જયંતીવિશેષ : કાર્લ માર્ક્સની એ પાંચ વાતો જેણે આપણી જિંદગી બદલી

તમે રજાને દિવસે શું કરવા ધારો છો? લૉન્ગ ડ્રાઇવ પર જવા માગો છો કે પછી કોઈ પુસ્તકાલયમાં જઈને પુસ્તક વાંચવા ઇચ્છો છો?

શું તમે એવા લોકોમાં સામેલ છો જે દુનિયામાંથી શોષણ અને અસમાનતાનો ખાત્મો ઇચ્છે છે?

જો તમારો જવાબ હા હોય તો આજનો દિવસ યાને કે 5 મે આપના માટે ખાસ છે. આજને દિવસે કાર્લ માર્ક્સનો જન્મ થયો હતો.

જેમણે 20મી સદીનો ઇતિહાસ વાંચ્યો હશે એમને એ પણ ખબર હશે કે માર્ક્સની ક્રાંતિકારી રાજનીતિનો વારસો ખૂબ મુશ્કેલીભર્યો રહ્યો છે.

એક મજબુત સામાજિક એન્જિનિયરિંગ એમના વિચારોથી જ પ્રેરિત માનવામાં આવે છે. સામ્રાજ્યવાદ, આઝાદી અન સામૂહિક હત્યાઓ સાથે એમના સિદ્ધાં જોડાયાં પછી એમને એક વિભાજનકારી ચહેરાં તરીકે જોવામાં આવ્યા પરંતુ માકર્સનો એક બીજો પણ ચહેરો છે.

એ ચહેરો છે એક ભાવનાશાળી વ્યકિતનો જેમણે દુનિયાને બહેતર બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

એમની આ પાંચ વાતો એવી છે જેમણે આપણી જિંદગી બદલી દીધી. વાંચો.

1. તેઓ બાળકોને શાળાએ મોકલવા માગતા હતા, કામે નહીં.

કેટલાંક લોકો આ વાક્યને ફક્ત એક નિવેદન તરીકે લઈ શકે છે પરંતુ 1848માં જ્યારે તેઓ કમ્યુનિસ્ટ ઘોષણાપત્ર લખી રહ્યા હતા ત્યારે તેમણે બાળ મજૂરીનો ઉલ્લેખ કર્યો હતો.

આંતરરાષ્ટ્રિય મજૂર સંઘના 2016ના જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે આજે પણ દુનિયામાં દર 10માંથી 1 બાળક મજૂર છે.

બહુ બધા બાળકો કારખાનું છોડી શાળાએ જઈ રહ્યાં છે તો આ કાર્લ માર્ક્સનો ઉપકાર છે.

ધ ગ્રેટ ઇકોનોમિક્સના લેખિકા લિંડા યૂહ કહે છે કે 1848માં રજૂ કરવામાં આવેલા કાર્લ માર્ક્સના ઘોષણાપત્રના દસ મુદ્દાઓમાં બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાની વાત પણ સામેલ હતી. કારખાનાઓમાં બાળમજૂરી પર પ્રતિબંધનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

2. તેઓ ઇચ્છે છે કે તમે પોતે જ તમારી જિંદગીના માલિક બનો.

શું તમે અત્યારે દિવસના 24 કલાક પૈકી નિશ્ચિત સમય માટે કામ કરો છો? નિશ્ચિત દિવસ કામ કરો છો? કામના સમયે લંચ બ્રેક લો છો? એક ચોક્કસ ઉંમર પછી નિવૃત થાવ છો અને પેન્શન પામો છો?

જો આનો જવાબ હા હોય તો તમારે કાર્લ માર્ક્સનો આભાર માનવો જોઇએ.

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના પ્રોફેસર માઇક સૈવેજ હે છે કે, પહેલા તમને વધારે લાંબા સમય સુધી કામ કરવાનું કહેવામા આવતું. તમારો સમય તમારો નહોતો અને તમે પોતે તમારી પોતાની જિંદગી વિશે વિચારી નહોતા શકતા.

મૂડીવાદી સમાજમાં જીવન જીવવા માટે શ્રમ વેચવો એની મજબૂરી બનાવી દેવામાં આવે છે એવું કાર્લ માર્ક્સે લખ્યું હતું.

કાર્લ માર્ક્સના કહેવા મુજબ મોટા ભાગે આપને આપની મહેનત મુજબ પૈસા નથી આપવામાં આવતા અને તમારું શોષણ કરવામાં આવે છે.

કાર્લ માર્ક્સ ઇચ્છતા કે આપણી જિંદગી પર આપણો ખુદનો અધિકાર હોય. આપણું જીવવું સૌથી ઉપર હોય. તેઓ ઇચ્છતા કે આપણે આઝાદ હોઇએ અને આપણી અંદર સર્જનશીલતાનો વિકાસ થાય.

સૈવેજ કહે છે ખરેખર તો કાર્લ માર્ક્સ કહે છે કે આપણે એવું જીવન જીવવું જોઇએ જેનું મૂલ્યાંકન કામને આધારે ન હોય. એક એવું જીવન જેનાં માલિક આપણે પોતે હોઇએ. જ્યાં આપણે પોતે એવું નક્કી કરી શકીએ કે આપણે કેવું જીવવું છે. આજે લોકો આ જ વિચારને આધારે જીવવા માંગે છે.

આપને આ પણ વાચવું ગમશે

3. તેઓ ઇચ્છતા હતા કે આપણે આપણી પસંદગીનું કામ કરીએ

તમારૂ કામ તમને ત્યારે જ આનંદ આપે છે જ્યારે તમને મનગમતું કામ કરવા મળે છે.

આપણે જીવનમાં જે ઇચ્છીએ છીએ કે નક્કી કરીએ છીએ એમાં રચનાત્મક તકો આપણને મળે અને આપણે એને રજૂ કરી શકીએ તો એ આપણા માટે ઉત્તમ છે.

પરંતુ જ્યારે તમે દુખી કરનારું કામ કરો છો અને જ્યારે તમારું મન નથી લાગતું ત્યારે તમે નિરાશ થાવ છો.

ઉપરના આ શબ્દો કોઈ મોટિવેશનલ ગુરૂના નથી પરંતુ 19મી શતાબ્દીમાં કાર્લ માર્ક્સના કહેલા છે.

વર્ષ 1844માં એમણે લખેલા પુસ્તકમાં એમણે કામના સંતોષને માણસના બહેતર જીવન સાથે જોડ્યું હતું. આવી વાત કરનારા તેઓ દુનિયાના પહેલા વ્યકિત હતા.

એમનો તર્ક એ હતો કે આપણે જીવનનો મોટા ભાગનો સમય કામ કરવામાં ખર્ચીએ છીએ એટલે એમાંથી ખુશી મળે એ જરૂરી છે.

4. તેઓ ઇચ્છતા હતા કે આપણે ભેદભાવનો વિરોધ કરીએ.

જો સમાજમાં કોઈ વ્યકિત ખોટો છે, જો તમને લાગે છે કે કોઈની સાથે અન્યાય, ભેદભાવ કે કોટું થઈ રહ્યું છે તો તમે તેનો વિરોધ કરો. તમે સંગઠિત થાવ. પ્રદર્શન કરો અને એને રોકવા માટે સંઘર્ષ કરો.

સંગઠિત વિરોધને કારણે અનેક દેશોની સામાજિક દશા બદલાઈ. રંગભેદ, વર્ણભેદ, સમલૈગિંકતા, જાતિ-ધર્મ આધારિત ભેદભાવ વિરુદ્ધ કાયદાઓ બન્યાં

લંડનમાં યોજાઈ રહેલાં માર્ક્સવાદી તહેવારના આયોજકો પૈકી એક લુઇસ નિલસન કહે છે કે સમાજને બદલવા માટે ક્રાંતિની જરૂર પડે છે. અમે લોકો સમાજને બહેતર બનાવવા માટે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. આ જ રીતે આપણે 8 કલાક કામ કરવાનો અધિકાર મેળવ્યો છે.

કાર્લ માર્ક્સની વ્યાખ્યા એક દાર્શનિક તરીકે કરવામાં આવે છે. જોકે, નિલસન આનાથી બહુ સહમત નથી.

તેઓ કહે છે કે તેમણે જે કંઈ પણ કર્યુ અને લખ્યું તે એક દર્શન સમાન લાગે છે પરંતુ તમે જ્યારે એમનું જીવન અને કામોને ધ્યાનથી જુઓ તો પામો છો કે તેઓ એક કર્મશીલ હતા. એક્ટિવિસ્ટ હતા. એમણે આંતરાષ્ટ્રિય કામદાર સંઘની સ્થાપના કરી. તેઓ ગરીબ લોકોની હડતાળમાં સામેલ થયા.

નિલસન કહે છે, મહિલાઓને મત આપવાનો અધિકાર કેવી રીતે મળ્યો? તે સંસદે નથી આપ્યો પરંતુ તેને સંગઠિત થઈ, પ્રદર્શન-વિરોધ કરીને મેળવવામાં આવ્યો છે. આપણને શનિવાર-રવિવારની રજા કેવી રીતે મળી? એ એટલા માટે મળી કેમ કે દરેક મજૂરો એક થયા અને હડતાળ પર ગયા.

5. એમણે સરકાર, બિઝનેસગૃહો અને મીડિયાની સાઠગાંઠ પર નજર રાખવાનું કહ્યું.

જો સરકાર મોટાં ધંધાદારી સમૂહો સાથે સાઠગાંઠ કરી લે તો તમને કેવું લાગે? જો ગુગલ તમારી બધી માહિતી ચીનને આપી દે તો શું મે સુરક્ષિત મહેસુસ કરો?

કાર્લ માર્ક્સે 19મી સદીમાં કંઈક આવું જ અનુભવેલું. જોકે, એ વખતે સોશિયલ મીડિયા નહોતું પરંતુ તેમ છતાં તેઓ એવાં પહેલા વ્યકિત હતા જેમણે આવી સાઠગાંઠની વ્યાખ્યા કરી હતી.

બ્યૂનસ આર્યસ યુનિવર્સિટીના પ્રોફેસર વૈલેરિયા વેધ વાઇસ કહે છે કે તેમણે એ સમયે સરકારો, બૅન્કો, વેપારીગૃહો અને બજારીકરણના મુખ્ય એજન્ટોની વચ્ચેની સાઠગાંઠનો અભ્યાસ કર્યો. આ અધ્યયનમાં તેઓ સમયની પાછળ 15મી શતાબ્દી સુધી પહોંચ્યા હતા.

વૈલેરિયા વેધ વાઇસના કહ્યા મુજબ એમનો નિષ્કર્ષ એ હતો કે જો કોઈ પ્રથા વેપાર માટે લાભકારક હોય તો સરકાર એનું સમર્થન કરે છે. જેમ કે, ગુલામીપ્રથા.

તેઓ આગળ કહે છે, કાર્લ માર્ક્સે મીડિયાની શક્તિઓને ઓળખી હતી. લોકોની વિચારશક્તિને પ્રભાવિત કરવા માટે આ એક બહેતર માધ્યમ હતું. આપણે હજી અત્યારે ફૅક ન્યૂઝની વાત કરીએ છીએ પણ માર્ક્સે તો એના વિશે ખૂબ પહેલા કહી દીધુ હતુ.

વૈલેરિયા વેધ વાઇસ કહે છે કે માર્ક્સના એ સમયમાં પ્રકાશિત લેખોનો અભ્યાસ કરતા હતા. તેમણે તારણ કાઢ્યુ કે ગરીબ લોકો દ્વારા કરવામાં આવતા અપરાધોને વધારે જગ્યા આપવામાં આવતી જ્યારે રાજનેતાઓના અપરાધોની ખબરને દબાવી દેવામાં આવતી.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો