અન્ય માટે 150 વાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને છેતરપિંડી કરનાર મહિલા કોણ છે?

ઇમેજ સ્રોત, TARIAN
યુકેમાં બીજા માટે લગભગ 150 થિયરી અને પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર ભારતીય મૂળનાં મહિલાને આઠ મહિનાની જેલ થઈ છે.
કાર્માર્થનશાયરના લ્લેનેલીનાં 29 વર્ષીય ઈન્દ્રજિતકોરે 2018 અને 2020ની વચ્ચે ઘણા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યાનો ગુનો કબૂલ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઇન્દ્રજિત જે લોકોને અંગ્રેજીમાં તકલીફ પડતી હતી તેવા લોકો માટે પરીક્ષા આપતી હતી.
સ્વાનસી ક્રાઉન કોર્ટમાં ફરિયાદ ગઈ હતી કે પરીક્ષા કેન્દ્રો પર ઇન્દ્રજિતકોર અન્ય લોકોના ડમી તરીકે પરીક્ષા આપી રહી છે, જેની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઇન્દ્રજિત કોરની કબૂલાત મુજબ, તેમણે સ્વાનસી, કાર્માર્થન, બર્મિંગહામ અને લંડનમાં અન્યો વતી પરીક્ષા આપી હતી.
ઇન્સ્પેક્ટર સ્ટીવન માલોનીએ જણાવ્યું હતું કે ઇન્દ્રજિતકોરે લાલચથી પ્રેરાઈને ગુના આચર્યા હતા.
તેમણે કહ્યું, "આ પ્રકારની છેતરપિંડી ભારે જોખમો ઊભાં કરે છે."
ડ્રાઇવર ઍન્ડ વ્હીકલ સ્ટાન્ડર્ડ એજન્સીના કેરોલિન હિક્સે જણાવ્યું હતું કે છેતરપિંડીથી મેળવેલ ડ્રાઇવિંગ લાઈસન્સ અને ટેસ્ટ રદ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું, "ડ્રાઇવિંગ અને થિયરી પરીક્ષણો થકી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળે કે લોકો પાસે આપણા રસ્તાઓ પર વાહન ચલાવવા માટે યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને વલણ છે. પરીક્ષણોને દૂષિત કરવાથી લોકોના જીવન જોખમમાં મુકાય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













