You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેબ્રુઆરીમાં અમદાવાદ આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સત્તાવાર કાર્યક્રમ જાહેર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત આવશે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હશે.
વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, ટ્રમ્પ દંપતી નવી દિલ્હી ઉપરાંત અમદાવાદની મુલાકાત લેશે.
આ તેમની રાષ્ટ્રપતિ તરીકેની ભારતની પ્રથમ મુલાકાત હશે.
કેટલાક અહેવાલ મુજબ, આ યાત્રા દરમિયાન ટ્રમ્પ તથા મોદી અમદાવાદમાં આવેલા મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.
ત્યાં અમેરિકાના ટેક્સાસમાં આયોજિત 'હાઉડી મોદી' જેવો સંયુક્ત કાર્યક્રમ યોજાશે. આ સ્ટેડિયમ એક લાખ 10 હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતા ધરાવે છે.
'ગાંધી-મોદીનું ગુજરાત'
પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 'હોમ સ્ટેટ' છે તથા ભારતની આઝાદીની ચળવળને નેતૃત્વ પૂરું પાડનાર મહાત્મા ગાંધીના જીવનમાં ગુજરાતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
નિવેદન મુજબ, 'ભારતીયો તથા અમેરિકનો વચ્ચેના સંબંધ વધુ પ્રગાઢ બનશે તથા ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે.'
આ યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન તથા દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવેમ્બર મહિનામાં અમેરિકામાં ચૂંટણી યોજાશે. ટ્રમ્પ ફરી એક વખત ચૂંટણીજંગમાં ઝંપલાવશે.
અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ ચાર-ચાર વર્ષની બે ટર્મ માટે ત્યાંના સર્વોચ્ચપદે રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા જાપાનના વડા પ્રધાન શિંજો એબે પણ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો