જ્યારે બૅયર ગ્રીલ્સને ડિસ્કવરી ચેનલના 'મૅન વર્સિસ વાઇલ્ડ'માંથી કાઢી મુકાયા, હવે રણવીરસિંઘ સાથે શોમાં દેખાશે

ઇમેજ સ્રોત, instagram/Netflix
ડિસ્કવરી ચેનલના લોકપ્રિય કાર્યક્રમ 'મૅન વર્સિસ વાઇલ્ડ' પ્રેઝન્ટર બૅયર ગ્રીલ્સ નેટફ્લિક્સની રજૂઆત રણવીર વિ. વાઇલ્ડ વિધ બૅયર ગ્રીલ્સ કારણે ફરી એકવખત ચર્ચામાં છે.
શુક્રવાર એટલે કે આઠ જુલાઈથી આ કાર્યક્રમ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે અગાઉ બૅયર ગ્રીલ્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'મૅન વર્સિસ વાઇલ્ડ'માં દેખાઈ ચૂક્યા છે.
અગાઉ તેમણે કર્ણાટકના બાંદીપુર પાર્કમાં દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્ત સાથે એપિસોડ સૂટ કર્યો હતો તે બાદ તેમણે અક્ષયકુમાર સાથે પણ એપિસોડ કર્યો હતો.
ડિસ્કવરી પર આવતી આ સિરીઝમાં બૅયર ગ્રીલ્સ વિશ્વના લોકોને શીખવે છે કે વિષમ પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવતા રહી શકાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ શોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા હતા, બૅયર ગ્રીલ્સ સાથે તેમણે ભારતના જિમ કૉર્બેટ પાર્કમાં શૂટિંગ કર્યું હતું.
બૅયર ગ્રીલ્સ આ શોને 2006થી પ્રેઝન્ટ કરી રહ્યા છે અને તેઓ આ કાર્યક્રમમાં જીવજંતુઓ ખાવા માટે ફૅમસ છે.
ડિસ્કવરી ચેનલ પર આવતા આ શોમાં સેલિબ્રિટીઓને પણ સામેલ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં બૅયર ગ્રીલ્સ તેમને જંગલમાં કેવી રીતે જીવતું રહેવું તેના વિશે સમજ આપે છે અને તેમને સુરક્ષિત બહાર લઈ જાય છે.
આ પહેલાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ બૅયર ગ્રીલ્સ સાથે આ કાર્યક્રમમાં આવી ચૂક્યા છે.

જ્યારે બૅયર ગ્રીલ્સને ડિસ્કવરી ચેનલમાંથી કાઢી મુકાયા

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત વર્ષ 2012ની છે, જ્યારે બૅયર ગ્રીલ્સના સંબંધો ડિસ્કવરી ચેનલ સાથે બગડવાના શરૂ થયા હતા.
2006થી લોકપ્રિય કાર્યક્રમને પ્રેઝન્ટ કરતા આવતા બૅયર ગ્રીલ્સ 2012 આવતા સુધીમાં તો વિશ્વભરમાં જાણીતા થઈ ગયા હતા.
ડિસ્કવરી ચેનલ અને બૅયર ગ્રીલ્સ વચ્ચે કોન્ટ્રાક્ટને લઈને કેટલાક મતભેદ ઊભા થયા હતા.
જે બાદ બૅયર ગ્રીલ્સ અને ડિસ્કવરી વચ્ચે આ મામલે એકબીજા વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ.
બંને આ પ્રોગ્રામને શરૂ રાખવા માટે કોન્ટ્રાક અને બીજી બાબતો મામલે વાતચીત શરૂ કરવામાં આવી હતી.
જોકે, બંને આ મામલે કોઈ સહમતિ પર પહોંચી શક્યા નહીં.
જે બાદ અમેરિકાની ડિસ્કવરી ચેનલે તેના નિવેદનમાં કહ્યું કે સતત કોન્ટ્રાક્ટને લઈને બૅયર ગ્રીલ્સ સાથે થઈ રહેલા મતભેદોને કારણે તેમની સાથેના તમામ કાર્યક્રમમો રદ કરી દીધા છે.
બૅયર ગ્રીલ્સ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ નવા શોની શરૂઆત માટે સહમતિ સુધી પહોંચી શક્યા ન હતા.

જ્યારે ગ્રીલ્સે માફી માગવી પડી

ઇમેજ સ્રોત, Discovery
આ વાત વર્ષ 2008ની છે, જ્યારે બૅયર ગ્રીલ્સના એક કાર્યક્રમને લઈને વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે ગ્રીલ્સે માફી માગવી પડી હતી.
વર્ષ 2008માં તેમના એક એપિસોડને લઈને એવો આરોપ થયો હતો કે કથિત રીતે તેમણે રાત્રે જંગલને છોડી દીધું હતું અને સૂવા માટે મોટેલમાં જતા રહ્યા હતા.
વિવાદની વચ્ચે પ્રોગામ કન્સલટન્ટે પણ દાવો કર્યો હતો કે તેઓ એક મોટેલમાં રહ્યા હતા.
આ મામલે બીબીસી સાથે વાત કરતાં ગ્રીલ્સે કહ્યું હતું કે જો લોકોને એવું લાગ્યું હોય કે આ સિરીઝમાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે તો આ મામલે હું માફી માગું છું.
જે બાદ તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે મેન વર્સિસ વાઇલ્ડ શો તૈયાર કરનારી મારી ટીમ પર મને ગર્વ છે અને નવા સાહસ માટે તૈયાર છીએ.

કોણ છે બૅયર ગ્રીલ્સ?

ઇમેજ સ્રોત, Ani
બૅયર ગ્રીલ્સની સત્તાવાર વેબસાઇટ મુજબ તેમનો જન્મ 7 જૂન, 1974ના રોજ યુકેના લંડન ખાતે થયો હતો.
જન્મના એક અઠવાડિયા પછી તેમનું નામકરણ થયું. બૅયર નામ તેમને મોટી બહેને આપ્યું છે.
બૅયરના પિતા મિકી ગ્રીલ્સ રૉયલ મરીન કમાન્ડો અને રાજકારણી હતા. તેમણે બૅયરને પર્વતારોહણ અને નૌકાવિહાર કરતા શીખવ્યાં હતાં.
બૅયરના ઍડવેન્ચર પ્રત્યેના પ્રેમ માટે તેમના પિતા દ્વારા મળેલી તાલીમ જવાબદાર છે.
પિતા સાથે દરિયાકાંઠે ડુંગરો ચઢવા અને હોડી બનાવવી એ તેમનાં સૌથી યાદગાર સંસ્મરણો છે.
બૅયર યુકેની સ્પેશિયલ ફોર્સિસ રિઝર્વની 21મી રેજિમૅન્ટ એસએએસમાં ત્રણ વર્ષની સઘન તાલીમ લીધી.
દક્ષિણ આફ્રિકામાં ફ્રી ફૉલ પૅરાશૂટિંગ કરતી વખતે એક ભૂલના કારણે તેમનો ગંભીર અકસ્માત થયો અને તેમની કરોડરજ્જુમાં ત્રણ ફ્રૅક્ચર થયાં હતાં.
ડૉક્ટરો કહ્યું હતું કે તેઓ કદાચ ક્યારેય ચાલી શકશે નહીં. આ સમય બૅયરના જીવનનો સૌથી કપરો સમય હતો.
જોકે, પીડાનો સામનો કરીને બૅયર એક જ વર્ષની અંદર ઊભા થયા અને નેપાળનો સૌથી ઊંચો પહાડ આમા ડેબલ્મ સર કર્યો હતો.
16 મે, 1998ના રોજ એમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. 23 વર્ષે સૌથી નાની ઉંમરના એવરેસ્ટ સર કરનાર તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












