બારમાં બેઠાં-બેઠાં સમીર દેસાઈએ બનાવી હજાર કરોડની કંપની

સમીર દેસાઈની તસવીર

ઇમેજ સ્રોત, FUNDING CIRCLE

    • લેેખક, સુઝેન બિયરની
    • પદ, બીબીસી સંવાદદાતા

મોટા શહેરોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક દોસ્તો બારમાં બેઠાં-બેઠાં નોકરી છોડી ખુદનો ધંધો શરુ કરવાની વાતો કરતાં હોય છે.

પણ ક્યારેક જ એવું બને છે કે આ રીતે થયેલી વાતમાંથી કોઈ દોસ્ત એક હજાર કરોડની કંપની ઊભી કરી દે.

પણ, સમીર દેસાઈએ આવું કરી બતાવ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ સંકટમાં હતી ત્યારની આ વાત છે. 2008માં દુનિયા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી.

જેના કારણે બૅન્કે લોન આપવાનું બંધ કરી દીધેલું. આથી નાની કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી.

line

આર્થિક સમસ્યાએ કિસ્મત ચમકાવી

આર્થિક સંકટ પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

એ વખતે 26 વર્ષના મેનેજમૅન્ટ કન્સલ્ટન્ટ સમીરે એક કંપની શરુ કરવાનો એવો વિચાર વહેતો મૂક્યો.

જેમાં નાની કંપનીઓએ લોન લેવા માટે બૅન્કે પર નિર્ભર ન રહેવું પડે.

હકીકતમાં, તે ઇન્ટરનૅટ પર એક એવું માર્કેટપ્લેસ બનાવવા ઈચ્છતા હતા, જ્યાં નાની કંપનીઓ જુદાં-જુદાં લોકો અને કંપનીઓએ એકઠાં કરેલા ભંડોળમાંથી પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ શકે.

ઑક્સફર્ડ યુનવર્સિટીમાં સમીર સાથે ભણતા દોસ્ત જૅમ્સ મિકિંગ્સ અને ઍન્ડ્ર્યૂ મુલિંગરને આ વિચાર બહુ ગમી ગયો.

ત્રણેયે આ કંપની ઊભી કરવા તૈયારીઓ આરંભી.

line

કંપનીની કિંમતરૂપિયા દોઢ ખર્વ

સમીર દેસાઈની મિત્રો સાથેની તસવીર

ઇમેજ સ્રોત, VICKI COUCHMAN

ઇમેજ કૅપ્શન, મિત્રો સાથે સમીર દેસાઈ

2009માં નોકરીઓ છોડી 'ફન્ડિંગ સર્કલ' નામની પોતાની કંપની માટે કામ શરુ કર્યું.

2010માં આ કંપનીને ઓફિશિયલી લૉન્ચ કરાઈ.

એક મહિના પહેલાં ત્રણ દોસ્તોની આ કંપનીની નોંધણી થઈ.

ત્યારે આ કંપનીની કિંમત એક હજાર રુપિયાથી વધુ હતી, પણ કંપનીનો આઈપીઓ લૉન્ચ થયો

ત્યારે તેની કિંમત 1500 કરોડ રુપિયા આંકવામાં આવી.

35 વર્ષના સમીર કહે છે કે, તેમના મનમાં આ કંપનીનો વિચાર 2008ના આર્થિક સંકટ પહેલા આવેલો, કારણ કે નાની કંપનીઓ માટે લોન લેવાનું બહુ મુશ્કેલ હોય છે.

સમીર કહે છે, "બૅન્કમાંથી લોન લેવામાં 15 થી 20 અઠવાડિયાનો સમય લાગે છે. મે જોયું કે કોઈ પણ બૅન્ક નાની કંપનીઓને તેના ભંડોળનો બહુ ઓછો હિસ્સો લોનરુપે આપે છે.''

''પણ નાની કંપનીઓ સમાજ માટે ઘણી અગત્યની છે. કારણ કે તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા 60 ટકા લોકોને નોકરીઓ આપે છે. આ કંપનીઓની 'સામાજિક જરૂરિયાત' વધુ છે, પણ બૅન્ક આ કંપનીઓની બહુ ઓછી ચિંતા કરે છે. "

line

દોસ્તો પાસેથી લોન લીધી

સમીરના મિત્રની તસવીર

ઇમેજ સ્રોત, RADEK BAYE

લંડનમાં કંપની ઊભી કરવા માટે સમીર અને તેના દોસ્તોએ કેટલાક રોકાણકારો પાસેથી ભંડોળ મેળવ્યું. સાથે જ પોતાના દોસ્તો અને પરિચિતો પાસે પણ રોકાણ કરાવ્યું.

આ રોકાણની મદદથી તે 'ફન્ડિંગ સર્કલ' વૅબસાઈટ ચલાવવા માટે જરુરી ટેકનિકલ માળખું બનાવી શક્યા.

પણ નાની કંપનીઓ અને રોકાણકારોને વૅબસાઈટ પર લાવવાનું કામ સહેલું ન હતું.

સમીર કહે છે, " દુનિયામાં પહેલું ઈંડું આવ્યું કે મરઘી' એ જેમ કૉયડો છે. કંપનીઓ અને રોકાણકારોની હાલત પણ કંઈક આવી જ હતી "

આ પડકારને પહોંચી વળવા સમીરની કંપનીએ એક કૅશબૅક ડિલ શરૂ કરી.

કંપનીના ભંડોળમાં રોકાણકાર કંપનીઓને લોન લેવાવાળી કંપની પાસેથી 7 ટકાના દરે વ્યાજ મળતું, જ્યારે વધારાનું 2 ટકા વ્યાજ 'ફન્ડિંગ સર્કલ' તરફથી અપાતું.

line

જ્યારે રોકાણકારો આવવાની શરૂઆત થઈ

પૈસાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

નાની કંપનીઓને પોતાના પ્લેટફૉર્મ પર બોલાવવા માટે સમીર અને તેના દોસ્તો પત્રો લખતા. તેમણે એટલા બધા પત્રો લખ્યાં કે જૅમ્સના પિતાએ આપેલું પ્રિન્ટર ખરાબ થઈ ગયું.

થોડા સમયમાં નાની કંપનીઓ અને રોકાણકારોની સંખ્યા વધવા માંડી. 2011માં 'ફન્ડિંગ સર્કલ' એ 23 કરોડ રુપિયાનું ભંડોળ ભેગું કર્યું. પછી તો એનું ભંડોળ 23 અબજે પહોંચ્યું.

અત્યારસુધીમાં પચાસ હજાર નાની કંપનીઓ અને એંસી હજાર રોકાણકારો આ કંપનીની સેવા લઈ ચૂક્યા છે.

હવે તેમની કંપની અમેરિકાની સરહદો વટાવી જર્મની અને નેધરલૅન્ડ સુધી પહોંચી ગઈ છે.

'ફન્ડિંગ સર્કલ' લોન લેવાવાળા પાસેથી 1 ટકાથી માંડીને 7 ટકા સુધી વ્યાજનો દર વસૂલે છે. અને 1 ટકા સર્વિસ ફી લે છે.

પણ, હજી સુધી સમીર અને તેમના દોસ્તો આ કંપનીમાંથી કમાણી કરી શક્યાં નથી.

સમીર કહે છે કે તે જાણી-જોઈને આમ કરી રહ્યા છે. તે હાલ કંપનીનો વ્યાપ વધારવા માટે ભારે રોકાણ કરી રહ્યા છે.

તે કહે છે," અમારી કંપની ઝડપથી પ્રગતિ કરી રહી છે. અમારી ઈચ્છા છે કે નાની કંપનીઓને લોન લેવી હોય તો 'ફન્ડિંગ સર્કલ' તેમની પહેલી પસંદ બને."

ગયા અઠવાડિયે જ કંપનીએ ઘોષણા કરી કે ' 'ફન્ડિંગ સર્કલ'એ 30 સપ્ટેમ્બર સુધી નાની કંપનીઓ માટે બે ખર્વ સડસઠ અબજ રૂપિયાની લોન આપી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો