બૈરુતમાં પ્રદર્શન પર ફાયરિંગ બાદ આજે 'શોકદિવસ', છનાં મૃત્યુ અને 32ને ઈજા

લેબનનની રાજધાની બૈરુતમાં ગુરુવારે એક પ્રદર્શન દરમિયાન થયેલા ફાયરિંગમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને 32 લોકો ઈજાગ્રસ્ત છે.

પ્રદર્શનકારીઓ ગયા વર્ષે બૈરુતના બંદર પાસે થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ કરી રહેલા જજના વિરોધમાં એકઠા થયા હતા. એ બ્લાસ્ટ 219 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

પ્રદર્શન દરમિયાન હિઝબુલ્લાહ અને અમાલ નામનાં સંગઠનોના સમર્થક, જજ તારેક બિટરને બદલવાની માગ કરાઈ રહી હતી અને એ વખતે જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

ગુરુવારે ઘટેલી આ ઘટના અંગે વડા પ્રધાન નજીબ મિકાતીએ શુક્રવારે એક દિવસના શોકની જાહેરાત કરી છે.

જ્યારે રાષ્ટ્રપતિ મિશેલ આઉને કહ્યું છે કે, "અમે કોઈને પણ દેશને બંધક બનાવવાની પરવાનગી નહીં આપીએ."

બ્લાસ્ટની તપાસ કરી રહેલા જજનો વિરોધ

હિઝબુલ્લાહ અને તેમના સહયોગી જજ પર પક્ષપાતનો આરોપ લગાવે છે, જોકે પીડિત પરિવારોએ તેમનું સમર્થન કર્યું છે.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે જજ તારેક બિટર બ્લાસ્ટના મામલે પૂછતાછ માટે હિઝબુલ્લાહના સહયોગી પૂર્વ કૅબિનેટ મંત્રીઓ વિરુદ્ધ જાણીને બેપરવાઈનો આરોપ લગાવે છે.

આ પહેલાં એક અદાલતે આ ન્યાયાધીશના વિરુદ્ધની ફરિયાદ ખારીજ કરી હતી.

ગયા વર્ષના બ્લાસ્ટમાં પીડિતોના પરિવારજનોએ આ પગલાંની નિંદા કરી હતી, જેના પગલે તપાસ ત્રણ અઠવાડિયાં માટે પાછળ ઠેલવામાં આવી હતી.

ગયા વર્ષે થયેલા આ વિસ્ફોટ અંગે હજી સુધી કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.

બૈરુતના બંદર પર અંદાજે 2,750 ટન એમોનિયમ નાઇટ્રેટ રાખવામાં આવ્યું હતું. આ એમોનિયમ નાઇટ્રેટ બંદર પર અસુરક્ષિત રીતે અંદાજે છ વર્ષથી રાખવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો