USમાં બનાવટી પ્રવેશ મામલે ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ : ભારતે ચિંતા વ્યક્ત કરી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ અંગે ભારતે શનિવારે નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતવાસામાં ચિંતા વ્યક્ત કરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના પ્રમાણે ભારતે એ વિદ્યાર્થીઓ તાત્કાલિક મદદ આપવાની માગ કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ આ મામલાને ગંભીરતાથી જોઈ રહ્યા છે અને આ અંગે સમાધાન લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.
અમેરિકામાં 130 વિદેશી વિદ્યાર્થીઓની એક બનાવટી યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે અમેરિકન સુરક્ષા દળોએ ધરપકડ કરી છે.
કહેવાય છે કે આ પૈકી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ છે. આ ધરપકડ બુધવારે કરાઈ હોવાનું જાણવા મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાએ શું કહ્યું?

અમેરિકન દૂતાવાસમાં ભારતે ચિંતા વ્યક્ત કરી એ અંગે દૂતાવાસના પ્રવક્તાએ પીટીઆઈને કહ્યું, "અમને આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે જાણ કરી છે. અમારી પાસે એ વિદ્યાર્થીઓને કાયદાકીય મદદ કરવાની માગ પણ આવી છે."
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ સાથે એડમિશન મુદ્દે ઠગાઈ થઈ છે અને આ ઘટનાને એ દૃષ્ટિએ જ જોવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશ મંત્રાલયનું કહેવું છે, "અમે અમેરિકા પાસે સમગ્ર ઘટનાની વિગતો માગી છે અને અમને નિયમિત રીતે આ અંગે જાણ કરવામાં આવે એવી માગ કરાઈ છે. અમારા વકીલો પીડિત વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તેમનો સંપર્ક સાધી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું છે કે અત્યાર સુધી 30 વિદ્યાર્થીઓનો વકીલ સાથે સંપર્ક થઈ શક્યો છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
વિદેશ મંત્રાલયે વૉશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસમાં એર હેલ્પલાઇન નંબરની પણ વ્યવસ્થા કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












