#HerChoice: ‘પતિ સાથે કોઈ સંબંધ ના હોવા છતાં, સાથે રહું છું’

મારા લગ્નને દસ વર્ષ થઈ ગયાં છે. આ ગાળામાં હનીમૂન સમયે માત્ર એક વખત મારા અને મારા પતિ વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.
એ સમયે મને તેમની વર્તણૂક સહજ લાગી ન હતી.
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે મારા સાથે લગ્ન કરવા જ ન હતા, પરંતુ માતાપિતાના દબાણ હેઠળ તેમણે લગ્ન કર્યું હતું.
પોતાની માતાના કહેવાથી જ તે એક વખત મારી પાસે આવ્યા હતા, એ પણ માત્ર મર્દાનગી સાબિત કરવા માટે.

#HerChoice બાર ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે. આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઇચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.

મને જણાવવા માટે કે તે નામર્દ કે નપુંસક નથી.
હનીમૂનની એ રાતથી લઈને આજ દિવસ સુધી અમારા સંબંધ સહજ નથી થઈ શક્યા.
જો ક્યારેક મેં મારા તરફથી પહેલ કરવાનો પ્રયાસ કર્યો હોય તો તે મારી લાગણીઓનું અપમાન કરતા. તે કહેતા કે મને સેક્સ સિવાય કાંઈ સૂજતું જ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધાયની અસર મારા આરોગ્ય પર પડી. નાની ઉંમરે જ હું ડિપ્રેશન તથા અન્ય બીમારીઓનો ભોગ બની.
ત્યારબાદ મેં સ્થિતિ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. મેં વિચાર્યું કે પતિપત્ની તરીકે નહીં તો સારા મિત્રો તરીકે એકસાથે રહી શક્યા હોત.
હું ઇચ્છતી ન હતી કે અમારાં સંબંધની તંગદીલીની અસર મારી દીકરી પર પડે, પરંતુ એ વાત સાથે પણ તે સહમત ન હતા.
ન તો તે મને છૂટાછેડા આપતા તથા તેની વર્તણૂક પણ સુધારતા નથી.
મારી દીકરી હવે મોટી થઈ રહી છે, પરંતુ તેને પણ 'મૂડ' મુજબ જ પપ્પાનો પ્રેમ મળે છે.
ઇચ્છવા છતાંય હું કશું કરી શકતી નથી. કારણ કે સાસરિયાં કે પિયરિયાં કોઈ મારી સાથે નથી.
અનેક વખત એકલા રહેવાનો વિચાર આવ્યો,પરંતુ પછી વિચારું છું કે જો મને કંઈક થઈ જાય તો મારી દીકરીને કોણ સાચવશે ?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













