You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS : ઇસ્લામ ત્યજીને ભાગી રહેલી સાઉદી યુવતી ઍરપૉર્ટ પર ફસાઈ
ઇસ્લામ ત્યજીને ભાગી રહેલી સાઉદી યુવતી ઍરપૉર્ટ પર ફસાઈ
સાઉદી અબેરીયાની એક યુવતીએ જણાવ્યું છે કે તે બૅંગકૉક ઍરપૉર્ટ પર ફસાઈ ગઈ છે. યુવતીના મતે તે પોતાના પરિવારથી દૂર ભાગીને ઑસ્ટ્રેલિયા જવાં માગતી હતી.
રાહફ મોહમ્મદ અલ-કુનન નામની આ યુવતીની ઉંમર 18 વર્ષની છે. તેમણે બીબીસીને જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે કુવૈતના પ્રવાસે હતી.
બે દિવસ પહેલાં તેમણે કુવૈતથી ઑસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટ લીધી હતી. બૅંગકૉકથી તે ઑસ્ટ્રેલિયા જવાની હતી.
જોકે, અહીં સાઉદી અરેબિયાના અધિકારીઓએ તેમનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો.
અલ-કુનનને જણાવાયું કે તેમણે ઇસ્લામ ત્યજી દીધો છે અને હવે તેને ભય છે કે બળજબરીપૂર્વક સાઉદી અરેબીયા લઈ જવાયા બાદ તેમનો પરિવાર તેમની હત્યા કરી નાખશે.
નયનતારા સહેગલના મરાઠી સાહિત્ય સંમેલનનો કાર્યક્રમ રદ કરાયો
મરાઠી ભાષાના સૌથી મોટા સાહિત્યિક કાર્યક્રમ 'અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન'માંથી સાહિત્યકાર નયતારા સહેગલનું નામ હટાવી દેવાયું છે.
11થી 13 જાન્યુઆરી દરમિયાન અહીંના યવતમાલમાં 92માં સાહિત્ય સંમેલનનું આયોજન થવાનું છે. જેનું ઉદ્ઘાટન નયતારા સહેગલને કરવાનું હતું.
જોકે, આયોજકોએ છેલ્લી ઘડીએ તેમને સંમલેનમાં આવવાનો ઇન્કાર કરી દીધો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંમેલનમાં તેમને સામેલ કરવા બદલ સૌ પ્રથમ 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના'એ વાંધો ઉઠાવ્યો હતો.
તેમનું કહેવું હતું કે સંમેલનનું ઉદ્ઘાટન કોઈ મરાઠી ભાષાના સાહિત્યાકાર પાસે જ કરાવવું જોઈએ.
નયનતારા સહેગલ અંગ્રેજીમાં લખતાં હોવાને કારણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વાંધો ઉઠાવ્યો હતો.
ટ્રમ્પ બોલ્યા, 'મેક્સિકો દીવાલ મામલે કોઈ સમજૂતી નહીં'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે મેક્સિકો સાથેની સરહદ પર દીવાલ બનાવવા સંબંધિત પોતાની માગને લઈને તેઓ કોઈ સમજૂતી નહીં કરે.
ટ્રમ્પની આ માગ અમેરિકન સરકારમાં આંશિંક રીતે કામબંદીનું કારણ બની છે.
ટ્રમ્પે કહ્યું કે તેમણે દીવાલ ચણવા માટે 5.6 અબજ ડૉલરના ફંડની માગ કરી હતી અને તેઓ આ રકમમાં કોઈ ઘટાડો નહીં કરે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ મામલે અમેરિકન રાષ્ટ્રપતિએ ઇમરજન્સી લાદવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
ટ્રમ્પના નવા ચીફ ઑફ સ્ટાફ મિક મુલ્વેનીએ આ પહેલાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ આ પ્રકારની સ્થિતિને લાંબા સમય સુધી ચાલુ રાખી શકે એમ છે.
નોંધનીય છે કે ડેમૉક્રેટ સરહદ પર દીવાલ ચણવાના સમર્થનમાં નથી. તેઓ આ દીવાલને 'અનૈતિક' ગણાવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં વિપક્ષને મત આપવા બદલ સામૂહિક બળાત્કાર
બાંગ્લાદેશમાં એક સામૂહિક બળાત્કારની ઘટનામાં સ્થાનિક કોર્ટે શંકાના આધારે સત્તાધારી 'અવામી લીગ'ના એક સ્થાનિક નેતા સહિત સાત લોકોની ધરપકડ કરી છે.
પીડિત મહિલાનો આરોપ છે કે તેમના પર એવા માટે બળાત્કાર ગુજારાયો કે તેમણે ચૂંટણીમાં વિપક્ષ 'બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી'ને મત આપ્યો હતો.
ચાર બાળકોની માતા એવી આ મહિલા પર ચૂંટણીની રાતે જ હુમલો થયો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાય લોકોએ આ ઘટના વિરુદ્ધ પ્રદર્શનો પણ યોજ્યાં છે.
જોકે, આ મામલે આરોપીઓ પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે પણ સત્તાધારી પક્ષે આરોપી નેતાને પક્ષમાં પાણીચું પરખાવી દીધું છે.
નોંધનીય છે કે છે ગત રવિવારે યોજાયેલી આ ચૂંટણીમાં 'અવામી લીગ'નો એકતરફી વિજય થયો હતો. જોકે, ચૂંટણીમાં ધાંધલીના સમાચારો પણ સામે આવ્યા હતા.
અમેરિકામાં એક દાયકા સુધી કૉમામાં રહેલી મહિલા મા બની
અમેરિકાના ઍરિઝોના રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં એક દાયકાથી કૉમામાં રહેલી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને એ જાણવા પ્રયાસ કરી રહી છે કે આ બીમાર મહિલાનું યૌન ઉત્પીડન કરાયું છે કે કેમ?
પીડિત મહિલા અહીંના ફિનિક્સ નામના વિસ્તારની નજીક આવેલા હૅસિન્ડા હૅલ્થકૅરના એક ક્લિનિકમાં દાખલ હતી.
હૅસિન્ડા હેલ્થકેરે આ મામલે વધુ માહિતી નથી આપી. તેમના તરફથી આ મામલે માત્ર અફસોસ વ્યક્ત કરાયો છે.
અમેરિકન ચેનલ 'સીબીએસ' અનુસાર નવજાત બાળક સ્વસ્થ છે. સુત્રોને ટાંકીને ચેનલે જણાવ્યું છે કે મહિલાના ગર્ભવતી હોવા અંગે ક્લિનિકના સ્ટાફને કોઈ જાણકારી નહોતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો