સુરત ગ્રીષ્મા હત્યા કેસ : ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલને ફાંસીની સજા સંભળાવતાં જજે શું કહ્યું?
સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ સાંજે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ ગુરુવારે ફાંસીની સજા સંભળાવી છે.
બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ધર્મેશ અમીનના જણાવ્યાનુસાર જજે દોષિત ફેનિલ ગોયાણીને સજા સંભળાવતાં પહેલાં મનુસ્મૃતિનો શ્લોક બોલ્યા હતા. શ્લોક સંભળાવ્યા બાદ જજ વિમલ વ્યાસે ફેનિલને સજા સંભળાવી હતી.
અગાઉની સુનાવણીઓમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કરીને સજા માટેનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. જે મામલે અગાઉ દોષિત ફેનિલને કોર્ટ સમક્ષ હાજર રખાયા હતા પરંતુ સરકારી વકીલ હાજર ન રહેતા 5 મેના રોજ સજા અંગે સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું હતું.

અગાઉની તારીખે આરોપીના વકીલ ઝમીર શેખ તરફથી ફાંસીની સજા ન સંભળાવવામાં આવે તે માટે જિલ્લા કોર્ટમાં લેખિત દલીલ રજૂ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
દલીલ પ્રમાણે, આંખનો બદલો આંખ, હાથનો બદલો હાથ અને મોતનો બદલો મોત- આ વિચારધારા આદિકાળની છે. આધુનિક સમાજમાં આવી વિચારધારાને કોઈ જગ્યા ન હોઈ શકે.
દલીલમાં એમ પણ કહેવાયું છે કે અમેરિકામાં યુનિફૉર્મ ક્રિમિનલ કોડ નથી. અમેરિકામાં ઘણાં રાજ્યોએ કૅપિટલ પનિશમૅન્ટ આપવામાં આવતી હતી તેને રદ કરી છે અને ત્યાર બાદ ક્રાઇમ રેટમાં વધારો થયો હોય એવું જોવા મળ્યું નથી.
વધુમાં આરોપી તરફથી આપવામાં આવેલી લેખિત દલીલમાં લખવામાં આવ્યું છે કે આ કેસ રેરેસ્ટ ઑફ રૅરની વ્યાખ્યામાં આવતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે આ ઘટના બાદ પોલીસે એક અઠવાડિયામાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
તબક્કાવાર ચાલેલી કાર્યવાહીમાં એફએસએલ રિપોર્ટ, પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદન, ફોન રૅકૉર્ડિંગ, મેડિકલ પુરાવા સહિતના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

શું હતો ગ્રીષ્માની હત્યાનો મામલો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કામરેજના ખોલવડની લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતાં ગ્રીષ્મા વેકરિયા અમરોલીની જે. જે. શાહ કૉલેજમાં બી. કૉમ.માં અભ્યાસ કરતાં હતાં. જેમને ગારિયાધારની મોટી વાવડી ગામના વતની અને સુરતના કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતા ફેનિલ પંકજ ગોયાણી છેલ્લા એક વર્ષથી વારંવાર પજવતા હતા.
યુવતીના પરિવાર દ્વારા ફેનિલના પરિવારને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. યુવતીના મામા અને યુવતીના પિતાના મિત્રે ફેનિલને સમજાવ્યા હતા અને આરોપી ફેનિલે પણ યુવતીની સતામણી બંધ કરી દેવાની ખાતરી આપી હતી.
ફરિયાદ અનુસાર વૅલેન્ટાઇન-ડેના બે દિવસ પહેલાં શનિવારે સાંજે ફેનિલ સોસાયટીના ગેટ પાસે દેખાતાં યુવતી એ તેમના પિતાના મોટા ભાઈ સુભાષ વેકરિયાને જાણ કરી હતી. સમજાવવા ગયેલા સુભાષભાઈને ઉશ્કેરાયેલા ફેનિલે પેટમાં ચપ્પુ હુલાવી દીધું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
યુવતીના 17 વર્ષીય ભાઈ અને ફરિયાદી ધ્રુવ વચ્ચે પડતાં તેમને ફેનિલે જમણા હાથે અને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.
ફરિયાદ પ્રમાણે, ભાઈ અને મોટા બાપાને છોડાવવા વચ્ચે પડેલાં યુવતી ગ્રીષ્માના ગળે ફેનિલે ચપ્પુ ધરી દીધું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ યુવતીને છોડી દેવા ઘણી આજીજી કરી, પરંતુ ફેનિલે પરિવારજનોની સામે જ ચપ્પુ ચલાવીને યુવતીનું ગળું રહેંસી નાખ્યું.
આ ઘટના પછી સુરત રેન્જના આઈજીપી (ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ) રાજકુમાર પાંડિયને જો કોઈ છોકરા દ્વારા છોકરીની છેડતી કરવામાં આવતી હોય તો તેને લાંછન સ્વરૂપે ન ગણતાં સમયસર પોલીસમાં ફરિયાદ કરવા નાગરિકોને વિનંતી કરી હતી.

કેવો છે આરોપીનો ભૂતકાળ?

ઇમેજ સ્રોત, INSTAGRAM/_FENIL_01
ફેનિલની કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પત્રકાર વંદન ભાદાણીએ કહ્યું હતું કે જૂન-2020માં ફેનિલને કૉલેજમાં માત્ર દસ ટકા હાજરીને પગલે કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
વંદન કહે છે, "હું કૉલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને મેં ફેનિલના કેસનો વિગતે અભ્યાસ કર્યો છે. કૉલેજમાં ફેનિલ તથા તેના ગ્રૂપના ત્રાસની ફરિયાદ રહેતી. ફેનિલને કૉલેજમાંથી દૂર કરાયાની, અન્ય વિદ્યાર્થીઓને પણ જાણ નહોતી. કેમ કે તે જવલ્લે જ વર્ગમાં જતો. કથિત રીતે આખો દિવસ કૅમ્પસમાં જ બેસી રહેતો."
ડીવાયએસપી વનાર કહે છે, "મિત્રોનું કહેવું છે કે કૉલેજના પહેલા વર્ષ સુધી ફેનિલે અભ્યાસ કર્યો હતો અને બીજા વર્ષથી ડ્રૉપ લઈ લીધો હતો."
તેઓ ઉમેરે છે કે ફેનિલ ઍમ્બ્રોઇડરી ક્ષેત્રમાં કામ કરતો હતો અને ઘટના બની તેના 15-17 દિવસ પહેલાંથી બેકાર હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












