You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનની મંદી, ભારત માટે પણ ચિંતાનો વિષય?
છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક નિષ્ણાતોને જે વાતનો સંદેહ હતો તે આંકડાઓની પુષ્ટી થઈ રહી
તાજેતરના આંકડાઓ પ્રમાણે ચીનની આર્થિક પ્રગતિ 1990 બાદ સૌથી ધીમી ગતિથી થઈ રહી છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરની પણ આશંકા છે.
સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2018માં ચીનનું અર્થતંત્ર 6.6 ટકાના દરથી આગળ વધ્યું છે.
આર્થિક વિશેષજ્ઞો પ્રમાણે આની અસર ભારત સહિત આખી દુનિયા પર પડશે.
તેમના મતે ચીનમાં આવેલી મંદીને કારણે નીચે પ્રમાણેની અસર થઈ શકે છે.
- વૈશ્વિક વિકાસમાં ચીનના અર્થતંત્રનો એક તૃત્યાંશ ફાળો છે.
- ચીનનું અર્થતંત્ર દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર છે.
- મંદીને કારણે ચીનને નિકાસ કરનારા દેશોને અસર થશે.
- નોકરીઓ પર પ્રભાવ જોવા મળી શકે છે.
- ચીને જે દેશોમાં રોકાણ કર્યું છે તેના પર અસર જોઈ શકાય છે.
- ભારતના વિદેશ મંત્રાલય પ્રમાણે ચીનને 2014માં ભારતમાં 116 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
- 2017માં ભારતમાં ચીનનું રોકાણ વધીને 160 અબજ ડૉલર થઈ ગયું હતું.
સોમવારના આંકડા હેરાન કરનાર નથી કારણ કે પહેલાંથી જ આ બાબતે આશંકા જાહેર કરવામાં આવી રહી હતી.
જોકે, દુનિયાના બીજા નંબરના અર્થતંત્રને લઈને હવે ચિંતાઓ વધી રહી છે.
ચીનમાં આર્થિક પ્રગતિની ગતિ ઘટવાથી પૂરી દુનિયા પર અસર થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન તથા અમેરિકા વચ્ચે વ્યાપાર યુદ્ધને કારણે વર્તમાન પરિસ્થિતિ વધુ ગંભીર જણાય છે.
સોમવારે જે આંકડા સામે આવ્યા છે તેના પ્રમાણે વૈશ્વિક આર્થિક સંકટ બાદ એક ત્રૈમાસિકમાં ચીનનું અર્થતંત્ર સૌથી ધીમી ગતિથી વધ્યું છે.
ચીનના અર્થતંત્ર પર નજર રાખવાવાળા વિશ્લેષકોએ જીડીપીને લઈને સાવચેત રહેવાની સલાહ આપે છે.
આ આંકડાઓ ચીનના વિકાસ દર માટે મહત્ત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.
શું થશે અસર
બીબીસી સંવાદદાતા કરિશ્મા વાસવાની પ્રમાણે ચીનના અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે.
એ ચર્ચાનો વિષય નથી રહ્યો કારણ કે ચીન ઘણાં વર્ષોથી કહી રહ્યું છે કે તેનું ધ્યાન વિકાસના પરિમાણ નહીં પણ તેની ગુણવત્તા પર છે.
તો પણ આપણે આ મામલે ખરેખર ચિંતા કરવી જોઈએ કે નહીં.
ચીનનું અર્થતંત્રનું ધીમું પડવું એટલે વિશ્વના અર્થતંત્રનો ધીમો વિકાસ.
વૈશ્વિક વિકાસમાં ચીનના અર્થતંત્રનો એક તૃત્યાંશ ભાગ છે.
નોકરીઓ, નિકાસ, ઉપયોગી વસ્તુઓના નિર્માણ કરતા દેશો બધા જ ચીન પર નિર્ભર છે.
ચીનનું અર્થતંત્ર ધીમું પડે તેનો અર્થ છે કે અર્થતંત્રને ઉગારી લેવાની ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીની ક્ષમતા હોવા છતાં તેના માટે ચીન પરનું દેવું ઉતારવું મુશ્કેલ બનશે.છે.
મંદીની ચેતવણી
પાછલા કેટલાક મહિનાઓથી ચીનના અર્થતંત્રને લઈને ચિંતા હતી, ઘણી કંપનીઓ પણ આ અંગે ચેતવણી આપી રહી હતી.
આ મહિનાની શરૂઆતમાં એપલે આગાહી કરી હતી કે ચીનમાં મંદીને કારણે તેના વેચાણ પર અસર પડશે.
કાર નિર્માતા કંપનીઓ તથા બીજી તમામ કંપનીઓએ કહ્યું હતું અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડ વૉરની અસર પણ જોવા મળશે.
ચીનની સરકાર નીતિઓમાં ફેરફાર પર વિચારણા કરી રહી છે.
ચીન હવે પોતાના અર્થતંત્રને નિકાસને બદલે આંતરિક ઉપભોગ પર નિર્ભર બનાવવા માંગે છે.
ચીનના નીતિનિર્માતાઓએ હાલમાં દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરવાના પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આમાં નિર્માણ યોજનાઓ તથા ટૅક્સ તથા બૅન્ક રિઝર્વમાં ઘટાડા કરવાનાં પગલાં પણ સામેલ છે.
અર્થશાસ્ત્રી જૂલિયન પ્રિચાર્ડ કહે છે કે 2018ના અંતમાં ચીનનું અર્થતંત્ર નબળું પડ્યું પરંતુ જેવી આશંકા હતી તેના કરતાં પરિણામ સારાં રહ્યાં હતાં.
તેઓ કહે છે કે દુનિયાનું અર્થતંત્રમાં દેખાઈ રહેલી મંદી તથા ક્રેડિટ વૃદ્ધિ નબળી રહે તેવી આશંકા છ.
એવામાં ચીનની આર્થિક પ્રગતિ દર હજુ ઘટી શકે છે. વર્ષનાં બીજા છમાસિકમાં તેને સ્થિર રહેવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો