એ ભારતીય રાણીઓ જેમણે વિશ્વની પ્રથમ રસી માટે મૉડલિંગ કર્યું

રાણી દેવજામ્મણિ

ઇમેજ સ્રોત, COURTESY: SOTHEBY'S

ઇમેજ કૅપ્શન, રાણી દેવજામ્મણિ
    • લેેખક, અપર્ણા અલ્લુરી
    • પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી

વર્ષ 1805માં દેવજામ્મણી જ્યારે મૈસૂરના રાજદરબારમાં આવ્યાં, ત્યારે નવનિયુક્ત રાજવી કૃષ્ણરાજા વાડિયાર ત્રીજા સાથે તેમનાં લગ્નનો પ્રસંગ હતો. તે સમયે બંને 12 વર્ષનાં હતાં.

પરંતુ દેવજામ્મણી વધુ યાદગાર કારણ માટે ત્યાં હાજર હતાં અને કારણ હતું વિશ્વની સૌથી પ્રથમ રસી, શીતળાની રસીની પ્રસિદ્ધિ માટેનું કારણ.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ઇતિહાસકાર ડૉ. નાઇજેલ ચાન્સેલરના મતે 'રસીકરણ કાર્યક્રમમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત' કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કમિશન કરાયેલ એક ચિત્રમાં તેમની છબિ રજૂ કરાઈ હતી.

એ સમયે શીતળાની રસી શોધાયાને માંડ છ વર્ષ જ થયાં હતાં. ઇંગ્લિશ ડૉક્ટર ઍડ્વર્ડ જેનરે તેની શોધ કરી હતી. તે સમયે ભારતમાં આ રસી અંગે શંકાનું વાતાવરણ હતું, જે કારણે રસીકરણ કાર્યક્રમમાં ઘર્ષણ ઊભું થતું.

બ્રિટિશરોએ રસી બનાવી હતી એ આવું બનવા પાછળનું એકમાત્ર કારણ નહોતું.

મુશ્કેલીઓ છતાં બ્રિટિશરોએ ભારતીયોને રસી આપવાના કાર્યક્રમમાં પીછેહઠ ન કરી. તેમણે વાઇરસના કારણે પ્રતિવર્ષ જીવ ગુમાવી રહેલા લોકોને બચાવવા માટેના ખર્ચ અને પ્રયત્નોને 'વધુ વસતી પાસેથી વધુ સંસાધનો' મેળવવાનાં વચન સાથે વાજબી ઠેરવ્યા.

ત્યાર બાદ ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વિશ્વની પ્રથમ રસી રજૂ કરવા માટે રાજકારણ, શક્તિ અને સમજાવટના ગજબ ઉપાયો કરવામાં આવ્યા. આ કવાયતમાં બ્રિટિશ સર્જનો, ભારતીય રસી આપનારા, કંપનીના અધિકારીઓ અને મિત્ર રાજવીઓ સામેલ હતા.

રાજવીઓમાં પણ વાડિયાર કુટુંબ બ્રિટિશરોના પ્રભાવમાં હતું કારણ કે તેમની મદદથી જ 30 વર્ષ બાદ તેમને રાજગાદી ફરી પાછી મળી હતી.

line

પેઇન્ટિંગમાંની સ્ત્રી

વાડિયાર રાણીઓ

ઇમેજ સ્રોત, COURTESY: SOTHEBY'S

ઇમેજ કૅપ્શન, વાડિયાર રાણીઓ

ડૉ. ચાન્સેલરનું માનવું છે કે આ પેઇન્ટિંગ વર્ષ 1805માં બનાવાઈ હતી અને તે માત્ર રાણીને રસી અપાયાનો દસ્તાવેજ નહોતી, પરંતુ તે સમયે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાઈ તે પણ દર્શાવે છે.

કૅન્વાસ પર ઑઇલ-પેઇન્ટથી બનેલ ચારથી છ લાખ યુરો કિંમતનું આ ચિત્ર હાલ સોથેબીઝ કલેક્શનમાં છે.

જ્યાં સુધી ડૉ. ચાન્સેલરની નજર તેની પર નહોતી પડી ત્યાં સુધી આ ચિત્રમાં રહેલાં પાત્રો નર્તકીઓ કે દરબારીઓ હોવાનું મનાતું હતું.

તેઓ આ વિશે કહે છે, “મને તરત જ આ વાત ખોટી હોય એવું લાગ્યું.”

તેમણે ચિત્રમાં જમણી બાજુનાં સ્ત્રી પાત્રને નાનાં રાણી દેવજામ્મણી તરીકે ઓળખાવ્યાં.

તેઓ કહે છે કે સામાન્ય રીતે તેમની સાડી વડે તેમનો ડાબો હાથ ઢંકાઈ ગયો હોત પરંતુ તે ભાગ જાણીજોઈને ઉઘાડો રાખવામાં આવ્યો હશે, જેથી તેઓ ઓછામાં ઓછી ગરિમા ગુમાવી તેમને ક્યાં રસી અપાઈ છે તે દર્શાવી શકે.

તેઓ માને છે કે ચિત્રમાં ડાબી તરફ દેખાતાં સ્ત્રી રાજાનાં પ્રથમ પત્ની છે, તેમનું નામ પણ દેવજામ્મણી હતું. તેમના ચહેરા પર નાક અને મોઢાની આસપાસ આછા ડાઘ શીતળાના નિયંત્રિત પ્રભાવને દર્શાવે છે.

તે સમયે સાજા થયેલા દર્દીનાં ગૂમડાંને વાટીને પાઉડર જેટલું ઝીણું કરીને જે વ્યક્તિને વાઇરસનો ચેપ નથી લાગ્યો તેના નાકમાં નાખવામાં આવતું. આ પ્રક્રિયા વેરિઓલેશન કહેવાતી. જેથી અત્યાર સુધી વાઇરસનો ચેપ ન લાગેલ હોય તે વ્યક્તિને હળવા પ્રભાવવાળો વાઇરસનો ચેપ લાગતો.

line

વાડિયાર સ્ત્રીઓની લાક્ષણિકતા

ડૉ. ચાન્સેલર તેમની આ થિયરી સાબિત કરવા માટે માહિતીના ભાગરૂપે વર્ષ 2001માં છપાયેલ એક અહેવાલ દર્શાવે છે.

પ્રથમ તો આ ચિત્ર પણ એ જ તારીખે દોરાયું હતું જે તારીખ વાડિયાર રાજનાં લગ્ન થયાં હતાં તેમજ જુલાઈ, 1806ના દરબારી રેકૉર્ડ પ્રમાણે દેવજામ્મણીના રસીકરણની ઘટનાથી રસીકરણ પ્રક્રિયા માટે લોકો પર પ્રભાવ પડ્યો હોવાની નોંધ છે.

બીજું એ કે મૈસૂરના ઇતિહાસના નિષ્ણાત તરીકે ડૉ. ચાન્સેલરને એ વાતની ખાતરી છે કે 'સોનાની ભારે બંગડીઓ' અને 'આકર્ષક માથે પહેરવાનાં ઘરેણાં' વાડિયાર રાણીઓની લાક્ષણિકતા છે. તેમજ આ ચિત્રના ચિત્રકાર થોમસ હિકી વાડિયાર અને તેમના દરબારના અન્ય સભ્યોનાં ચિત્ર બનાવી ચૂક્યા છે.

તેઓ લખે છે કે, “મહત્ત્વની વાત તો એ છે કે તેઓ દર્શકનું ધ્યાન ખેંચવા માટે નિખાલસ પ્રયત્ન કરી રહી છે.”

અર્ધ-સ્મિત સાથે એક યુરોપિયન ચિત્રકાર માટે કેઝુઅલ પોઝ આપતી સ્ત્રીઓને જોઈને તે સમયે કોઈને પણ આશ્ચર્ચ થાય તેવું હતું. તેમજ વાડિયાર સામાન્ય ચિત્ર માટે કૌભાંડનું જોખમ ખેડે તેવા નહોતા.

line

અંધશ્રદ્ધા રસીકરણમાં અવરોધ

શીતળા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શીતળા

વર્ષ 1799, તે ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે શરૂઆતનો સમય હતો.

તેમણે નજીકના સમયમાં જ તેમના સૌથી મોટા દુશ્મન મૈસૂરના ટીપુ સુલતાનને હરાવ્યો હતો અને વાડિયારોને તેની જગ્યાએ બેસાડ્યા હતા, પરંતુ પ્રદેશમાં બ્રિટિશ હકૂમત સુનિશ્ચિત નહોતી કરી શકાઈ.

તેથી ડૉ. ચાન્સેલરના મતે. તે સમયના મદ્રાસના ગવર્નર વિલિયમ બૅન્ટિકને આ વાઇરસ સામે ઝઝૂમવાના પ્રયાસમાં એક રાજકીય તક દેખાઈ.

ભારતમાં રસીકરણની યાત્રા વિશેના જાણકાર અને નોંધકર્તા પ્રોફેસર માઇકલ બૅનેટ તેમના પુસ્તક ‘વૉર અગેન્સ્ટ સ્મૉલપોક્સ’માં લખે છે, “બ્રિટિશરો પોતાના દેશની બહાર રહેનારી વસતિ માટે રસીકરણ કાર્યક્રમ યોજવા માટે તલપાપડ હતા.”

ભારતમાં શીતળાનો રોગ ખૂબ ચેપી અને જીવલેણ મનાતો હતો. તેનાં લક્ષણોમાં તાવ, દુખાવો, સમગ્ર શરીર અને મોઢા પર ગૂમડાંના કારણે બેચેની સામેલ હતાં. જેઓ બચતાં તેમને પણ સમગ્ર શરીરમાં ડાઘ રહી જતા હતા.

સદીઓ સુધી વેરિઓલેશન સાથે ધાર્મિક અનુષ્ઠાન વડે તેને ઠીક કરવાના પ્રયાસો થતા રહ્યા. હિંદુ લોકો આ રોગને મરિઅમ્મા કે શીતળાના પ્રકોપ તરીકે જોતા હતા. તેઓ શીતળાને દેવી માની તેને રાજી કરવા માટે પ્રયત્ન કરતા હતા.

‘કાઉપૉક્સ વાઇરસ’ ધરાવતી રસીનું ભારતમાં આગમન સરળ નહોતું. કારણ કે વેરિઓલેશનની પ્રક્રિયા કરનાર બ્રાહ્મણો કે 'ટીકાદારો' પોતાની રોજગારી છીનવાઈ જવાની બીકે નવી રીતનો વિરોધ કરી રહ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પ્રોફેસર બૅનેટ કહે છે કે “સૌથી વધુ ચિંતાની વાત તો એ હતી કે લોકો પોતાનાં સ્વસ્થ બાળકોને ઢોરને લાગતા એક રોગ તરફ ધકેલવા જેવું માની રહ્યા હતા.”

“ત્યાર બાદ પ્રશ્ન ઊભો થયો 'કાઉપૉક્સ'ના ભાષાંતરનો એટલે કે તેના દેશી નામનો. તેઓ સંસ્કૃતના વિદ્વાનોને લઈ આવ્યા અને આના કરતાં પણ ભયાનક બીમારીનાં નામ આ રોગને મળવા લાગ્યાં. તેમજ બીજી તરફ એવી પણ ચેતવણી પ્રસ્તુત કરવામાં આવી કે કાઉપૉક્સ તમારાં ઢોરોને તબાહ કરી નાખશે.”

આ સિવાય પણ બીજી મોટી તકલીફ હતી રસીકરણની કાર્યક્ષમ પ્રક્રિયાની. તે માટે 'હાથથી હાથ' વાળી પ્રક્રિયા અનુસરાતી.

આ પ્રક્રિયા અંતર્ગત રસીને ટાંકણી કે છરી વડે પ્રથમ વ્યક્તિના શરીર પર ચોપડવામાં આવતી. અઠવાડિયા બાદ જ્યારે કાઉપૉક્સનું ગૂમડું તે સ્થળે થતું, તે ગૂમડામાંથી પરુ કાઢી ડૉક્ટર બીજી વ્યક્તિના હાથમાં તે મૂકતા હતા.

અમુક વાર દર્દીના હાથમાંથી નીકળતા પ્રવાહીને સૂકવીને તેને કાચની પ્લેટો વચ્ચે મૂકીને અન્યત્ર લઈ જવામાં આવતું હતું, પરંતુ મોટા ભાગે આ પ્રવાહી મુસાફરી દરમિયાન જ બિનઉપયોગી બની જતું હતું.

આમ, રસી જુદાં-જુદાં ધર્મ, જ્ઞાતિ અને લિંગોથી થઈને એક શરીરમાંથી બીજા શરીરમાં પહોંચી તો રહી હતી. પરંતુ હિંદુ ધર્મની પવિત્રતાની માન્યતાઓ રસીકરણની આ પ્રક્રિયાને નડી રહી હતી.

તેથી આ રસીકરણ સાથે જોડાયેલી આવી બીકને ઘટાડવા માટે હિંદુ રાજવીઓનો આશરો લેવાયો, જેમનાં રક્તમાં તેમની સત્તાની ચાવી હતી.

line

ભારતમાં રસીકરણની શરૂઆત

યુરોપમાં કાઉપૉક્સ

ભારતમાં વાડિયાર રાણી સુધી પહોંચવાની રસીની સફર બ્રિટિશ કામદારની ત્રણ વર્ષીય પુત્રી એન્ના ડસ્ટહૉલથી શરૂ થઈ હતી.

વર્ષ 1800ની વસંત ઋતુમાં કાઉપૉક્સ રસી સુકાયેલા પ્રવાહી સ્વરૂપે કે વૅક્સિન કુરિયર એટલે કે માનવસાંકળ થકી બ્રિટનમાંથી નીકળી ભારત પહોંચી. પરંતુ ભારતમાં પ્રવેશ બાદ કોઈએ પણ રસીકરણ ન કરાવ્યું.

ઘણા નિષ્ફળ પ્રયાસો બાદ, સુકાયેલી રસી કાચની પ્લેટમાં બંધ કરીને માર્ચ, 1802માં વિએનાથી બગદાદ મોકલાઈ.

ત્યાં એક આર્મેનિયન બાળક પર તેનો પ્રયોગ કરાયો, ત્યાર બાદ તેના શરીરમાંથી રસીનું પ્રવાહી ઇરાકના બસરા મોકલાયો. જ્યાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સર્જને આર્મ-ટુ-આર્મ ચેઇન બનાવીને રસી બૉમ્બે પહોંચતી કરી.

14 જૂન, 1802ના રોજ એન્ના ડસ્ટહૉલ ભારતમાં શીતળાની રસી મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યાં. તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

બૅનેટના મતે ડસ્ટહૉલના પિતા યુરોપિયન હતા, જ્યારે તેમનાં માતા વિશે માહિતી ઉપલબ્ધ નથી.

તેમણે કહ્યું, “આપણે બધા જ જાણીએ છીએ કે ઉપખંડમાં રસીકરણની શરૂઆત આ છોકરીથી થઈ.”

બીજા અઠવાડિયે ડસ્ટહૉલના હાથમાંથી નીકળેલું પરુ અન્ય પાંચ બાળકોનાં શરીરમાં મૂકવામાં આવ્યું. ત્યાંથી મોટા ભાગે ભારતમાં આ રસી આર્મ-ટુ-આર્મ પદ્ધતિ મારફતે પહોંચી.

line

રાણીઓએ કેમ કર્યું મૉડલિંગ?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસની રસી ભારતમાં ક્યારે આવશે?

બ્રિટિશરો હંમેશાં આ સપ્લાય ચાલુ રાખનાર લોકોના રેકૉર્ડ નહોતા રાખતા. પરંતુ તેમણે એ જરૂર નોંધ્યું કે આ રસી કેટલાક ‘અજબ શરીરો’માંથી થઈને લોકો સુધી પહોંચી છે.

ડૉ. ચાન્સેલરના મતે એ વાતની માહિતી ઉપલબ્ધ નથી કે રાણી દેવજામ્મણીને જે રસી અપાઈ હતી તે સુકાયેલી રસી સ્વરૂપે અપાઈ હતી કે અન્ય કોઈ વ્યક્તિના પરુ તરીકે.

આ સિવાય પરિવારમાં પણ અન્ય કોઈ વ્યક્તિને રસી અપાયાનું નોંધાયું નથી.

આવું કરવું અસામાન્ય ગણાયું હોત કારણ કે આ સિવાય ઘણા રાજવી પરિવારના લોકોને રસી અપાયાનું નોંધાયું હતું.

પરંતુ કોઈએ પણ ચિત્રમાં રસી લીધાની યાદગીરી અંકિત કરાવી નહોતી.

ડૉ. ચાન્સેલરના મતે આ કામમાં સફળતાનો શ્રેય રાજાનાં દાદી લક્ષ્મી અમ્માનીને ફાળે જાય છે. તેમણે તેમના પતિ શીતળાના રોગમાં ગુમાવ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ડૉ. ચાન્સેલરને મતે તેઓ ચિત્રમાં વચ્ચે દેખાઈ રહેલાં મહિલા છે. જે ચિત્ર વાડિયાર સાથે સંબંધિત હોવાની વાતને આધાર આપે છે. લંબગોળ મોંઢાં અને મોટી આંખો વાડિયાર કુટુંબની લાક્ષણિકતાઓ દર્શાવે છે.

ડૉ. ચાન્સેલર કહે છે કે આ ચિત્ર દોરી શકાયું કારણ કે સત્તાની બાગડોર લક્ષ્મી અમ્માના હાથમાં હતી, રાજા વિરોધ કરવા માટે અને રાણીઓ ના પાડવા માટે ઘણાં નાનાં હતાં.

અંતે આ કૅમ્પેન ચાલુ રહ્યું, કારણ કે લોકોને રસીકરણની પ્રક્રિયાના ફાયદા ખબર પડવા લાગ્યા.

ઘણા ટિકાદારોએ પણ જૂની પદ્ધતિ છોડીને નવી પદ્ધતિ મુજબ રસીકરણ કરવાનું શરૂ કર્યું. પ્રોફેસર બૅનેટના અનુમાન મુજબ વર્ષ 1807 સુધી દસ લાખ કરતાં વધુ રસી અપાઈ ચૂકી હતી.

સમયાંતરે ચિત્ર ઇંગ્લૅન્ડ પહોંચ્યું અને જાહેર જનતાની નજરથી દૂર થઈ ગયું.

ચિત્ર પર 1991 સુધી કોઈની નજર ન પડી. ત્યાર બાદ એક પ્રદર્શનમાં ડૉ. ચાન્સેલરની નજર આ ચિત્ર પર પડતાં ચિત્ર અંગેની અસ્પષ્ટતા દૂર થઈ અને વિશ્વના પ્રથમ રસીકરણ કાર્યક્રમના ચહેરા તરીકે આ મહિલાઓને સ્થાપિત કરી શકાઈ.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો