020માં મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે ભાજપનાં એક મહિલા નેતા વિશે વાત કરતાં 'આઇટમ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ભાજપના નેતાઓ કમલનાથ પર આ આપત્તિજનક નિવેદનને લઈને અનેક આરોપ લગાવ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમની ફરિયાદ પણ કરાઈ હતી.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે 14 સપ્ટેમ્બર, 2020માં એક 20 વર્ષીય દલિત યુવતી સાથે કથિત ગૅંગરેપ બાદ તેમની સાથે અમાનવીય હિંસા અને 29 સપ્ટેમ્બર થયેલા મૃત્યુ પર ઘણો હંગામો થયો હતો.

દેશમાં મહિલા સુરક્ષાની વાતો થઈ રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશના બલિયાના ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે નિવેદન આપ્યું કે "ન શાસન, ન તલવારથી પણ સારાં મૂલ્યોથી આવી ઘટનાઓ રોકી શકાશે. બધાં માતાપિતાએ દીકરીઓને સારાં મૂલ્યો શીખવવા જોઈએ. સરકાર અને સારાં મૂલ્યોના મેળથી દેશને સુંદર બનાવી શકાય."

આવાં અનેક પ્રકારનાં નિવેદનોની યાદી તૈયાર થઈ શકે છે જે નેતાઓ મહિલાઓનાં કપડાં, સંસ્કાર અને મૂલ્યોને લઈને આપતાં આવ્યા છે.

આ અંગે વાત કરતા એમએસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા રાજકીય વિશ્લેષક મહાશ્વેતા જાની કહે છે કે "અપરાધ વધતા જાય છે એ વિશે નેતાઓ બોલતા નથી. આ કક્ષાના નેતાઓ કોઈનાં કપડાં પર કૉમેન્ટ કરે એ ખૂબ છીછરું ગણાય."

"રાજકીય પક્ષો પોતે જ પિતૃસત્તાક ધારણા ધરાવે છે. મોટા ભાગની પાર્ટીઓની વિચારધારા સંકુચિત છે મહિલાઓને લઈને. મહિલાઓનાં કપડાં હોય કે મહિલાઓના વર્તન-વ્યવહાર ઉપર જે રીતે નિવેદનોની વાત થાય છે ત્યારે બધી જ પાર્ટીના નેતાઓ આ પ્રકારનાં નિવેદનો આપતા દેખાય છે. નેતાઓ અને પાર્ટીઓ સમાજનો હિસ્સો છે."

તેમનું કહેવું છે, 'આ પ્રકારનું વલણ સામાન્ય રીતે લોકોમાં અપનાવાય છે એટલે નેતાઓ આવાં નિવેદનો આપે છે. યુવાનોને પોતાની વિચારધારા સાથે જોડવા અને ધ્યાન આકર્ષિત કરવા માટે પણ નેતાઓ આવી વાતો કરતા હોય છે. કદાચ આ પ્રકારનો સંવાદ અને જોડાણ વોટમાં પણ પરિવર્તિત થતો હશે'

પણ શું સમાજમાં મહિલા પ્રત્યે બેજવાબદારીપૂર્વક નિવેદનો માટે માત્ર નેતાઓને જવાબદાર ઠેરવવા જોઈએ?

ત્યારે રાજકીય બાબતોના અભ્યાસુ શારીક લાલીવાલા કહે છે કે "ભારતના રાજકારણમાં પુરુષોનું પ્રભુત્વ છે એ વાત કોઈ નવી નથી. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં એક પણ મહિલા કૅબિનેટમંત્રી નથી. પુરુષોના પ્રભુત્વવાળી સંસ્કૃતિનો ભાગ દરેક રાજકીય પક્ષ છે.

તેઓ આગળ કહે છે, "ઘણા ખરા નેતાઓ ભલે બહુ 'લિબરલ'ની છબી ધરાવે છે પરંતુ જ્યારે તેઓ સ્થાનિક સ્તરે લોકો સમક્ષ જાય છે ત્યારે તેઓ મહિલાઓને માતાઓ-બહેનો તરીકે સંબોધતા હોય છે. મહિલાઓને એક 'વ્યક્તિ' તરીકે નથી જોવામાં આવતાં. એટલે કહી શકાય કે કેવી રીતે વાત થશે."

line

'મહિલાઓની દરેક બાબત 'પબ્લિક' નથી'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એમએસ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં રાજકીય વિશ્લેષક મહાશ્વેતા જાનીએ કહ્યું કે આજકાલની યુવાતીઓ નેતાઓનાં આવાં નિવેદન સામે એટલે અવાજ ઉઠાવે છે.

તેઓ કહે છે કે "આપણે જોઈએ છીએ કે છોકરી સાથે થયેલા બળાત્કાર પર લોકો એટલી ચર્ચા નહીં કરે પણ જો કોઈ છોકરીનાં આંતરવસ્ત્ર દેખાવાં લાગે તો તેને લઈને કાનાફૂસી શરૂ કરી દેશે."

મહાશ્વેતા જાની કહે છે, "સમાજની કરુણતા છે કે લોકો અસલી મુદ્દાઓ વિશે ચર્ચા કરવા નથી માગતા એટલે જ નેતાઓ મહિલાઓ વિશે બેજવાબદારીપૂર્વક નિવેદનો આપી શકે છે."

સ્ત્રીઓના પોશાક પરથી તેનું ચારિત્ર્ય કેમ નક્કી થાય છે? મહાશ્વેતા જાની કહે છે કે "મહિલાઓના પોશાક પરથી તેનું ચારિત્ર્ય નક્કી થાય છે એ ભ્રાંતિ સતત જીવતી રાખવામાં આવે છે. પરંતુ આપણે કપડાં કે પોશાક કોઈના ચારિત્ર્યનું સૂચક ન હોઈ શકે. મહિલાનું કંઈ પણ અંગત હોય એવું નથી માનવામાં આવતું, મહિલાઓ વિશેની બધી બાબતને 'પબ્લિક' એટલે કે તેના પર સમાજમાં કોઈ પણ ટિપ્પણી કરી જાય છે."

line

નેતાઓની ભાષા કેમ મહત્ત્વપૂર્ણ છે?

મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Mayur Kakade/getty

ઇમેજ કૅપ્શન, સમાજને પ્રભાવિત કરી શકે એવા લોકોના નિવેદનો બેજવાબદારીપૂર્વક ન હોવા જોઈએ

આ પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ નેતા મહિલાઓ વિશે નિવેદન આપીને ઘેરાઈ ગયા હોય.

કેટલાક લોકોનું માનવું છે કે મહિલાઓની સુરક્ષા માટે જ તેમને આ પ્રકારની સલાહો આપવામાં આવે છે.

યૂટ્યૂબર અને રેડિયો જૉકી વશિષ્ઠ કહે છે કે "જે દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ જ્યારે લોકો મહત્ત્વનાં પદો પર હોય કે સંખ્યાબંધ લોકો પર પ્રભાવ ધરાવતા હોય ત્યારે તેમણે તેમના શબ્દોને ઉચ્ચારતા પહેલાં વિચારવું જોઈએ કે તેમની વાતના શું પ્રત્યાઘાતો પડશે. લોકોમાં તેમની વાતોનો શું સંદેશ જાય છે."

આરજે વશિષ્ઠ કહે છે કે પુરુષો પણ રિપ્ડ જિન્સ પહેરે છે, શૉર્ટ્સ પહેરે છે તો કોઈ પૂછે છે કે તેમણે કેમ શૉર્ટ્સ પહેર્યા છે.

તેઓ કહે છે, "પુરુષોનાં કપડાં વિશે તો આ પ્રકારની વાતો નથી થતી. કપડાંથી નક્કી કેવી રીતે થાય કે કોણ સમાજ માટે ખરાબ છે કે સારા. એવી માનસિકતા છે કે મહિલાઓએ શરીરને ઢાંકવું જોઈએ."

line

આપણી પુરાણી સંસ્કૃતિ શું કહે છે?

મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, rvimages/Getty

ઇમેજ કૅપ્શન, મહિલાઓનું કેહવું છે કે કપડાં અને સંસ્કારને કંઈ સંબંધ નથી, હવે સમાજે આ માનસિકતા અપનાવી લેવી જોઈએ

વડોદરાસ્થિત ફૅશન ડિઝાઇનર અમી શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "હું 43 વર્ષની છું, આજે પણ જિન્સ પહેરું છું અને મેં મારી દીકરીને સારા સંસ્કાર આપીને ઉછેરી છે."

"કોઈ પણ સ્ત્રી પોતાની જવાબદારી સાડીમાં હોય કે શૉર્ટ્સમાં હોય, સારી રીતે નિભાવી શકે છે. મારા પહેરવેશને લઈને અનેક વખત મારે પણ લોકોની વાતો સાંભળવાની આવે છે."

અમી શાહ ભારતની પુરાણી સંસ્કૃતિની વાત કરતાં કહે છે કે, "ભારતની પૌરાણિક સંસ્કૃતિના જે પુરાવા છે એમાં જોઈએ તો ભારતમાં મહિલાઓ બ્લાઉઝ પણ નહોતી પહેરતી, કારણ કે કંચુકીની પરંપરા હતી. આખું શરીર ઢાંકવાની સંસ્કૃતિ પણ નહોતી."

"સમય સાથે પહેરવેશ બદલાયો પણ સાથે ટેક્નોલૉજી, સુવિધાઓ વગેરે બધું બદલાયું. ન બદલાઈ તો માત્ર અમુક લોકોની માનસિકતા."

"દુર્ભાગ્યની વાત એ છે કે પ્રભાવશાળી પદો પર બેઠા લોકો જ્યારે દેશમાં અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા છોડીને આવી વાતો જાહેરમાં કરે છે ત્યારે તેઓ યુવાનોને ભટકાવે છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો