મમતા vs CBIના મામલા વચ્ચે પ. બંગાળમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ

મમતા

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ભાજપના કાર્યલયમાં તોડફોડ કરવામાં આવી છે.

અહેવાલો જણાવી રહ્યા છે કે કાર્યાલયમાં ખુરશીઓ ફેંકી દેવામાં આવી છે, પક્ષનાં બેનર અને ઝંડા ફાડી નાખવામાં આવ્યા છે.

આ પહેલાં કૉલકાતામાં પોલીસ અને સીબીઆઈ વચ્ચેનો મામલો વધુ ગૂંચવાતો જોવા મળ્યો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સોમવાર બપોરે કૉલકાતા પોલીસે સીબીઆઈના જૉઇન્ટ ડાયરેક્ટ શ્રીવાસ્તવને સમન્સ પાઠવ્યાં હતાં.

પોલીસે શ્રીવાસ્તવ પર કેસને આડા પાટે ચડાવવાનો આરોપ લગાવ્યો.

તો બીજી બાજુ, સમગ્ર મામલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહ મંત્રાલયને પોતાનો અહેવાલ સોંપી દીધો છે.

નોંધનીય છે કે 'શારદા ચિટ ફંડ' મામલે કૉલકાતાના પોલીસ કમિશરન રાજીવકુમારની પૂછપરછ કરવા માટે સીબીઆઈની ટીમ પહોંચી હતી.

જોકે, 'કોઈ પણ પ્રકારના વૉરંટ વગર' સીબીઆઈની ટીમ પહોંચી હોવાનું જણાવી બંગાળ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

જે બાદ બંગાળમાં 'સીબીઆઈ વિરુદ્ધ મમતા બેનરજી'ની સ્થિતિનું નિર્માણ થયું હતું.

line

સત્તામાં આવ્યા તો ગરીબને 10 હજાર રૂપિયા આપીશું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/@INCINDIA

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી વિજયી થશે અને દિલ્હીમાં તેમની સરકાર બનશે તો દેશમાં ન્યૂનતમ આવક યોજના લાગુ કરવામાં આવશે.

યોજના હેઠળ દરેક ગરીબના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરવામાં આવશે.

પટનામાં આયોજિત જન આંકાક્ષા રેલીમાં તેમણે કૉંગ્રેસની સરકાર બને એટલે પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની પણ વાત કહી હતી.

આ પૂર્વે બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે પટના યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિ.નો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

જોકે, વડા પ્રધાને આ માંગણીને નજરઅંદાજ કરી દીધી હતી.

line

ઑસ્ટ્રેલિયામાં પૂરની સ્થિતિ, ડૅમના તમામ દરવાજા ખોલી દેવાયા

ઑસ્ટ્રેલિયામાં ભારે ગરમી બાદ પૂરની સ્થિતિ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં ભારે ગરમી બાદ પૂરની સ્થિતિ

ઑસ્ટ્રેલિયાના ટાઉન્સવિલ શહેરના અધિકારીઓ ડૅમના ફ્લડગેટ્સ(દરવાજા) ખોલીને તેમાંથી પાણી છોડી પાડોશના વિસ્તારોમાં પૂર સર્જવા મજબૂર થયા છે.

કેમ કે, ત્યાંનો ડૅમ અતિભારે વરસાદને કારણે ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે. આથી તેમાંથી પાણી ઓછું કરવા ફ્લડગેટ્સ ખોલી દેવાયા છે.

ઉત્તર-પશ્ચિમ શહેરના અને તેની આસપાસના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેમના જીવને જોખમ છે.

આથી તમામને ઊંચાણવાળા સુરક્ષિત વિસ્તારમાં સ્થળાંતરની સલાહ આપવામાં આવી છે.

પૂરને કારણે અંદાજે 20 હજાર મકાનોને અસર થવાની ભીતિ છે. ટાઉન્સવિલમાં એક જ સપ્તાહમાં 3.3 ફૂટ વરસાદ નોંધાયો છે.

વર્ષની સિઝનમાં આ સમયગાળામાં રહેતા સરેરાશ વરસાદ કરતાં 20 ગણો વરસાદ વરસી ચૂક્યો છે.

અગાઉ 1998માં આવું થયું હતું. જેને પછી 'નાઇટ ઑફ નોઆહ' તરીકે ઓળખવામાં આવે છે.

રવિવારે રોસ નદી પરના ડૅમના તમામ દરવાજા ખોલી દેવાયા હતા, કેમ કે જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શી ગયું હતું અને ચોમાસાનો વરસાદ વધુ માત્રામાં વરસી રહ્યો છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન

યોગી આદિત્યનાથે ફોન પર સંબોધી સભા

યોગી આદિત્યનાથની તસવીર

ઇમેજ સ્રોત, Yogi Adityanath@Twitter

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રવિવારે પશ્ચિમ બંગાળના બાલુરઘાટ ખાતે એક રેલીને સંબોધવાના હતા, પરંતુ તેમના હેલિકૉપ્ટરને ઉતરવા દેવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

આને કારણે વિવાદ ઊભો થયો હતો.

આથી આદિત્યનાથે લખનૌથી જ ફોન ઉપર રેલીને સંબોધિત કરી હતી.

આદિત્યનાથે કહ્યું કે મમતા બેનર્જીની ટીએમસી (તૃણમુલ કૉંગ્રેસ) સરકારે ડરીને મને ત્યાં આવવા નથી દીધો. એટલે મારે મોદીજીના ડિજિટલ ઇંડિયા માધ્યમથી તમને સંબોધિત કરવા પડી રહ્યા છે.

આદિત્યનાથે મમતાની સરકારને 'લોકશાહી વિરોધી, જનતા વિરોધી તથા અરાજકતાને પ્રોત્સાહન આપનારી' સરકાર કહી હતી.

આદિત્યનાથે આરોપ મૂક્યો હતો, "મમતા સરકાર ડરી ગઈ છે એટલે જ અમિત શાહની રથયાત્રા અટકાવી અને હવે મને અટકાવી રહ્યા છે."

લાઇન
લાઇન

વેનેઝુએલામાં ગ્યુએડોને મદદ કરશે અમેરિકા

વેનેઝુએલામાં લોકો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલામાં મદુરોના સમર્થનમાં લોકો રસ્તા ઉપર

અમેરિકાના સ્વઘોષિત વચગાળાના રાષ્ટ્રપતિ જુઆન ગ્યુએડોને મદદ કરવા માટે અમેરિકા સહાય મોકલશે. ગ્યુએડોની વિનંતી બાદ અમેરિકાએ આ જાહેરાત કરી હતી.

શનિવારે રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો તથા વિપક્ષી નેતા જુઆન ગ્યુએડોના સમર્થકો મોટી સંખ્યામાં રાજધાની કારાકસમાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યાં હતાં.

મદુરોનો આરોપ છે કે આંતરરાષ્ટ્રીય મદદ લઈને ગ્યુએડો બળવો કરવા પ્રયત્નશીલ છે તેમણે આંતરરાષ્ટ્રીય સહાય પણ નકારી કાઢી હતી.

મદુરોને સેનાનું સમર્થન હાંસલ છે, પરંતુ ઍરફોર્સના જનરલ ફ્રાન્સિસ્કો યેન્ઝ સર્વોચ્ચ સૈન્ય અધિકારી બન્યા, તે પછી તેમણે હજુ કોઈપણ ઉમેદવારને ટેકો જાહેર નથી કર્યો.

મદુરોને રશિયા તથા ચીનનું સમર્થન હાંસલ છે, જ્યારે ગ્યુએડોને અમેરિકા સહિત અન્ય પશ્ચિમી રાષ્ટ્રોનું સમર્થન હાંસલ છે.

line

UAE ની ઐતિહાસિક મુલાકાતે પોપ

યૂએઈના ક્રાઉન પ્રિન્સ સાથે પોપની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યૂએઈના ક્રાઉન પ્રિન્સ સાથે પોપ

પોપ ફ્રાન્સિસ યુનાઇટેડ આરબ અમિરાત (યૂએઈ)ની ઐતિહાસિક મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા હતા, જ્યાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ ઝયાન અલ-નહાયને તેમને આવકાર્યા હતા.

પોપ મંગળવારે એક સર્વધર્મ સમભાવ કૉન્ફરન્સમાં ભાગ લેશે, જેમાં લગભગ એક લાખ 20 હજાર લોકો ભાગ લે તેવી શક્યતા છે.

યૂએઈમાં લગભગ દસ લાખ ખ્રિસ્તી રહે છે, જેઓ મોટાભાગે ભારત કે ફિલિપિન્સથી ત્યાં પહોંચ્યા છે.

યમનમાં સાઉદી અરેબિયાના નેતૃત્વમાં ગઠબંધન દ્વારા હાથ ધરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ પ્રવર્તમાન છે.

યૂએઈની મુલાકાતે જતા પહેલાં યમનમાં પ્રવર્તમાન ગૃહયુદ્ધની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

જોકે, તેઓ આ મુદ્દો જાહેરમાં ઉઠાવશે કે ખાનગીમાં આ અંગે ચર્ચા કરશે, તે અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી.

line

'નિસાન' યૂકેના બદલે જાપાનમાં કારનું ઉત્પાદન કરશે?

નિસાન યૂકેમાં નહીં કરે નવા મૉડલનું ઉત્પાદન

ઇમેજ સ્રોત, Getty Images

કારનિર્માતા કંપની નિસાને પુષ્ટિ કરી છે કે તેના નવા મૉડલ એક્સ-ટ્રેઇલનું ઉત્પાદન યૂકેની જગ્યાએ જાપાનમાં કરવામાં આવશે.

કર્મચારીઓને પાઠવેલા પત્રમાં કંપનીએ કહ્યું છે કે બ્રેક્સિટ મામલેની અનિશ્ચિતતાને પગલે ભાવિ આયોજન કરવામાં મદદ ન મળી રહી હોવાથી આ નિર્ણય કરાયો છે.

વર્ષ 2016માં કંપનીએ સરકાર તરફથી ખાતરી મળતા તેનું નવું મૉડલ યૂકેમાં બનાવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ હવે નિસાને નિર્ણય બદલી નાખ્યો છે. યૂ

કેની સરકારનું કહેવું છે કે કંપનીનો નિર્ણય ઑટોમોબાઇલ ક્ષેત્ર માટે ફટકો છે, પણ રોજગારીને ફટકો ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો