ટ્રમ્પ-કિમની બીજી મુલાકાત અંગે ચાર પડકારો

ઇમેજ સ્રોત, SAUL LOEB/Getty Images
- લેેખક, બારબરા પ્લેટ અશર
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર એમની અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે બીજી મુલાકાત 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
ડોનાલ્ડ ટ્રમ્પને તેમના સ્ટેટ ઑફ દ યૂનિયન ભાષણમાં આ અંગે ઘોષણા કરી હતી.
તેમણે સમ્મેલનની જગ્યાની પણ ઘોષણા કરી હતી.
કિમ ઉન જોંગ સાથે ટ્રમ્પની પહેલી મુલાકાત સિંગાપોરમાં થઈ હતી અને હવે બીજું શિખર સંમેલન વિયતનામમાં થશે.
પણ, બીજી મુલાકાતની તૈયારીમાં જોતરાઈ ગયેલા બન્ને નેતાઓ સામે કેટલાક પડકારો પણ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પડકાર નંબર 1 : નક્કર પગલાં જરૂરી

ઇમેજ સ્રોત, SAUL LOEB/Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે જૂન 2018માં થયેલી પ્રથમ મુલાકાત અંગે ઘણી આતુરતા અને ચર્ચા જોવા મળી હતી અને બન્ને નેતાઓએ આ આડંબરયુક્ત મુલાકાતને વટાવી લેવાનો પણ સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો.
કદાચ આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન સંબંધો પર જામી ગયેલા બરફ પીગળવાની અસર બન્ને તરફ જોવા મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ આ બેઠક બાદ વાત ધાર્યા અનુસાર આગળ વધી શકી નહોતી. ઉત્તર કોરિયાને પરમાણું હથિયારમાંથી મુક્ત કરવાના અમેરિકાના લક્ષ્ય મુજબ કોઈ નક્કર પરિણામ આવી શક્યું નહોતું.
ઉત્તર કોરિયા એ વાત પર નિરાશ છે કે અમેરિકા એના પર લગાડવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટ આપવા તૈયાર નથી.
એટલે હવે બન્ને પક્ષો પર એ વાતનું દબાણ છે કે તેમની બેઠકનું કોઈ નક્કર પરિણામ આવે.
મુશ્કેલી ત્યાં ઊભી થઈ છે કે બન્ને નેતાઓએ પરમાણુ મુદ્દાને વ્યક્તિગત બનાવી દીધા છે.

આપને આ પણ વાંચવું ગમશે

ટ્રમ્પ અને કિમને એકબીજા સાથે સીધી વાતચીત કરવી પસંદ છે.
એમની વચ્ચે પત્રો અને હૂંફાળા શબ્દોનું આદાનપ્રદાન થયું છે.
અમેરિકાને એ વાતની ચિંતા છે કે આ રીત ટ્રમ્પ કરતાં કિમ જોંગ ઉન માટે લાભકારી છે.
આનું સમાધાન એ છે કે બન્ને નેતાઓ વચ્ચે શિખર મંત્રણા યોજાય એ પહેલાં અધિકારી સ્તરે ચર્ચા થાય તે જરૂરી છે.
ગઈ વખતે આમ કરવામાં આવ્યું નહોતું પણ આ વખતે આ થવા જઈ રહ્યું છે.
ખરેખર સફળતા તો એ કહેવાશે કે શિખર મંત્રણા દરમિયાન નિષ્ણાતોના સ્તરે આગળ વધવા માટે એક માળખા પર સહમતિ સાધવામાં આવે.

બીજો પડકાર : એક દિશામાં આગળ વધવું

ઇમેજ સ્રોત, SAUL LOEB/Getty Images
ટ્રમ્પ અને કિમ વચ્ચે સિંગાપુરમાં થયેલી મુલાકાત દરમિયાન બન્ને દેશો, કોરિયાઈ દ્વીપકલ્પને સંપૂર્ણપણે હથિયારોથી મુક્ત કરવામાં સંમત થયા હતા.
પણ એમનો જે હેતુ હતો તે વાતો તો કહેવામાં આવી જ નહોતી. આ અંગે જ સવાલ છે કે શું આ મુદ્દે કોઈ કરાર થઈ શકશે કે નહીં.
અમેરિકા માટે પરમાણું હથિયાર સમાપ્ત કરવાનો અર્થ છે કે ઉત્તર કોરિયા એકતરફી રીતે જ પોતાનાં તમામ પરમાણું હથિયાર સમાપ્ત કરી દે અને આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને એ અંગે પુષ્ટિ કરવાની મંજૂરી આપે.
ઉત્તર કોરિયા માટે આનો અર્થ છે અમેરિકા 'આના જવાબમાં' આ વિસ્તારમાંથી પોતાનાં પરમાણું હથિયારોને હટાવી દે કે જેથી એના પર તોળાતું જોખમ દૂર થઈ જાય.

આપને આ પણ વાંચવું ગમશે

આમાં મોટા ભાગની વાતો પર અમેરિકા ભાવ-તાલ કરવા માગતું નથી.
અમેરિકન સેનાના જનરલ ભલે આશ્ચર્ય પામ્યા હોય પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે દક્ષિણ કોરિયામાં હાજર સૈનિકોને તે પાછા બોલાવી લેવા માગે છે.
પણ એમણે એ પણ કહ્યું કે હાલમાં તો આવું કરવાની કોઈ યોજના નથી.
જો કે કિમ જોંગ ઉને પરમાણુ હથિયાર હટાવવા અંગે લેખિત રીતે કોઈ વચન આપ્યું નથી.
નિષ્ણાતોનું માનવું છે કે એના પર આ માટે દબાણ લાવવું જોઈએ અને આ માટે વિસ્તૃત રુપરેખા તૈયાર કરી એના પર એમની સહમતી સાધવી જોઈએ.
આ એક ખરેખરનો પડકાર છે.
અમેરિકન વિદેશ મંત્રાલયમાં ઉત્તર કોરિયા માટે પ્રતિનિધિ સ્ટીફન બીગને ગયા અઠવાડિયે માન્યું હતું કે પરમાણુ હથિયાર હટાવવાના માર્ગમાં અડચણો છે.
એમણે એ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં ઉત્તર કોરિયા સાથે એક કરાર કરવામાં આવશે.

પડકાર નંબર 3 : પરમાણું હથિયારો અંગે પગલાં લેવાં

ઇમેજ સ્રોત, SAUL LOEB/Getty Images
બન્ને પક્ષો તરફથી જે સંકેતો મળ્યા છે તે પરથી ટ્રમ્પ અને કિમની મુલાકાત દરમિયાન કેટલાંક પગલાં ઉઠાવવામાં આવશે એની આશા વધી ગઈ છે.
બીગનના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ પ્રસ્તાવ મૂક્યો છે કે જો ટ્રમ્પ પ્રશાસન વળતો ઉત્તર આપે તો તે પરમાણુ બૉમ્બનું ઈંધણ તૈયાર કરનારા તેના બધા જ રિએક્ટરોને નષ્ટ કરી દેશે.
કિમ જોંગ ઉન, એના બદલામાં પ્રતિબંધોમાં છૂટ આપવાની અને સુરક્ષાની ખાતરી ઇચ્છે છે.
જેમ કે કોરિયાઈ યુધ્ધ સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવે.
અત્યારે તો એવું જણાઈ રહ્યું છે કે અમેરિકા પરમાણુ હથિયાર હટાવવા માટે વાસ્તવિક પગલાં ઉઠાવવાની પોતાની માગ અંગે વલણમાં ઢીલ મૂકી રહ્યું છે.
કિમ જોંગ ઉન એક ડગલાની સામે એક ડગલું માટેની જ વાતની તરફેણ કરી રહ્યું છે અમેરિકા પણ એના સૂરમાં સૂર પુરાવતું જણાઈ રહ્યું છે.

આપને આ પણ વાંચવું ગમશે

એવા પણ અહેવાલો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ હથિયારોના નિર્માણ પર રોક મૂકવાની સ્થિતિમાં તેને પ્રતિબંધોમાં આંશિક છૂટ મળી શકે છે.
એ સ્પષ્ટ છે કે ઉત્તર કોરિયાએ પરીક્ષણો તો અટકાવી દીધા છે પણ ઉત્પાદન બંધ કર્યું નથી.
આ મદ્દે આગળ પડકાર તો એ રહેશે કે ઉત્તર કોરિયા પોતાની પાસે રહેલાં તમામ પરમાણુ હથિયાર નષ્ટ કરવાની દિશામાં નક્કર પગલાં ભરે.
ચિંતા તો એ વાતની છે કે પરમાણુ હથિયાર નષ્ટ કરવાનો સ્પષ્ટ માર્ગ નક્કી કરવાને બદલે એક વચગાળાનો કરાર કરવામાં આવે.

પડકાર નંબર 4 :

ઇમેજ સ્રોત, SAUL LOEB/Getty Images
અમેરિકામાં જો કોઈ ઉત્તર કોરિયાને ઓળખે છે તો એની ધારણા તો એ જ છે કે કિમ જોંગ ઉન પોતાના પરમાણુ હથિયાર કાર્યક્રમને બંધ નહીં કરે.
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના નિજેશક ડૈન કોટ્સે ગયા અઠવાડિયે સેનેટની એક કમિટીને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતાઓનો દૃષ્ટિકોણ એ છે કે 'પોતાના શાસનને જાળવી રાખવા માટે પરમાણુ હથિયાર અત્યંત જરૂરી છે.'
ખાસ કરીને એ સંજોગોમાં કે જ્યારે અમેરિકા એમની સત્તા ઉખાડવાની તૈયારીમાં હોય.
તો નિષ્ણાતોનું માનવું છે કે કિમ જોંગ ઉન એવી વ્યૂહાત્મક સ્થિતિ ઊભી કરવા માગે છે કે જેથી ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર સંપન્ન દેશ તરીકે માન્યતા મળી જાય.
નવા વર્ષના પોતાના ભાષણમાં કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે પરમાણુ હથિયાર હટાવવાના પોતાના વચન હેઠળ ઉત્તર કોરિયા , ના તો પરમાણુ હથિયાર બનાવશે કે પછી ના તો એનું સંવર્ધન કરશે.

આપને આ પણ વાંચવું ગમશે

પેંટાગનના પૂર્વ અધિકારી એ પણ તર્ક આપી રહ્યા છે કે હથિયારને સંપૂર્ણ પણે નષ્ટ કરવાને બદલે હથિયારના નિયંત્રણ પર વાતચીત કરવી વધારે તર્કસંગત રહેશે.
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી ઉત્તર કોરિયાની સત્તા પોતાને સુરક્ષિત અનુભવ કરતી નથી ત્યાં સુધી પરમાણુ હથિયાર હટાવવાની દિશામાં પ્રગતિ સંભવ નથી.
તેઓ માને છે કે કિમ જોંગ ઉનને એ સમજાવી શકાય તેમ છે કે સત્તા ટકાવી રાખવા માટે પરમાણુ હથિયાર જરૂરી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યુબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












