કોરોના : અમેરિકામાં માસ્ક પહેરવામાંથી મુક્તિ, ખરેખર સ્થિતિ સુધરી ગઈ છે?

'રસી લઈ ચૂકેલા લોકો હવે મોટાભાગની જગ્યાઓએ માસ્ક વગર રહી શકશે', અમેરિકાના અધિકારીઓએ આવું કહ્યું એ બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને આ દિવસને અમેરિકા માટે 'મોટો દિવસ' ગણાવ્યો છે.

આ નવા દિશા-નિર્દેશની જાહેરાત રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના ઓવલ ઑફિસમાં અન્ય સાંસદોની સાથે પોતાનું માસ્ક ઉતારી દીધું.

નવા દિશાનિર્દેશો પ્રમાણે લોકો ખુલ્લી હોય કે બંધિયાર, મોટાભાગની જગ્યાઓએ જઈ શકે છે. જોકે, ભીડભાડવાળી બંધ જગ્યાઓ, જેમકે બસ અને વિમાનયાત્રા દરમિયાન અથવા હૉસ્પિટલોમાં હાલ પણ માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી છે.

કહેવામાં આવ્યું છે કે જો બાઇડન વહીવટી તંત્ર પર કોરોના વાઇરસને લઈને મૂકેલા પ્રતિબંધો ઓછાં કરવાનું ભારે દબાણ હતું, ખાસ તે લોકો માટે જેમણે કોરોના વાઇરસની રસી રસી લઈ લીધી છે.

આ વચ્ચે અમેરિકન ફેડરેશન ઑફ ટીચર્સ લેબર યુનિયને પણ પોતાના આવનારા સમયમાં સ્કૂલને સંપૂર્ણ રીતે ખોલવાની ભલામણ કરી છે.

સંસ્થાની આ ભલામણ 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર વૅક્સિનને મંજૂરી મળ્યા પછી આપવામાં આવી છે.

જો બાઇડને માસ્ક ઉતારી દીધું

અમેરિકા, જ્યાં દુનિયાના કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે અને સૌથી વધારે લોકોનું કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયું છે, ત્યાં કેટલાંક અઠવાડિયાંઓમાં કોરોના સંક્રમણના કેસમાં ભારે ઘટાડો નોંધાયો છે.

સરકારી આંકડાઓ પ્રમાણે, સપ્ટેમ્બર 2020 પછી અમેરિકામાં કોરોના સંક્રમણના સૌથી ઓછા નવા કેસ સામે આવ્યા છે, ત્યારે ગત વર્ષે એપ્રિલ પછી અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા નીચેના સ્તરે પહોંચી ગઈ છે.

આને જોતા અમેરિકાની સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવન્શન (સીડીસી)એ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

નવા નિયમ આવ્યા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત સ્ટાફના તમામ કર્મચારીઓએ વ્હાઇટ હાઉસમાં એક ઇવેન્ટમાં માસ્ક ઉતારી દીધા.

આ ઇવેન્ટ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને રસી લગાવવાની અપીલ કરી. તેમણે કહ્યું, "જોકે આપણે એવું ના કરનારની ધરપકડ નથી કરવાના."

આ અંગે બાઈડને ટ્વિટર પર લખ્યું, "નિયમ ઘણા સરળ છે. વૅક્સિન લગાવો અથવા માસ્ક પહેરો, જ્યાં સુધી તમે વૅક્સિન નહીં લગાવો. આની પસંદ તમારે કરવાની છે. તે તમારી મરજી છે."

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પાસે તે શક્તિઓ નથી કે તે લોકોને જબરજસ્તી કોરોના વૅક્સિન લગાવવાનો આદેશ આપી શકે અથવા જબરજસ્તી માસ્ક પહેરાવડાવે. તેઓ આના માટે લોકોને અપીલ કરી શકે છે અને લોકોને સમજાવાના પ્રયત્નો કરી શકે છે.

CDCનો આદેશ

સીડીસીએ જે સમયે નવા આદેશ જાહેર કર્યા, ત્યાં સુધી અમેરિકામાં 35 ટકા લોકોને કોરોના વાઇરસની રસી અપાઈ ચૂકી છે. અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીની સામે રસીકરણ અભિયાન ઘણું ઝડપથી ચાલી રહ્યું છે.

સીડીસીના ડિરેક્ટર ડૉ. આર વેલેન્સ્કીએ ગુરુવારે કહ્યું, "જે લોકોને કોરોના વાઇરસની રસી લગાવી દેવામાં આવી છે, તે બંધ અથવા ખુલ્લી જગ્યા પર, મોટો કાર્યક્રમ હોય અથવા નાનો કાર્યક્રમ હોય, કોઈ માસ્ક વિના પણ જઈ શકે છે."

"તમે તે વસ્તુઓ ફરી શરૂ કરી શકો છો, જેને તમે આ મહામારીના કારણે છોડી દીધી હતી. આપણે તમામ આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જ્યારે આપણે સામાન્ય પરિસ્થિતિઓનો અહેસાસ ફરીથી કરી શકીએ."

કઈ જગ્યાઓ પર હાલ પણ માસ્ક પહેરવું જોઈએ, એનું એક લિસ્ટ પણ સીડીસીએ જાહેર કર્યું છે.

કહેવામાં આવ્યું છે કે સીડીસીની હાલની ગાઇડલાઇન પ્રમાણે અમેરિકામાં રાજ્યો દ્વારા બનાવવામાં આવેલા નિયમો પર અસર પહોંચાડશે અને ત્યાં હાલ પણ કેટલાંક કામ-ધંધામાં સામેલ લોકોને માસ્ક લગાવવું પડશે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકામાં હાલ પણ મોટા ભાગની દુકાનોની બહાર નોટિસ લાગેલી છે કે માસ્ક વગર પ્રવેશ કરવો નહીં.

માસ્ક હઠાવવાના નિયમ અંગે ચિંતા

એપ્રિલમાં સીડીસીએ કહ્યું હતું કે ખુલ્લી જગ્યાઓ પર, જ્યાં ભીડ ના હોય, ત્યાં માસ્ક નહીં પહેરો તો ચાલી શકે છે. પરંતુ આ સંસ્થાએ ભીડભાડવાળી જગ્યાઓ અને કોઈ પણ બંધ જગ્યા પર માસ્ક લગાવવાની સલાહ આપી હતી.

ડૉક્ટર વેલેન્સ્કીએ કહ્યું કે જે લોકોને આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ છે, તેમણે ઘરની બહાર નીકળે તો માસ્ક લગાવવા પર વિચાર કરવો જોઈએ.

સીડીસીએ આ વચ્ચે 'સંપૂર્ણ રીતે વૅક્સિનેટેડ' થવાની વ્યાખ્યા પર વાત કરી. સંસ્થા અનુસાર રસીના સંપૂર્ણ રીતે બે ડોઝ લીધા પછી બે અઠવાડિયાં પછી માનવું જોઈએ કે રસીકરણ થયું અને કહ્યું કે 'નવી ગાઇડલાઇન આવા લોકોને (સંપૂર્ણ રીતે વૅક્સિનેટેડ) કરવા માટે જ છે.'

જોકે અમેરિકામાં અનેક લોકો આ ફેરફારોથી ચિંતિત પણ છે. તેમનું કહેવું છે કે "હાલ અડધી વસતીને પણ રસી આપવામાં આવી નથી અને આની કોઈ ગૅરન્ટી નથી કે કોણે રસી લીધી, કોણે નથી લીધી, એવામાં ક્યાંય આ ઉતાવળ સાબિત ન થાય."

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 4 જુલાઈ સુધી 70 ટકા વસતીને વૅક્સિનની ઘટના કારણે ઓછામાં ઓછો એક ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો