You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ ગાઝા હિંસા : નેતાઓનાં મોત બાદ હમાસના રૉકેટ હુમલાથી ઇઝરાયલમાં તબાહી
ઇઝરાયલી ઍૅરસ્ટ્રાઇકમાં ગાઝાની બહુમાળી ઇમારત તૂટી પડે, એ બાદ હમાસ દ્વારા ડઝનબંધ રૉકેટથી ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે.
અહેવાલો પ્રમાણે દક્ષિણ ઇઝરાયલના કેટલાંક સ્થળો આ હુમલાથી પ્રભાવિત છે, સ્ડેરોટમાં નાના બાળકે જીવ ગુમાવ્યો છે.
સોમવારથી શરૂ થયેલી આ લડાઈ વધુને વધુ ઉગ્ર બની રહી છે, જેના પગલે યુનાઇટેડ નેશન્સે 'મોટાપાયે યુદ્ધ' માટે ચેતવ્યા છે.
14 બાળકો સહિત 65 લોકોનાં મૃત્યુ ગાઝામાં થયાં છે અને ઇઝરાયલમાં સાત લોકો માર્યા ગયા છે.
પૂર્વ જેરૂસલેમમાં ઇઝરાયલી અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચેના સંઘર્ષમાંથી લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન મુસ્લિમો અને યહૂદીઓ જેને પવિત્ર માને છે, એ સ્થળે પણ ઘર્ષણ થયું હતું.
યહૂદીઓ અને આરબોની મિશ્ર વસતી ધરાવતા ઇઝરાયલના વિસ્તારોમાં બુધવારે થયેલી હિંસા બાદ 374 લોકોની ધરપકડ કરાઈ હતી, ઇઝરાયલની પોલીસનું કહેવું છે કે તેમના 36 અધિકારીઓને ઈજા થઈ છે.
ઇઝરાયલના મીડિયામાં અહેવાલો છે કે યહૂદીઓ અને આરબો પર ઇઝરાયલનાં નગરોમાં ટોળાઓ દ્વારા કરાઈ રહ્યા છે.
અહેવાલમાં એકર શહેરની એક યહૂદી વ્યક્તિની વાત છે, જેમના હાથ પર ઈજા થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ બેટ યામમાં એક આરબ વ્યક્તિને ગાડીમાંથી ઢસળીને જમણેરી યહૂદીઓના ટોળાએ માર માર્યાનો પણ ઉલ્લેખ છે.
બુધવારે મોડી રાત્રે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હિંસાગ્રસ્ત શહેરોમાં સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરીમાં પોલીસની મદદ માટે તેઓ સૈન્યદળો મોકલશે.
નેતન્યાહુનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસોમાં થયેલા હુમલાઓ 'અરાજકતા'માં પરિણમ્યા છે.
ટાઇમ્સ ઑફ ઇઝરાયલના અહેવાલ પ્રમાણે નેતન્યાહુએ વીડિયો નિવેદનમાં કહ્યું, "યહૂદીઓ પર આરબોના હિંસક હુમલા અને આરબો પર યહૂદીઓના હિંસક હુમલાને કંઈ પણ વાજબી ઠેરવી ન શકે."
સોમવારે રાતથી પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓ રૉકેટથી ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે, જ્યારે ઇઝરાયલે કેટલાંક સ્થળોને નિશાન બનાવતાં હુમલા કર્યા છે.
સેંકડોની સંખ્યામાં ઍરસ્ટ્રાઇક અને રૉકેટ હુમલા થઈ ચૂક્યાં છે.
હમાસના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 360 લોકોને ઈજા થઈ છે અને 65 લોકોનાં મૃત્યુ થયાં છે.
નેતન્યાહુનું કહેવું છે કે ઇઝરાયલનું બહારના દુશ્મનોથી અને અંદરના રમખાણકારોથી રક્ષણ કરવા માટે સરકાર તમામ તાકાતનો ઉપયોગ કરશે.
જ્યારે પેલેસ્ટાઇનના નેતૃત્વે ટ્વીટ દ્વારા ઇઝરાયલના 'સૈન્ય આક્રમણ'ની ટીકા કરી છે.
યુદ્ધની આશંકા
ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચે ગોળીબાર અને રૉકેટ હુમલાઓમાં તેજી આવી છે અને સંયુક્ત રાષ્ટ્રે ભય વ્યક્ત કર્યો છે કે ક્યાંક આ હિંસા યુદ્ધમાં તબદીલ ન થઈ જાય.
ઇઝરાયલનું કહેવું છે કે પાછલા 38 કલાકમાં પેલેસ્ટાઇની ચરમપંથીઓએ એક હજારથી વધારે રૉકેટ છોડ્યાં છે. આમાંથી મોટાં ભાગના તેલ અવીવ પર છોડવામાં આવ્યા છે.
મંગળવારે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કર્યા અને આ હુમલામાં ગાઝાના બે ટાવર બ્લૉક ધ્વસ્ત થઈ ગયા
આ હુમલાઓ વચ્ચે અનેક ઇઝરાયલી શહેરોમાં ઇઝરાયેલી આરબોએ હિંસક પ્રદર્શન કર્યું છે. તેલ અવીવની નજીક લૉડ શહેરમાં કટોકટી લાગુ કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસે કહ્યું છે કે તેઓ હિંસાને લઈને ખૂબ ચિંચિત છે.
ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે સોમવારે થયેલા હુમલામાં 43 પેલેસ્ટાઇનીઓનાં મૃત્યુ થયાં છે જેમાં 13 બાળકો છે. આ સિવાય છ ઇઝરાયલીઓ પણ મૃત્યુ પામ્યાં છે.
આ હુમલાઓની શરૂઆત જેરૂસલેમસ્થિત અલ-અક્સા મસ્જિદ પાસે થયેલી હિંસક અથડામણ બાદ થઈ હતી. અલ-અક્સ મસ્જિદને મુસલમાન અને યહૂદી બેઉ પવિત્ર સ્થળ માને છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે ગાઝાથી 1050 રૉકેટ અને મૉર્ટાર ગોળાઓ છોડવામાં આવ્યાં. આમાંથી 850 ઇઝરાયેલમાં પડ્યાં છે જ્યારે 200ને ઇઝરાયલની ડૉમ ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા.
શહેરથી આવી રહેલા વીડિયો ફૂટેજમાં આકાશમાં મોટી સંખ્યામાં રૉકેટ દેખાય છે. આમાંથી અમુકને ઇઝરાયલની ઇન્ટરસેપ્ટર મિસાઇલોએ નષ્ટ કરી દીધાં.
તેલ અવીવ, એશકેલો, મોડિન અને દક્ષિણ બીરશેબા શહેર ધડાકાઓ અને ઍર સાયરનના અવાજથી આખી રાત ધણધણતાં રહ્યાં. અહીં ચરમપંથીઓએ ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમને છેતરવા અનેક રૉકેટ છોડ્યાં.
પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓનું કહેવું છે કે ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં ગાઝા પટ્ટીનું ટાવર તૂટી પડ્યા બાદ જવાબમાં તેમણે 130 મિસાઇલ ઇઝરાયલના શહેર તેલ અવીવ તરફ છોડી હતી.
જે બાદ ઇઝરાયલના તેલ અવીવની પાસેના હિંસાગ્રસ્ત શહેરોમાં ઇમર્જન્સી લાદી દેવાઈ છે.
તેલ અવીવ પાસેનું લોડ શહેર તેમાંથી જ એક છે, અહીં અનેક કારોને આગ ચાપી દેવામાં આવી છે અને 12 લોકો ઈજાગ્રસ્ત છે. મેયરનું કહેવું છે કે શહેરમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેઓ ગાઝાના ઉગ્રવાદીઓને રૉકેટ હુમલો કરવા બદલ નિશાન બનાવી રહ્યા છે.
આ હિંસામાં અનેક લોકો માર્યા ગયા છે, જેને છેલ્લાં થોડાં વર્ષોની સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ઉગ્રવાદીઓ જેરૂસલેમ અને અન્ય વિસ્તારો તરફ સેંકડો રૉકેટ છોડી ચૂક્યા છે.
ઇઝરાયલના વિસ્તારોમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ઓછામાં ઓછા 28 પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં માર્યા ગયા છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અગાઉ કહ્યું હતું કે આટલાં વર્ષોમાં પહેલી વખત મુખ્ય ઉગ્રવાદી જૂથ હમાસે જેરૂસલેમ તરફ રૉકેટ છોડીને 'લાલ સીમા ઓળંગી' છે.
સામે તરફે હમાસનું કહેવું છે કે સોમવારે જેરૂસલેમમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અત-અક્સા મસ્જિદને ઇઝરાયલીઓથી બચાવવા માટે અમે આવું કર્યું છે, આ મસ્જિદ મુસ્લિમ અને યહૂદીઓ માટે પવિત્ર સ્થળ છે.
છેલ્લા થોડા દિવસથી જેરૂસલેમમાં જે પ્રકારની હિંસા થઈ છે, એવી સ્થિતિ વર્ષ 2017 બાદ કદાચ પહેલી વખત સર્જાઈ છે.
હિંસા શરૂ કેમ થઈ?
પૂર્વ જેરૂસલેમના પવિત્ર મનાતા હિલટોપ પરિસરમાં ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ શરૂ થઈ છે.
આ સ્થળ મુસ્લિમ અને યહૂદીઓ, એમ બંને માટે પવિત્ર છે. હમાસની માગ છે કે ઇઝરાયલ ત્યાંથી પોલીસ હઠાવી લે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો