હરણે કરેલા હુમલામાં એક વ્યકિતનું મોત, ઑસ્ટ્રેલિયામાં બની ઘટના

ભાગ્યે જ જોવા મળતી ઘટનામાં ઑસ્ટ્રેલિયામાં હરણે હુમલો કરતાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે અને એક વ્યકિત ઘાયલ થઈ છે.

દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં બુધવારે આ ઘટના બની છે.

પોલીસના જણાવ્યા મુજબ વાનગ્રાત્તા શહેરમાં એક મહિલા અને એક પુરુષ પર હરણે હુમલો કર્યો હતો.

આ શહેર મૅલબર્નથી 250 કિલોમિટર દૂર આવેલું છે.

આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયાં છે અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પોલીસનું કહેવું છે કે તેમણે ઘટનાસ્થળે હરણને મારી નાંખ્યું છે અને કેસમાં હાલ તપાસ ચાલી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો