બૈરુતમાં પ્રદર્શન પર ફાયરિંગ બાદ આજે 'શોકદિવસ', છનાં મૃત્યુ અને 32ને ઈજા

લેબનનની રાજધાની બૈરુતમાં ગુરુવારે એક પ્રદર્શન દરમિયાન થયેલા ફાયરિંગમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને 32 લોકો ઈજાગ્રસ્ત છે.

પ્રદર્શનકારીઓ ગયા વર્ષે બૈરુતના બંદર પાસે થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ કરી રહેલા જજના વિરોધમાં એકઠા થયા હતા. એ બ્લાસ્ટ 219 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

પ્રદર્શન દરમિયાન હિઝબુલ્લાહ અને અમાલ નામનાં સંગઠનોના સમર્થક, જજ તારેક બિટરને બદલવાની માગ કરાઈ રહી હતી અને એ વખતે જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

પ્રદર્શનકારીઓ પર બૈરુતમાં ગોળીબાર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓ પર બૈરુતમાં ગોળીબાર

ગુરુવારે ઘટેલી આ ઘટના અંગે વડા પ્રધાન નજીબ મિકાતીએ શુક્રવારે એક દિવસના શોકની જાહેરાત કરી છે.

જ્યારે રાષ્ટ્રપતિ મિશેલ આઉને કહ્યું છે કે, "અમે કોઈને પણ દેશને બંધક બનાવવાની પરવાનગી નહીં આપીએ."

વીડિયો કૅપ્શન, બૈરુત બ્લાસ્ટ : બીબીસીનાં પત્રકાર વીડિયો ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં અને ધડાકો થયો
line

બ્લાસ્ટની તપાસ કરી રહેલા જજનો વિરોધ

ગયા વર્ષે બૈરુતમાંથયેલા બ્લાસ્ટની તપાસ કરી રહેલા જજના વિરોધમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે બૈરુતમાંથયેલા બ્લાસ્ટની તપાસ કરી રહેલા જજના વિરોધમાં પ્રદર્શન

હિઝબુલ્લાહ અને તેમના સહયોગી જજ પર પક્ષપાતનો આરોપ લગાવે છે, જોકે પીડિત પરિવારોએ તેમનું સમર્થન કર્યું છે.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે જજ તારેક બિટર બ્લાસ્ટના મામલે પૂછતાછ માટે હિઝબુલ્લાહના સહયોગી પૂર્વ કૅબિનેટ મંત્રીઓ વિરુદ્ધ જાણીને બેપરવાઈનો આરોપ લગાવે છે.

આ પહેલાં એક અદાલતે આ ન્યાયાધીશના વિરુદ્ધની ફરિયાદ ખારીજ કરી હતી.

ગયા વર્ષના બ્લાસ્ટમાં પીડિતોના પરિવારજનોએ આ પગલાંની નિંદા કરી હતી, જેના પગલે તપાસ ત્રણ અઠવાડિયાં માટે પાછળ ઠેલવામાં આવી હતી.

ગયા વર્ષે થયેલા આ વિસ્ફોટ અંગે હજી સુધી કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.

બૈરુતના બંદર પર અંદાજે 2,750 ટન એમોનિયમ નાઇટ્રેટ રાખવામાં આવ્યું હતું. આ એમોનિયમ નાઇટ્રેટ બંદર પર અસુરક્ષિત રીતે અંદાજે છ વર્ષથી રાખવામાં આવ્યું હતું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો