સાઉદી અરેબિયા પાસે હવે કેટલું તેલ બચ્યું છે અને કેટલું ચાલશે?

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયા

ઈરાન પર અમેરિકાએ ફરી પ્રતિબંધ લાદ્યા પછી સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે તે દુનિયાની ઊર્જા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. એટલે કે ઈરાનથી લોકો તેલ આયાત કરવાનું બંધ પણ કરે તો પણ સાઉદી તેલની કમી નહીં વર્તાવા દે.

ઈરાન પાસેથી તેલની ખરીદી ન કરવા અમેરિકાનું દબાણ છે. ત્યારે સવાલ એ થાય કે આખરે સાઉદી અરેબિયા પાસે કેટલું તેલ છે અને કેટલું ચાલશે?

પાછલા પાંચ દાયકાથી ઑઈલ ઍક્સપર્ટને આ સવાલ મૂંઝવી રહ્યો છે.

તેલની નિકાસ કરનારા દેશોના સંગઠન ઑપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ ધ પૅટ્રોલિયમ ઍક્સપોર્ટિંગ કંટ્રીઝ)ને સાઉદી સરકારે જે અંદાજિત ભંડારની માહિતી આપી છે તે મુજબ પ્રમાણિત તેલ ભંડાર 266 અબજ બૅરલ્સ છે. ઑપેકે 2015માં તેના વાર્ષિક બુલેટિનમાં આ માહિતી આપી હતી.

જો આ આંકડા સાચા હોય તો સરેરાશ 1.2 કરોડ બૅરલ દૈનિક ઉત્પાદનના હિસાબે સાઉદીનો તેલ ભંડાર આગામી 70 વર્ષમાં ખતમ થઈ જશે. પણ આ આંકડાઓ શંકાસ્પદ છે.

એનું કારણ એ છે કે 1987માં સાઉદીએ તેના તેલભંડાર 170 અબજ બૅરલ્સ છે એમ દર્શાવેલું, જેને 1989માં વધારીને 260 અબજ બૅરલ્સ કર્યા.

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

'સ્ટૅટેસ્ટિકલ રિવ્યૂ ઑફ વર્લ્ડ ઍનર્જી - 2016'ના રિપૉર્ટ મુજબ સાઉદી અરેબિયા 94 અબજ બૅરલ્સ તેલ વેચી ચૂક્યું છે અથવા ખર્ચી ચૂક્યું છે, પણ ઑફિશિયલી તેનો ભંડાર 260 થી 265 અબજ બૅરલ્સ છે.

જો સરકારનો ડેટા સાચો ગણીએ તો તેનો મતલબ એ થયો કે સાઉદીએ તેલની નવી જગ્યાઓ શોધી છે અથવા તો અંદાજિત ભંડારને વધારી દીધો છે.

અંદાજિત ભંડારનો જથ્થો વધારવા પાછળનો એક આધાર એ હોઈ શકે કે જે સ્થળોએ તેલનું ઉત્પાદન થાય છે ત્યાં વધુ જથ્થો છે અથવા જે જગ્યાઓએ તેલ કાઢવામાં આવ્યું છે ત્યાં પુન: ઉત્પાદન થયું છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પણ સાઉદીમાં 1936 થી 1970ના ગાળામાં તેલ ભંડારના બીજા સ્થળો શોધાયા છે. તે પછી સાઉદીમાં તેલના નવા સ્થળોની શોધ થઈ નથી.

સમસ્યા એ પણ છે કે જ્યાં-જ્યાં તેલનું ઉત્પાદન થતું હોય તેનો હિસાબ અને અંદાજીત ભંડાર વિશેની માહિતી સરકાર ખાનગી રાખે છે. તેની માહિતી અંદરના કેટલાક ગણ્યાં-ગાંઠ્યાં લોકોને જ હોય છે.

એવામાં કોઈ પણ તથ્યની ખરાઈ કરવી અશક્ય લાગે છે. ઑઈલ ઍક્સપર્ટની વિશ્વસનીયતાના પણ સવાલો છે. કારણ કે તે સાઉદી અરેબિયામાં તેલ ઉત્પાદન ઘટવાનું ક્યારથી શરુ થયું તે વિશે ફોડ પાડતા નથી.

સાઉદી અત્યારે સૌથી વધુ તેલ ઉત્પાદન કરે છે. તેનાથી એ ભવિષ્યવાણી ખોટી ઠરી છે કે સાઉદી અરેબિયાનું તેલ ઉત્પાદન ટોચ પર પહોંચ્યા પછી ગગડશે.

line

અંદાજિત ભંડાર

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

ભવિષ્યમાં તેલ ઉત્પાદનની ક્ષમતા જાણવા જુદી-જુદી પદ્ધતિઓ હોઈ શકે છે. તેનાથી એ પણ અંદાજ લગાવી શકાય કે તેલ ઉદ્યોગમાં કેટલા લોકો કામ કરે છે.

તેલ ભંડારને સમજવા માટે એક દ્રષ્ટિકોણ એ પણ છે કે ઉત્પાદન શરૂ થયા પહેલાં તેલનો ભંડાર કેટલો હતો. ઉત્પાદન શરૂ થયાં પહેલા તેલ ભંડારનો મતલબ થાય છે - ઑરિજિનલ ઑઈલ ઈન પ્લેસ (OOIP)

1970ના દાયકામાં એ વાતને લઈને વ્યાપક સહમતી હતી કે સાઉદી અરેબિયાએ 530 અબજ બૅરલ્સનો- OOIP શોધેલા.

આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિ અંગે અમેરિકાની સૅનેટની પેટાસમિતિને સાઉદી અરેબિયા અને અમેરિકાની તેલ કંપની - 'અરામકો'એ અંદાજિત OOIPની માહિતી આપી હતી.

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

'અરામકો'એ અમેરિકાની તેલ કંપની- ઍક્સોન, ટૅક્સાકો ,સોશિયલ અને મોબીલ તેમજ સાઉદીની ભાગીદારી કંપનીની બનેલી હતી. આ રીતે તેલ ભંડારની માહિતીને સાર્વજનિક કરાતી હતી.

સમાચાર ઍજન્સી - રૉયટર્સના મતે અમેરિકાની સૅનેટની પેટાસમિતિનો આ રિપોર્ટ 40 વર્ષ જૂનો છે, પણ તેમાં તેલ ભંડારને લઈને વિસ્તૃત માહિતી છે.

અમેરિકાની સેનેટમાં 1979માં આ માહિતી રજૂ થઈ હતી. છેલ્લે સાર્વજનિક થયેલી માહિતી આ જ છે.

પણ સંપૂર્ણ OOIPનું ઉત્પાદન શક્ય હોતું નથી. આથી ઑઈલ ઍક્સપર્ટસે OOIPની ઉત્પાદનની અનેક કૅટેગરી બનાવી છે.

તેનો આધાર ટૅકનિકલ અને આર્થિક હોય છે. તેલ ભંડારને ઘણી શ્રેણીઓમાં વિભાજીત કરાય છે.પહેલો છે - પ્રમાણિત ભંડાર

લાઇન
લાઇન

પ્રમાણિત ભંડાર એ સૌથી વધુ વિશ્વસનીય છે. તેના વિશે જે અંદાજ લગાવવામાં આવે તે લગભગ સાચો સાબિત થાય છે.

ટેકનિકલ અને આર્થિક રીતે વધુ ચોક્કસ હોય છે. જેમાં તેલ મળવાની શક્યતા 90 ટકા હોય છે.

બીજો હોય છે - સંભવિત જથ્થો (પોસિબલ રિઝર્વ). સંભવિત શ્રેણીવાળા તેલ ભંડારમાં અટકળો અને આશાઓ એક સાથે હોય છે.

તેમાં અંદાજિત તેલ અને વ્યવસાયિક રૂપ ઉત્પાદનની સંભાવના માત્ર 10 ટકા હોય છે.

1970ના દાયકામાં છેલ્લાં વર્ષોમાં 'અરામકો'એ પ્રમાણિક તેલ ભંડારને 110 અબજ બૅરલ્સ દર્શાવ્યા હતા.

તેની સાથે જ અપેક્ષિત અને સંભવિત ભંડાર અનુક્રમે 178 અબજ બૅરલ્સ અને 248 અબજ બૅરલ્સ દર્શાવાયા હતા.

1970ના દાયકામાં અરામકો અને તેના ભાગીદારો વચ્ચે ઉત્પાદનની શ્રેણીઓને લઈને વિવાદ થયો.

line

પ્રમાણિત કે સંભવિત?

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

1980થી સાઉદી અરેબિયા અરામકોનનું માલિક છે. 1982થી કંપની પાસે જે તેલ ભંડાર હતા તેની માહિતી ખાનગી રાખવાની શરુઆત થઈ.

આગળ જતાં સાઉદી અરેબિયાએ ઑપેકને પ્રમાણિત ભંડાર વિશે માહિતી આપવાનું શરુ કર્યું.

સાઉદી અરેબિયાએ ઑપેકને પ્રમાણિત તેલ ભંડાર 168- 170 અબજ બૅરલ્સ હોવાનું કહ્યું.

સાઉદીના આ આંકડા 'અરામકો'એ તેના ભાગીદારને કેટલાંક વર્ષ પહેલાં આપ્યા હતા, તેનાથી વધુ હતા.

અરામકોએ પ્રમાણિત તેલ ભંડાર 110 અરબ બૅરલ્સ દર્શાવ્યા હતા.

અરામકો એ જે સંભવિત તેલ ભંડારની માહિતી અમેરિકાની સૅનેટને આપી હતી, આ તેની નજીકનો આંકડો હતો.

આંકડાઓની અસમાનતાને લઈને પણ પ્રશ્ન ઉઠ્યા.

1988- 89માં પ્રમાણિત તેલ ભંડાર એક વાર ફરી વધારીને 260 અબજ બૅરલ્સ દર્શાવાયો.

કોઈ નવા તેલ ભંડાર શોધાયા ન હતા છતાં આમ થયું.

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

અરામકો'એ તેના ભાગીદારોને જે આંકડો આપ્યો હતો, તેનાથી આ ઘણો વધારે હતો, પણ 1970ના દાયકામાં સંભવિત તેલ ભંડારનો આંકડો 248 અબજ બૅરલ્સ હતો, તેનાથી આ વધારે ન હતો.

ત્યારે સવાલ એ ઉઠ્યો કે શું સાઉદી અરેબિયાએ તેલ ભંડારને વધારીને બતાવવા સંભવિત ભંડારને પ્રમાણિત ભંડાર તરીકે દર્શાવ્યા ?

'ધ સોસાયટી ઑફ પૅટ્રોલિયમ ઍન્જિનિયર્સ ઍન્ડ યુએસ સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચૅન્જ કમિશન'એ તેલ ભંડારની શ્રેણીઓને પરિભાષિત કરી છે.

જોકે, એ સ્પષ્ટ છે કે સાઉદી અરેબિયાએ ઑપેકને જે પ્રમાણિત તેલ ભંડારની માહિતી આપી હતી, તે આ પરિભાષા મુજબ જ હતી.

આના પર ભરોસો કર્યા વિના છૂટકો નથી કારણ કે બહારની વ્યક્તિઓ માટે આ માહિતી ખાનગી છે. વળી, તેની પ્રમાણિતતા તપાસવાનો બીજો કોઈ રસ્તો નથી.

line

તેલ ભંડારનો વિકાસ

સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ પણ દેશ શરુઆતમાં અંદાજિત તેલ ભંડારથી વધુ તેલ ઉત્પાદન કરે તેમાં બહુ નવાઈ નથી.

નવા તેલ અને ગેસ ભંડારોની શોધથી કુલ તેલ ભંડારમાં વૃદ્ધિ થાય છે. એ બહુ સ્પષ્ટ છે કે તેનાથી અંદાજિત ભંડારમાં વૃદ્ધિ થાય છે.

તેલ ભંડારને લઈને કોઈ અનુમાન સ્થિર ન રહી શકે.

ઘણી વાર અપેક્ષિત તેલ ભંડાર એ સંભવિતની શ્રેણીમાં આવે છે અને આખરે તે પ્રમાણિત બની જાય છે.

પણ સાઉદી અરેબિયાની મુશ્કેલી એ છે કે તે 1980ના દાયકાથી તે 265 અબજ બૅરલ્સની આસપાસ છે.

'અરામકો'ના શૅર વેચવા પર સાઉદીમાં વિવાદ

સાઉદી અરેબિયા 'અરામકો'ના શૅર સ્ટૉક-માર્કેટમાં લાવવાનો વિચાર કરી રહ્યું છે.

પાંચ ટકા શૅરના રોકાણકારોને આપવાની વાત ચાલી રહી છે.

જો 'અરામકો' શૅર બજારમાં લિસ્ટિંગના નિયમોનું પાલન કરે છે તો તેને તેલ ભંડાર વિશે માહિતી સાર્વજનિક કરવી પડશે.

જોકે, એવું પણ કહેવાય છે કે 'અરામકો' શૅરબજારમાં આવશે તો પણ વધુ પારદર્શકતાની અપેક્ષા રાખી શકાય તેમ નથી.

સાઉદી અરેબિયામાં તેલ ભંડાર કેટલો છે, ક્યાં સુધી ચાલશે તે રહસ્ય અકબંધ છે.

રિસ્ટડ ઍનર્જી જાણીતી કન્સલ્ટન્સી કંપની છે અને તેનું કહેવું છે કે સાઉદી પાસે પ્રમાણિત તેલ ભંડાર 70 અબજ બૅરલ્સ છે અને સંભવિત 120 અબજ બૅરલ્સ છે.

રૉયટર્સનું કહેવું છે કે જો કોઈ નવા તેલ ભંડારની શોધ થાય છે તો કુલ તેલ ભંડાર 168 અને 212 અબજ બૅરલ્સની વચ્ચે હોઈ શકે છે.

જોકે, આ આંકડાઓ સાઉદીના ઑફિશિયલ આંકડાઓથી ઓછા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો