Pfizer-BioNTech : કોરોનાની રસીને યુકેની મંજૂરી, રસીકરણ શરૂ થશે

ઇમેજ સ્રોત, Getty Images
યુકેમાં કોરોના વાઇરસ માટેની ફાઇઝર-બાયોએનટેક રસીને મંજૂરી આપી છે, આ સાથે કોરોનાની રસીને મોટાપાયે ઉપયોગ માટે મંજૂરી આપનારો પહેલો દેશ યુકે બન્યો છે.
બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે આ રસી કોરોના વાઇરસ સામે 95% રક્ષણ આપે છે અને લોકોને આપવા માટે સુરક્ષિત છે.
બ્રિટન થોડા જ દિવસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરી શકે છે. યુકેએ પહેલાંથી 40 મિલિયન ડૉઝનો ઑર્ડર આપી દીધો છે, જેમાં 20 મિલિયન લોકોનું રસીકરણ થઈ શકે છે.
નજીકના ભવિષ્યમાં બીજા 10 મિલિયન ડૉઝ પણ મળી રહેશે.
વૅક્સિનનું પરીક્ષણ 6 દેશના 43,500 લોકો પર કરવામાં આવ્યું હતું, હાલ સુધી સુરક્ષાને લઈને કોઈ પણ પ્રશ્ન ઊઠ્યો નથી.
રસી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ એક નવા પ્રકારની રસી છે જેને mRNA (એમઆરએનએ) વૅક્સિન કહેવામાં આવે છે. જેમાં મહામારીના વાઇરસના જિનેટિક કોડમાંથી એક નાના ફ્રેગમૅન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તે શરીરને શીખવે છે કે કોરોના વાઇરસ સામે કેવી રીતે લડવું.
આ પહેલાં એમઆરએનએ વૅક્સિનનો માનવ પર ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી, જોકે લોકોએ તેને ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન લીધી હતી.
આ વૅક્સિનને આશરે -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવામાં આવે છે અને તેને સ્પેશિયલ બૉક્સમાં, સૂકા બરફમાં પૅક કરવી પડે છે. એક વખત લીધા બાદ તમે તેને પાંચ દિવસ સુધી જ ફ્રિજમાં રાખી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સૌપ્રથમ કોને મળશે રસી?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોએ એક પ્રાયૉરિટી લિસ્ટ તૈયાર કર્યું છે, જે લોકોને સૌથી વધારે જોખમ છે તેમને આ યાદીમાં પહેલાં રાખવામાં આવ્યા છે.
કૅર હોમમાં રહેતા લોકો, સ્ટાફ અને 80 વર્ષથી ઉપરની ઉંમરના લોકો, હેલ્થ અને સોશિયલ વર્કર્સને સૌપ્રથમ રસી આપવામાં આવશે.
આ લોકોને વૅક્સિનનો પહેલો શૉટ આવતા અઠવાડિયે આપવામાં આવશે.
50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવે છે. 21 દિવસના સમયગાળામાં બે ઇંજેક્ષન આપવામાં આવશે. જેમાં બીજો ડૉઝ બુસ્ટરનો હશે.

બીજી કઈ વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત પણ અન્ય અનેક રસીઓ છે, જેને થોડા સમયમાં પરવાનગી મળી જશે.
એક મૉડર્નાની છે. જે ફાઇઝરની જેમ એમઆરએનએના આધાર પર બનેલી છે. તે સરખું જ રક્ષણ આપશે. બ્રિટને હાલ સુધી 7 મિલિયનથી વધારે ડૉઝનો ઑર્ડર આપ્યો છે.
આ ઉપરાંત ત્રીજી રસી બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની છે. આ રસી મૉડર્ના અને ફાઇઝરની રસીથી અલગ છે. તેના 100 મિલિયન ડૉઝનો ઑર્ડર આપ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














