You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'33 કરોડ દેવી-દેવતા છતાં ઓક્સિજનની કમી', શાર્લી હેબ્દોએ સાધ્યું નિશાન
ફ્રાંસની ખબરપત્રિકા શાર્લી હેબ્દોએ ભારતના કોવિડ સંકટમાં 'તંત્રની નિષ્ફળતા' પર કાર્ટૂન પ્રકાશિત કર્યા છે.
કોરોના સંક્રમણની બીજી લહેરમાં ભારતની આરોગ્ય સેવા નબળી પુરવાર થઈ છે અને સરકાર પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
હૉસ્પિટલોમાં પણ કોવિડ દર્દીઓ મેડિકલ ઓક્સિજનના અભાવના કારણે દમ તોડી રહ્યા છે.
શાર્લી હેબ્દોએ 28 એપ્રિલે એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું, જેનો વિષય મેડિકલ ઓક્સિજન હતો.
શાર્લી હેબ્દોના કાર્ટૂનમાં લખ્યું છે કે 'ભારતમાં કરોડો દેવી-દેવતા છે, પણ કોઈ ઓક્સિજનની અછત પૂરી કરી નથી શકતાં. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે 33 કરોડ દેવી-દેવતા છે.'
હિંદુ ધર્મમાં ઇસ્લામ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોની જેમ એકેશ્વરવાદની માન્યતા નથી. અહીંયા મહિલાઓની પણ ઇશ્વર તરીકે પૂજા થાય છે અને પુરુષોની પણ. હિંદુ ધર્મમાં કેટલાંય દેવી-દેવતા છે અને બધાંની પૂજા થાય છે.
શાર્લી હેબ્દોએ તેના કાર્ટૂનમાં 33 કરોડની જગ્યાએ 33 મિલિયન દેવી-દેવતા લખ્યું છે. 33 મિલિયન એટલે 3.3 કરોડ. શાર્લી હેબ્દોનું આ કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર થઈ રહ્યું છે.
33 કરોડ દેવી-દેવતા અંગેના કાર્ટૂનથી વિવાદ
સુમિત કશ્યપ નામના એક યૂઝરે આ કાર્ટૂનને ટ્વીટ કરતાં લખ્યું, "શાર્લી હેબ્દો માનવતાની સેવામાં મહત્ત્વનું કામ કરી રહ્યું છે. સવાલ પૂછવા જોઈએ પછી ભલે એ ચોટ કરનારા હોય, આનાથી જ માનવતા આગળ વધે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુ ધર્મ અને ભારતીય પૌરાણિક કથાઓની વ્યાખ્યા કરવાવાળા જાણીતા લેખક દેવદત્ત પટ્ટનાયકે ટ્વીટ કરીને લખ્યું, હિંદુત્વનો ઝંડો ઉપાડનાર આ કાર્ટૂન વિશે શું કહેશે: પ્રથમ કે આ 33 મિલિયન કેમ? આ તો 330 મિલિયન હોવું જોઈએ."
"માત્ર 33? બીજી વાત કે અમે તેમની જેમ માથું કલમ નથી કરતા. અમે શ્રેષ્ઠ છીએ. પરંતુ તેમણે જે લખવું જોઈએ એ નથી લખતા - ત્રાસદી અને નેતાઓનું નકામાપણું."
સુપ્રીમ કોર્ટના વકીલ બ્રજેશ કલપ્પાએ આ કાર્ટૂન ટ્વીટ કરતાં ભાજપ પર નિશાન સાધ્યું છે.
તેમણે ટ્વીટમાં લખ્યું કે "જ્યારે શાર્લી હેબ્દોએ ઇસ્લામને હળવી રીતે પ્રસ્તુત કર્યું ત્યારે ભાજપ આઈટી સેલે ખુશી મનાવી હતી, અને હવે?"
શાર્લી હેબ્દો ધાર્મિક રૂઢિઓ અને આસ્થાઓને પોતાના કાર્ટૂનમાં નિશાના પર લેતું રહે છે. શાર્લી હેબ્દોને લઈને પાકિસ્તાનમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો દ્વારા વિરોધપ્રદર્શનો થયાં છે.
પાકિસ્તાનમાં વિરોધપ્રદર્શન
તહરીક-એ-લબ્બૈક ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોંને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યું હતું.
ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં પયગંબર મોહમ્મદનું એક કાર્ટૂન દેખાડનાર શિક્ષક સેમ્યુઅલ પેટી પર હુમલો કરીને એક વ્યક્તિએ તેમનું ગળું કાપી નાખ્યું હતું.
જે બાદ ફ્રાન્સમાં વ્યાપક વિરોધપ્રદર્શન થયાં હતાં. આ કાર્ટૂન ફ્રાન્સની ખબરપત્રિકા શાર્લી હેબ્દોમાં પ્રકાશિત થયું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોંએ શિક્ષક દ્વારા પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન દેખાડવાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઇસ્લામિક સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
તેમણે કહ્યું હતું, "ફ્રાન્સના અનુમાનિત 60 લાખ મુસ્લિમોએ એક અલ્પસંખ્યક વર્ગમાંથી કાઉન્ટર સોસાયટી પેદા થવાનો ખતરો છે. કાઉન્ટર સોસાયટી અથવા કાઉન્ટર કલ્ચરનો અર્થ છે એક એવો સમાજ તૈયાર કરવો જે જે તે દેશની મૂળ સંસ્કૃતિ કરતા અલગ હોય છે."
ત્યારબાદ ફ્રાન્સમાં નીસ શહેરના ચર્ચ નૉટ્ર-ડૅમ બેસિલિકામાં એક વ્યક્તિએ ચાકુ વડે હુમલો કરીને બે મહિલાઓ અને એક પુરુષને મારી નાખ્યાં હતાં.
ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નિવેદન અને મુસ્લિમ દેશોની નારાજગી
આના પર રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોંએ કહ્યું હતું, "મારો એ સંદેશ ઇસ્લામિક ચરમપંથીઓની મૂર્ખતા સહન કરતા નીસ અને નીસના લોકોની સાથે છે. આ ત્રીજી વખત છે કે જ્યારે તમારા શહેરમાં આતંકવાદી હુમલો થયો હતો. તમારી સાથે આખો દેશ ઊભો છે."
"જો આપણા પર ફરીથી હુમલો થશે તો એ આપણાં મૂલ્યો પ્રત્યે સંકલ્પ, સ્વતંત્રતાને લઈને આપણી પ્રતિબદ્ધતા અને આતંકવાદની સામે નહીં ઝૂકવાને કારણે થશે. અમે કોઈ પણ વસ્તુની સામે નહીં નમીએ. આતંકવાદી ખતરાની સામે લડવા માટે અમે સુરક્ષા વધારી દીધી છે."
ઇમેનુઅલ મેક્રોંના આ નિર્ણય પર કેટલાક મુસ્લિમ બહુલ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક દેશોએ ફ્રાન્સના સામાનના બહિષ્કારની વિનંતી કરી હતી.
તુર્કાના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆને કહ્યું હતું કે જો ફ્રાન્સમાં મુસ્લિમોનું દમન થાય છે તો દુનિયાના નેતાઓ મુસ્લિમોની સુરક્ષા માટે આગળ આવે. ફ્રાન્સિસી લેબલવાળો સામાન ન ખરીદો.
આવાં જ વિરોધપ્રદર્શન પાકિસ્તાનમાં જોવાં મળ્યાં. તહરીક-એ-લબ્બૈક એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે અને આ ઇમરાન ખાનની સરકાર સામે માગ કરી રહ્યું છે કે ફ્રાન્સના રાજદૂતને ઇસ્લામાબાદથી પાછા મોકલવામાં આવે.
આને લઈને ઇમરાન ખાન સરકારને સંસદમાં ચર્ચા કરવી પડી હતી.તહરીક-એ-લબ્બૈકનું વિરોધપ્રદર્શન પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો