વર્જિનિટી ટેસ્ટ : 'કૌમાર્ય તપાસથી ખબર પડશે કે હું વર્જિન છું અને પછી જ લગ્ન થશે'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, રેચલ સ્ટોનહાઉસ
- પદ, ન્યૂઝબીટ
બીબીસી ન્યૂઝબીટ અને 100 વુમનની ટીમે પોતાની તપાસમાં મેળવ્યું કે બ્રિટિશ મેડિકલ ક્લિનિકોમાં મહિલાઓ પર વિવાદિત કૌમાર્ય પરીક્ષણો કરવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આ પરીક્ષણ માનવાધિકારનું ઉલ્લંઘન છે. આ સંગઠન આ ટેસ્ટ પર પ્રતિબંધ પણ ઇચ્છે છે.
આલોચકોનું કહેવું છે કે આ ટેસ્ટ અવૈજ્ઞાનિક છે અને એ સાબિત પણ ન કરી શકે કે કોઈનું કૌમાર્ય ભંગ થયું છે કે નહીં. બલકે આ યૌનશોષણનું જ એક રૂપ હોઈ શકે છે.
આ ટેસ્ટમાં મહિલાઓનાં જનનાંગને ચેક કરવામાં આવે છે કે હાયમન પૂરી રીતે મોજૂદ છે કે નહીં.
બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે ઘણી પ્રાઇવેટ ક્લિનિક કૌમાર્ય રિપેરની જાહેરાત આપે છે અને જ્યારે તેમનો સંપર્ક કરાયો તો તેઓએ 150થી 300 પાઉન્ડમાં કથિત 'કૌમાર્ય-તપાસ'નો પ્રસ્તાવ આપ્યો.

જબરજસ્તી લગ્ન કરાવાયાં

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બીબીસીએ આવાં 21 ક્લિનિક શોધ્યાં અને 16 ક્લિનિકમાં પૂછપરછ કરી. જેમાંથી સાતે કૌમાર્ય તપાસ કરવાની પુષ્ટિ કરી અને અન્ય ઘણાં ક્લિનિકોએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી.
આ બધાં ક્લિનિકોમાં જણાવવામાં આવ્યું કે ત્યાં હાયમન રિપેર સર્જરી થાય છે અને તેનો ખર્ચ 500થી 3000 પાઉન્ડ સુધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંગ્લૅન્ડના નેશનલ હેલ્થ સર્વિસના આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં 69 હાયમન રિપેર સર્જરી થઈ છે.
ન્યૂઝબીટે એવી છોકરી અંગે સાંભળ્યું હતું, જેની મદદ 'કર્મા નિરવાના' નામની એક ચેરિટી સંસ્થાએ કરી હતી.
આ સંસ્થા આબરૂ માટે કરાયેલું શોષણ અને જબરજસ્તી કરાવાયેલાં લગ્નનાં પીડિતોની મદદ કરે છે.
એ છોકરીએ જણાવ્યું, "મારાં માતાપિતા મારું બહુ માનસિક શોષણ કરતાં હતાં અને તેઓ તેમની મરજી પ્રમાણે મારાં લગ્ન કરાવવા માગતાં હતાં."

'મારી પાસે ભાગવાનો જ વિકલ્પ હતો'

ઇમેજ સ્રોત, RED TABLE TALK / FACEBOOK
"એક દિવસ અમારા સમાજના એક વડીલે મને મારા મિત્રો સાથે બહાર જોઈ લીધી અને મારી માતાને કહ્યું કે તેમાંથી એક છોકરો મારો બૉયફ્રેન્ડ હતો. બાદમાં અમારા સમાજમાં ઘણી અફવા ફેલાવા લાગી."
ત્યારબાદ એ છોકરીનાં માતાપિતાએ તેના કૌમાર્યની તપાસની વાત કરી.
એ છોકરીએ જણાવ્યું, "મારાં માતાપિતા અને એ પરિવારે (જ્યાં મારાં લગ્નની વાત ચાલતી હતી) કહ્યું કે પહેલાં મારે મારા કૌમાર્યની તપાસ કરાવવી પડશે, જેથી ખબર પડી શકે કે હું વર્જિન છું અને ત્યારે જ લગ્ન થશે."
"હું ડરેલી હતી અને મને તેનો મતલબ પણ સમજાયો નહીં. મને લાગ્યું કે ભાગવું જ મારા માટે એકમાત્ર વિકલ્પ છે અને મેં એ જ કર્યું."
પ્રિયા મનોટા 'કર્મા નિરવાના'ની હેલ્પલાઇન સંભાળે છે.
તેઓએ જણાવ્યું, "અમારી પાસે ઘણી છોકરીઓના કૉલ આવ્યા છે, જે આને લઈને ચિંતિત છે. કદાચ એટલા માટે તેમના પરિવારને ખબર પડી ગઈ કે તે કોઈ રિલેશનશિપમાં છે અથવા તો વર્જિન નથી. કદાચ તેમના પરિવારો તેમના પર તપાસ માટે દબાણ કરે છે અને તેમને પરિણામને લઈને ચિંતા છે."
"આબરૂ માટે શોષણ અને જબરજસ્તી લગ્ન ત્યારે થાય જ્યારે છોકરી પોતાનો પાર્ટનર જાતે પસંદ કરે. યૌનસંબંધમાં હોય કે કોઈ રિલેશનશિપમાં. અમે એવા પણ કેસ જોયા છે કે પીડિતાને જાનથી મારી નાખવામાં આવી હોય. કે પરિવારે અલગ કરી દીધાં હોય."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર લગભગ 20 દેશમાં કૌમાર્ય-તપાસ થાય છે, પણ એવો કોઈ પુરાવો નથી કે આ વાતની પુષ્ટિ કરે કે આ તપાસથી ખબર પડે કે છોકરી વર્જિન છે કે નહીં.
એટલા માટે કે હાયમન ઘણાં કારણોથી છિન્ન થઈ શકે છે, જેમ કે વ્યાયામ કે ટૈમ્પૂનના ઉપયોગથી.
ગત વર્ષે એક અમેરિકન રૅપ આર્ટિસ્ટ ટીઆઈએ એ કહીને હંગામો મચાવી દીધો હતો કે તે દર વર્ષે પોતાની દીકરીનો ટેસ્ટ કરાવે છે, જેથી તેના હાયમનની સ્થિતિની ખબર રહે.

ફેક કિટ

ઇમેજ સ્રોત, Science Photo Library
બીબીસીને એ પણ ખબર પડી કે 50 પાઉન્ડમાં હામયન રિપેર કિટ ઑનલાઇન મળે છે અને તેમનો દાવો છે કે તેનાથી વર્જિનિટી પરત આવી જશે.
આવી જ એક કિટ અમે 104 પાઉન્ડમાં ખરીદી જે જર્મનીથી આવી હતી. આ કિટમાં 60 મિલીમીટર વજાઇના ટાઇટ કરનારું જેલ હતું, પ્લાસ્ટિકના ટ્વિઝ્ઝર, એક બ્લડ કૅપ્સૂલ અને ત્રણ નાનાં પૅકેટ હતાં, જેમાં ફેક બ્લડ હતું. કિટ પર ઉપયોગ માટે કોઈ નિર્દેશ નહોતા આપ્યા.
સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉક્ટર અશફાક ખાનને ઘણી વાર કૌમાર્ય તપાસ અને હાયમન રિપેરની વિનંતી કરવામાં આવે છે.
તેઓએ જણાવ્યું, "મને એ સમજાતું નથી કે આ હજુ સુધી બ્રિટનમાં ગેરકાયદે કેમ થયું નથી. આને ગેરકાયદે જાહેર કરવું જોઈએ."
"પહેલી વાત તો એ ખોટી છે કે જો હાયમન પૂર્ણ નથી તો તેનો મતલબ છે કે છોકરી વર્જિન નથી. આ ઘણાં કારણસર તૂટી શકે છે. જો હું એમ કહું કે 'આ તૂટેલું છે અને મારે તેને રિપેર કરવું પડશે' અને બાદમાં એક સર્ટિફિકેટ આપું તો તેનો મતલબ છે કે હું એક ખોટું સર્ટિફિકેટ આપી રહ્યો છું."

'પોતાના સમાજને શિક્ષિત કરો'
ડૉક્ટર અશફાકનું માનવું છે કે આ પ્રથા સામે વધુ પગલાં ભરવાની જરૂર છે.
તેઓએ ન્યૂઝબીટને કહ્યું, "એ રીતે જેમ ખતનાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે, દુનિયાભરના નેતાઓ આ સમસ્યા પર વાત કરી રહ્યા છે."
"મારા માટે તો આ ગુનો છે અને આપણે પોતાને એક એવી પ્રક્રિયા સાથે જોડી રહ્યા છીએ જે નૈતિક રીતે યોગ્ય નથી."
આ વર્ષની શરૂઆતમાં 'મિડલ ઈસ્ટર્ન વિમેન ઍન્ડ સોસાયટી'એ કૌમાર્ય તપાસ પર પ્રતિબંધ માટેનું અભિયાન ચલાવ્યું હતું.
તેના સંસ્થાપક હલાલેહ તહેરીએ કહ્યું, "અમે હાયમન રિપેરને બંધ કરાવવા માગીએ છીએ, પણ લોકોને શિક્ષિત કર્યા વિના તેના પરના પ્રતિબંધથી ફાયદા કરતાં નુકસાન વધુ થશે. આ પ્રથાઓ એટલા માટે ચાલી રહી છે કે વર્જિનિટીને લઈને હજુ પણ લોકોના વિચારો બહુ પછાત છે."
"જો આપણે આપણા સમાજને શિક્ષિત કરીએ અને તેમના વિચારો બદલીએ તો પછી હાયમન રિપેરની જરૂર જ નહીં રહે. આ બિઝનેસ આપોઆપ બંધ થઈ જશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













