પ્રથમ વિશ્વયુદ્ધ વખતનો બૉમ્બ બટાકામાંથી મળી આવ્યો

વિશ્વયુદ્ધ વખતનો બૉમ્બ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ વિશ્વયુદ્ધ વખતનો જર્મન હૅન્ડ ગ્રૅનેડ બૉમ્બ મળી આવ્યો છે, પોલીસના કહેવા પ્રમાણે હૉંગ કૉંગની ચીપ્સ બનાવતી કંપની માટે જહાજમાં ફ્રાંસથી લઈ જવાતા બટાકામાંથી આ બૉમ્બ મળી આવ્યો હતો.

3 ઇંચ પહોળો આ બૉમ્બ 'અસામાન્ય સ્થિતિ'માં મળ્યો હોવાનું અધિકારીઓ જણાવે છે. આ બૉમ્બ ડિસ્ચાર્જ થયો હતો પણ ફૂટ્યો ન હતો.

શનિવારે સવારે આ બૉમ્બ પૂર્વ સઈ કુંગના કૅલબી ક્રિસ્પ-મેકિંગ ફૅક્ટરીમાંથી મળી આવ્યો હતો.

બૉમ્બ ડિસ્પોઝલ ઑફિસર દ્વારા આ બૉમ્બ સાવચેતીથી કબજે લેવાયો હતો.

વોંગ હો-હોનના સુપરિન્ટેન્ડેન્ટે પત્રકારોને જણાવ્યું, "અત્યાર સુધી મળતી તમામ માહિતી સૂચવે છે કે ગ્રૅનેડ બટાકા સાથે ફ્રાંસથી આવ્યો છે."

તેમણે એવું પણ જણાવ્યું કે ભારે દબાણ સાથે પાણીનો મારો ચલાવવાની પદ્ધતિથી આ બૉમ્બને ડિફ્યૂઝ કરી દેવાયો છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

એવી એક શક્યતા ચર્ચાઈ રહી છે કે ફ્રાંસમાં ઉગાડેલા બટાકા કાઢતી વખતે ભૂલથી આ બૉમ્બ પણ કાઢી લેવાયો હશે.

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટને મિલિટરીનો અભ્યાસ ધરાવતા ઇતિહાસકાર ડેવ મેકરીએ જણાવ્યું, "આ ગ્રૅનેડને યુદ્ધ વખતે સૈનિકોએ ત્યાં છોડ્યો હોવાની અને નાંખ્યા બાદ ત્યાં જ રહી ગયો હોવાની શક્યતા છે."

ગયા વર્ષે હૉંગ કૉંગમાંથી વિશ્વયુદ્ધ વખતના બે બૉમ્બ મળી આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો