You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન સાથેની વેપારસંધિ પર માલદીવ ફેરવિચારણા કરશે : નાસિદ
- લેેખક, એન્બાર્સ ઍથિરાજન
- પદ, બીબીસી ન્યૂઝ
માલદીવની નવી સરકારે ચીન સાથેની મુક્ત વેપારસંધિમાંથી ખસી જવા માટે વિચારણા હાથ ધરી છે. સત્તારૂઢ ગઠબંધનનું માનવું છે કે આ સંધિ 'એકતરફી' છે.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાસિદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "વેપારસંધિ એકદમ એકતરફી છે.....(આયાત-નિકાસના) આંકડાઓમાં ભારે તફાવ છે."
નાસિદે ઉમેર્યું હતું કે વેપારસંધિને સંસદ દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે.
સાથી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા, તેના ગણતરીના દિવસોમાં નાસિદનું આ નિવેદન અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત, ચીન અને માલદીવનો ત્રિકોણ
'બેલ્ટ ઍન્ડ રોડ' યોજનાને આગળ ધપાવવા માટે ચીને માલદીવ સહિત હિંદ મહાસાગરના અનેક નાના રાષ્ટ્રોમાં પૉર્ટ તથા હાઈવેમાં અબજો ડૉલરનું રોકાણ વધાર્યું છે.
નિદનું કહેવું છે કે ચીનની કંપનીઓને 50 થી 100 વર્ષના પટ્ટા પર અનેક ટાપુ આપી દેવાયા છે.
યામીનનો ઝુકાવ ચીન તરફ હતો તો નાસિદનો ઝુકાવ ભારત તરફ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે માલે ખાતે સોલિહની શપથવિધિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
સોલિહ આવતા મહિને પ્રથમ વિદેશયાત્રા પર ભારત આવે તેવી શક્યતા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ચીનનું મૌન
નાસિદના તાજેતરના નિવેદન અંગે ચીન દ્વારા તત્કાળ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.
લગભગ એક અઠવાડિયા પહેલાં નાસિદે ટિપ્પણી કરી હતી કે ચીન દ્વારા પાથરવામાં આવેલી 'દેવાની જાળ'માં માલદીવ ફસાઈ જાય તેવી આશંકા છે.
એ સમયે ચીનની માલે ખાતેની ઍમ્બેસીએ નિવેદન બહાર પાડીના નાસિદની ટિપ્પણીને નકારી હતી.
ઉલ્લેખનીય છે કે સોલિહના પૂરોગામી અબ્દુલ્લા યામીને ચીન સાથેની નિકટતા વધારી હતી અને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનની યાત્રા દરમિયાન તેની સાથે મુક્ત વેપારસંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો