ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉરમાં બલૂચિસ્તાન કેટલું મોટું રોડું?

ઇમરાન ખાન અને શી જિનપિંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઇમરાન ખાન અને શી જિનપિંગ
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીન-પાકિસ્તાનની મિત્રતા જૂની છે. અને આ મિત્રતાને વધુ મજબૂત કરવા માટે બંને મિત્રો વેપાર ક્ષેત્રમાં સાથે આવ્યા અને ઘોષણા કરી કે ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરીડૉરની.

2015માં આ કૉરિડૉરના એલાન સાથે આ પરિયોજનાને દેશોએ પોતાના સંબંધોની ગેમ ચેન્જર ગણાવી છે. જોકે આ પરિયોજનાનો પાયો 2008માં નાખી દેવામાં આવ્યો હતો.

ઘણા જાણકારો આ પરિયોજનાને ચીન દ્વારા પાકિસ્તાનમાં પોતાનાં હિતો સાધવાની એક કોશિશના રૂપમાં ગણાવી રહ્યા છે, તો પાકિસ્તાનમાં ઘણા જાણકારોને લાગે છે કે તેનાથી માત્ર પંજાબને ફાયદો થશે.

જોકે સાચું તો એ પણ છે કે આજે પણ આ પરિયોજનાનો ઘણી હિસ્સો બની ગયો છે અને ઘણા પર હજુ વાતચીત પણ ચાલી રહી છે. ક્યારેક આર્થિક તંગી આડી આવી, તો ક્યારેક પાકિસ્તાનની જરૂરિયાતો.

એક મોટું રોડું ચીન વિરુદ્ધ બલૂચિસ્તાનનું હોવું પણ ગણાવાઈ રહ્યું છે. હકીકતમાં આ પરિયોજનાનો મોટી હિસ્સો બલૂચિસ્તાનમાં છે.

line

સીપેક શું છે?

સીપેક ચીનના મહત્ત્વાકાંક્ષી બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ બનાવાઈ રહેલા વ્યાપારિક નેટવર્કનો ભાગ છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સીપેક ચીનના મહત્ત્વાકાંક્ષી બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ બનાવાઈ રહેલા વ્યાપારિક નેટવર્કનો ભાગ છે

ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર કે સીપેક ચીનના મહત્ત્વાકાંક્ષી બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ બનાવાઈ રહેલા વ્યાપારિક નેટવર્કનો ભાગ છે.

સીપેક હેઠળ પાકિસ્તાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં ચીનનું 62 અબજ ડૉલરનું રોકાણ છે.

ચીન પોતાના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવનો બધી પરિયોજનામાંથી સીપેકને સૌથી મહત્ત્વપૂર્ણ માને છે. તેની સફળતા તેના માટે બહુ જરૂરી છે.

જેએનયુમાં સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીના પ્રોફેસર સ્વર્ણ સિંહ અનુસાર, "ચીનને મધ્ય એશિયા પાસેથી બહુ વધારે ઊર્જાના સ્રોતની જરૂર હોય છે. તેમની ચિંતા હતી કે સિંગાપુર પાસે મલક્કા જળસંધિની પાસે ભવિષ્યમાં ઊર્જાના સ્રોત લાવવામાં પરેશાની થઈ શકે છે. આથી ચીન અલગઅલગ રસ્તાઓની શોધમાં રહ્યું અને એમાંનો એક રસ્તો તેણે ગ્વાદર પૉર્ટને પસંદ કર્યું. 90ના દશકમાં તેની શરૂઆત થઈ ગઈ હતી. ચીને શરૂઆતમાં તેલઆયાત માટે તેની ઉપયોગિતા સમજી હતી, બાદમાં તેનો વિસ્તાર વધાર્યો અને આગળ જતાં અન્ય ઍનર્જી અને પાવર પ્રોજેક્ટ જોડ્યા. અને આ આખી પરિયોજનાને નામ આપ્યું સીપેક."

સ્વર્ણ સિંહનું કહેવું છે કે છેલ્લા ત્રણ દશકથી કામ ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી આ પરિયોજનાનું કામ પૂરું થયું નથી. આ પૉર્ટમાં જહાજ આવવાનું કામ શરૂ થયું નથી. સ્વર્ણ સિંહ તેની પાછળ બલૂચિસ્તાનના લોકોનો બળવો કારણભૂત માને છે.

line

બલૂચિસ્તાનના લોકોને વાંધો શું છે?

બલૂચિસ્તાનના લોકો ચીનના રોકાણ પર વિરોધ દર્શાવે છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બલૂચિસ્તાનના લોકો ચીનના રોકાણ પર વિરોધ દર્શાવે છે

બલૂચિસ્તાનમાં ચીનના રોકાણ પર મૂળભૂત વિરોધ એ છે કે પાકિસ્તાને બલૂચિસ્તાન અને ખાસ કરીને ગ્લાદરના ભવિષ્યનો નિર્ણય કરતા બલૂચિસ્તાન પ્રાંતના નેતૃત્વને વિશ્વાસમાં લેવાનું તો દૂર, માહિતી પણ નથી આપી.

સ્વર્ણ સિંહ જણાવે છે "બલૂચ અલગાવવાદીઓ તરફથી વારેવાર એ દલીલ આપવામાં આવે છે કે સીપીઈસીમાં પણ આવું જ થશે કે બલૂચિસ્તાનનાં સંસાધનો પર પાકિસ્તાનની સંઘીય સરકાર કે પછી અન્ય સમૃદ્ધ પ્રાંત, જેમ કે પંજાબને ફાયદો થશે. સ્થાનિક લોકોના વિચાર છે કે ચીન કબજો કરશે અને બલૂચિસ્તાનવાસીઓને પોતાના પ્રાકૃતિક અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરવાનો મોકો નહીં મળે."

આ કારણે ત્યાંના લોકો સીપેકનો વિરોધ કરે છે. આ લડાઈ માત્ર બલૂચની આઝાદીની લડાઈનો હિસ્સો નથી.

જોકે ગ્વાદરની તસવીર ઝડપથી બદલાઈ રહી છે. પૉર્ટમાં નવી મશીનરી લાગી રહી છે. રસ્તાઓ, નવી ઇમારતો અને કૉલોનીઓનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ ગ્વાદરમાં રહેતા લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે.

ગ્વાદર શહેરને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવનાર એકમાત્ર સ્રોત આકડ ડૅમમાંથી વર્ષમાં કેટલાંક અઠવાડિયાં જ પાણી મળે છે. બાકીના દિવસોમાં ગ્વાદરના લોકો પાણીનાં એક-એક ટીપા માટે તરસે છે.

સ્વર્ણ સિંહ અનુસાર બલૂચિસ્તાનનમાં રહેતા લોકોને લાગે છે કે ત્યાં પેદા થતા રોજગારમાં સ્થાનિક લોકોને નોકરીઓ અને અન્ય આર્થિક તકોમાં સમાન હિસ્સો નહીં મળે. જોકે પાકિસ્તાનના ઘણા જાણકારો તેનાથી સહમત થતા નથી.

line

પાકિસ્તાનનો ઇન્કાર

બલૂચિસ્તાનના લોકો ચીનના રોકાણ પર વિરોધ દર્શાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મરિયા સુલતાન સાઉથ એશિયન સ્ટ્રેટિજિક સ્ટેબિલિટી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીના મહાનિદેશક છે. બંને દેશના સંબંધો અને આ પ્રોજેક્ટ પર તેઓ નજર રાખે છે.

તેમના અનુસાર, બલૂચિસ્તાન તરફથી આ પરિયોજનામાં ચીનને કોઈ મુશ્કેલી જણાતી નથી. પણ તેઓ આ પરિયોજનામાં ઘણું મદદગાર થઈ રહ્યું છે.

તેઓ કહે છે, "જ્યારે આપણે એમ કહીએ કે બલૂચિસ્તાન સીપેકનું રોડું છે, તો આપણે એ પણ જોવું પડશે કે આખરે બલૂચિસ્તાનના કેટલા ટકા લોકો આના વિરોધમાં છે."

તેમનું માનવું છે કે બહુ ઓછા બલૂચ છે, જે ચરમપંથી સંગઠન સાથે જોડાયેલા છે અને આના વિરોધમાં છે. મોટા ભાગના લોકો આ પરિયોજનાને પૂરી થતી જોવા માગે છે, જેથી ત્યાંના આર્થિક વિકાસને તેનાથી મદદ મળી શકે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ પરિયોજનાના ત્રણ ભાગ છે- પશ્ચિમ રૂટ, સેન્ટ્રલ રૂટ અને પૂર્વ રૂટ. આ ત્રણો પર મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ આવે છે ઍનર્જી કૉરિડૉર. તેમાં પણ ઘણા પ્લાન્ટ લગાવવાનું કામ પૂરું થઈ ગયું છે.

તેઓ કહે છે, "એ એક ખોટી ધારણા છે કે સીપેક એક ખાલી રોડ છે. તેમાં ઘણી બધી ચીજો છે, રેલલિંક પણ છે. પાઇપલાઇન પણ છે, જેમાં પહેલા પાંચ વર્ષ પૂરાં કરી દીધાં છે. ઘણા રસ્તાઓ એકસાથે ઘણા વિસ્તારમાંથી પસાર થાય છે. કેટલાક લોકોને એમ હતું કે પંજાબવાળા વિસ્તારમાં પહેલા બનશે અને બલૂચિસ્તાનમાં બાદમાં બનશે, પણ એવું નથી."

પાકિસ્તાનથી વાત કરતાં ડૉ. મરિયાએ બીબીસીને જણાવ્યું કે "ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉરના ઇન્ફ્રસ્ટ્રક્ચર સંબંધિત 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. કેટલીક જગ્યાએ રોડનો હિસ્સો જોડવાનું કામ બાકી છે, પણ તેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ પહેલા તબક્કાનું કામ હતું, જે પાંચ વર્ષમાં પૂરું કરવાની વાત કરાઈ હતી. તેમાં મોટા ભાગનો હિસ્સો રોડ કનેક્શન સાથે જોડાયેલો હતો. હવે આગળના તબક્કાનું જે કામ શરૂ થવાનું છે એ મોટા ભાગે ઍનર્જી પ્રોજેક્ટનું છે, જેમાં પાકિસ્તાને નક્કી કરવાનું છે કે કઈ પરિયોજના તેમના માટે વધુ લાભદાયી હશે અને કઈ રીતે તેને આગળ લઈ જવી છે."

ચીનના વાણિજ્ય દૂતાવાસ પર 2018માં થયેલા હુમલાને તેઓ આ પરિયોજના સાથે જોડીને જોતાં નથી.

તેમના અનુસાર, બલૂચ અલગાવવાદી સંગઠન બલૂચ બિલરેશન આર્મી પાકિસ્તાનથી નહીં, પણ મોટા ભાગે યુરોપમાં બેસીને ઑપરેટ કરે છે. અને પાકિસ્તાન પણ તેને ચરમપંથી જ માને છે.

line

ચીન પર બલૂચ બિલરેશન આર્મીનો હુમલો

બલૂચિસ્તાનના લોકો ચીનના રોકાણ પર વિરોધ દર્શાવે છે

ઇમેજ સ્રોત, XINHUA

નવેમ્બર 2018માં કરાચીના ફ્લિફ્ટન વિસ્તારમાં આવેલા ચીનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો. તેની જવાબદારી બલૂચ અલગાવવાદી સંગઠન બલૂચ બિલરેશન આર્મીએ લીધી હતી. તેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આવું પહેલી વાર નહોતું થયું કે બલૂચ અલગાવવાદીઓએ ચીનને નિશાન બનાવ્યું હોય.

અગાઉ પણ બીએલએ તરફથી ઑગસ્ટ 2018માં સૌથી પહેલા જે આત્મઘાતી હુમલાની જવાબદારી કબૂલી હતી, એ ખુદ અસલમ બલોચના પુત્રે ઝિલા ચાગીના હેડક્વાર્ટર દાલબંદીન પાસે કર્યો હતો.

જોકે સચ્ચાઈ એ પણ છે કે આ પરિયોજનાની સુરક્ષા માટે ચીને પાકિસ્તાનને અલગથી એક ફોજ તૈયાર કરવાની વાત પણ કરી હતી. આ અંગે સ્વર્ણ સિંહ કહે છે કે આ પહેલી વાર જોવા મળ્યું છે કે કોઈ અન્ય દેશમાં રોકાણ માટે કોઈ દેશે આર્મી બનાવવાની વાત કરી હોય.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ચીનનો આ પ્રસ્તાવ પાકિસ્તાને સ્વીકારી પણ લીધો. આ સેના આજે પણ (જેને સ્પેશિયલ સિક્યૉરિટી ડિવિઝન કહેવાય છે) ચીનના લોકોને, ચીની સામાન અને પરિયોજનાની સુરક્ષા માટે ત્યાં તૈયાર કરે છે.

આ હુમલાઓને પણ બલૂચ અલગાવવાદીઓની ચીની સરકાર પરની નારાજગી સાથે જોડીને જોવામાં આવે છે.

ઑક્સફોર્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સુશાંત સરીન માને છે કે આ સાચું કે બલૂચ અલગાવવાદીઓ તરફથી સીપેકમાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી હતી. પણ એ એવી નહોતી કે તેનાથી પરિયોજના રોકાઈ ગઈ હોય. તેઓ માને છે કે વિસ્તારમાં બલૂચ ઉપદ્રવી પણ કારણ છે, પરંતુ ઘણાં અન્ય કારણો પણ છે, તેના લીધે કેટલીક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે.

તેમના અનુસાર, આર્થિક તંગ પણ એક કારણ છે અને બીજું કારણ એ કે પાકિસ્તાન પોતાની જરૂરિયાતો પ્રમાણે ચીન તરફથી બીજી વાર કેટલીક પરિયોજનાઓમાં કેટલીક ચીજો ઘટાડવા માગે છે અને કેટલીક જોડવા માગે છે. તેના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. તેના માટે બંને દેશ તરફથી પૂરી રીતે સહમતી સધાઈ નથી.

સુશાંત કહે છે કે આ પરિયોજનાની શરૂઆતથી જ બંને દેશને એ અંદાજ હતો કે બલૂચ લોકોના બળવાનો કેવી રીતે ઉકેલ લાવવો, આથી અલગથી સેનાની પણ વાત કરાઈ હતી.

line

બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો ઇતિહાસ

બલૂચિસ્તાનના લોકો ચીનના રોકાણ પર વિરોધ દર્શાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

બલૂચિસ્તાન બિલરેશન આર્મી પહેલી વાર 1970ના દશકના શરૂઆતમાં નજરે આવી હતી.

આ એ સમય હતો જ્યારે પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પહેલા શાસનમાં બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના સત્તા સામે સશસ્ત્ર બગાવત શરૂ કરાઈ હતી.

જોકે સૈન્ય તાનાશાહ ઝિયાઉલ હકની સત્તા પર કબજો કર્યા બાદ બલૂચ કોમી લીડરો સાથે વાત થઈ. અને તેનું પરિણામ એ આવ્યું કે સશસ્ત્ર બગાવતના ખાત્મા બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી પણ હાંસિયામાં ચાલી ગઈ.

પછી પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના શાસનમાં બલૂચિસ્તાન હાઈકોર્ટના જજ જસ્ટિસ નવાઝ મિરીની હત્યાના આરોપમાં કોમી નેતા નવાબ ખૈર બખ્શ મિરીની ધરપકડ બાદ વર્ષ 2000થી બલૂચિસ્તાનના વિભિન્ન વિસ્તારોમાં સરકારી પ્રતિષ્ઠાનો અને સુરક્ષાબળો પર હુમલાનો સિલસિલો શરૂ થયો.

સમય જતાં ન માત્ર હુમલાઓ વધ્યા, પરંતુ તેનો બલૂચિસ્તાનના વિવિધ પ્રાંતોમાં વિસ્તાર પણ થયો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો