You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીનો ઇન્ટરવ્યૂ લેનાર અક્ષય કુમારની નાગરિકતા મુદ્દે છેડાયું ટ્વિટર યુદ્ધ
અભિનેતા અક્ષય કુમારની નાગરિકતા પર પાછલા દિવસોમાં સવાલો ઊઠતા રહ્યા છે.
અક્ષય કુમારે મતદાન કર્યા પછી તસવીર પોસ્ટ કરવી જોઈએ તેવી માગ મીડિયા પર ઉઠી હતી. હાલમાં જ એક પત્રકારે જ્યારે આ વિશે તેમને સવાલ પૂછ્યો તો તેઓ તેનાથી બચતા નજરે પડ્યા.
હવે અક્ષય કુમારે આ મામલે મૌન તોડ્યું છે.
અક્ષય કુમારે ટ્વીટર પર લખ્યું, "હું નથી જાણતો કે મારી નાગરિકતામાં આટલો રસ લઈ નકારાત્મકતા કેમ ફેલાવવામાં આવી રહી છે. મેં આ મામલામાં ક્યારેય કંઈ છૂપાવ્યું નથી કે મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે."
અક્ષયે લખ્યું, " એ પણ સાચું છે કે છેલ્લાં સાત વર્ષોથી હું કેનેડા ગયો નથી. હું ભારતમાં કામ કરું છું અને ટેક્સ પણ ભારતમાં જ ભરું છું."
અક્ષય કુમારે વધારે શું લખ્યું?
- આટલા વર્ષોમાં દેશપ્રેમને સાબિત કરવાની મારે ક્યારેય જરૂરિયાત ઊભી નથી થઈ.
- મને એ વાતનું દુ:ખ છે કે મારી નાગરિકતાને બળજબરીથી વિવાદમાં લાવવામાં આવી રહી છે.
- આ એક વ્યક્તિગત, બિનરાજકીય અને બીજા લોકો માટે મતલબ વિનાનો મુદ્દો છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- અંતમાં એટલું જ કહેવા માગીશ તે દેશને મજબૂત કરવા માટે હું મારું નાનું યોગદાન આપતો રહીશ.
તમે આ વાંચ્યું કે નહીં?
સોશિયલ મિડીયા પર લોકોએ શું કહ્યું?
રાજૂએ લખ્યું- લવ યુ સર, આભાર આપે જે કંઈ પણ કર્યું.
સચિન સક્સેના લખે છે, સર તમે આની અવગણના કરો. આ બધું 23મે પછી પણ યથાવત રહેશે.
સુનિલને અક્ષયને જવાબ આપતાં લખ્યું-દિલ જીતી લીધું પાજી તમે.
અમિત રાણાએ લખ્યું- સર આની કોઈ જરૂર નથી. જેટલું તમે દેશ માટે કરો છો, એટલું કોઈ નથી કરતું.
જોકે કેટલાંક લોકો એવા પણ હતા, જેમણે અક્ષયની સ્પષ્ટતા પર સવાલો ઊભા કર્યા.
ગણેશ નામના યુઝરે લખ્યું- સર જ્યારે તમે ભારતમાં રહો છો અને અહીં ટેક્સ ભરો છો તો કેનેડાનો પાસપોર્ટ કેમ રાખો છો. શું તમને ભારતમાતાની શરમ લાગે છે?
મોહિત ત્રિપાઠી લખે છે- સર તમે એક સાચા ભારતીય છો, અમારે કોઈ પુરાવાઓની જરૂર નથી.
કેટલાંક દિવસો પહેલાં જ અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 67 મિનિટ લાંબુ ઈન્ટરવ્યૂ કર્યુ હતું. જેની ચર્ચા સોશિયલ મિડીયા પર ખૂબ થઈ હતી.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો