IMF : ચીન-અમેરિકાનું વેપાર યુદ્ધ વિશ્વને ગરીબ બનાવી દેશે?

ટ્રેડ વૉર

ઇમેજ સ્રોત, Getty Images

આઈએમએફ(ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ)એ ચેતવણી આપી છે કે અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ દુનિયાને વધારે ગરીબ અને ખતરનાક બનાવી દેશે. વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગેના તાજેતરના આકલનમાં આઈએમએફે આ વાત કહી છે.

આઈએમએફે ચાલું વર્ષ અને આગામી વર્ષ માટેના વૈશ્વિક વિકાસનું પૂર્વાનુમાનમાં ઘટાડો કર્યો છે.

સંસ્થાનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધથી અર્થવ્યવસ્થાને જે નુકસાન થયું છે, એની ભરપાઈ કરવી મુશ્કેલ સાબિત થશે.

આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી માને છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો વેપાર, આર્થશાસ્ત્ર અને સ્થાનિક ક્ષેત્ર પર નકારાત્મક અસર થશે.

તાજેતરમાં જ ચીને અમેરિકાના સામાન પર 60 બિલિયન ડૉલરની આયાત જકાત લગાવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે ચીન અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્રમ્પે લખ્યું, "જો અમારા ખેડૂતો અને કામદારોને નિશાન બનાવ્યા તો અમે ચીનને આર્થિક રીતે જવાબ આપીશું."

અમેરિકાએ ગયા મહિને જ ચીન પર 200 બિલિયન ડૉલરની આયાત જકાત લગાવી હતી.

line

વૈશ્વિક વૃદ્ધિનો ખતરો

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

2018 અને 2019માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો દર 3.7 ટકા રહે એવો અંદાજ છે.

જોકે, ગયા વર્ષે આઈએમએફનો અંદાજ 3.9 ટકાનો હતો.

વેનેઝુએલા હાલમાં આર્થિક મંદીના યુગમાંથી પસાર થઈ રહ્યું છે.

અંદાજ પ્રમાણે 2019માં વેનેઝુએલા આર્થિક મંદીના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરશે.

આવતાં વર્ષે વેનેઝુએલાની મોંઘવારીનો દર દસ મિલિયન ટકા સુધી પહોંચી શકે છે.

આર્જેન્ટિના હાલમાં જ પોતાનું દેવું ચૂકવવાં રાજી થયું છે. અંદાજ છે કે આર્જેન્ટિનાને 2018 અને 2019માં આર્થિક ઝાટકો લાગી શકે છે.

line

શું વેપાર ક્ષેત્રે હજુ તણાવ વધશે?

વેપાર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા અને ચીનના વેપાર જકાતમાં વધારો થવાના કારણે 2019માં બન્ને દેશોના વિકાસ પર અસર થવાની આશંકા છે.

આઈએમએફના ઑબ્લફેલ્ડ કહે છે કે ચીન અને અમેરિકાના નેતાઓએ લોકોને સાથે માટે મળીને કામ કરવું પડશે, નહીં તો દુનિયા વધારે ગરીબ અને ખતરનાક થઈ જશે.

અમેરિકાએ કહ્યું છે કે એમના દેશમાં આયાત કરાતી કાર પર 25 ટકાનો કર લગાવશે.

આઈએમએફે ચેતવણી આપી છે કે જો અમેરિકા આવું કરશે તો દુનિયાના વિકાસ દરે નુકસાન વેઠવું પડશે.

આ સ્થિતિમાં અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થશે, 2019માં ચીનનો આર્થિક વૃદ્ધિ દર 5 ટકાથી ઓછો રહે એવી પણ શક્યતા છે. જ્યારે ચાલું વર્ષનું અનુમાન 6.2 ટકાનું છે.

line

બ્રિટન અને બ્રેક્સિટ

ટ્રમ્પ અને જિનપિંગ

ઇમેજ સ્રોત, AFP

આ વર્ષે બ્રિટનની અર્થવ્યવસ્થા 1.4ટકા થઈ શકે છે અને 2019માં 1.5 ટકા થઈ જાય એવો અંદાજ છે.

જોકે, આઈએમએફ દ્વારા એવું પણ કહેવાયું છે કે જો બ્રેક્સિટ કોઈ ડીલ વગર થાય તો ચોક્કસ સંકટ સર્જાઈ શકે છે.

એવું મનાઈ રહ્યું છે કે બ્રેક્સિટ પછી બ્રિટનની અર્થવ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન આવશે.

જેના કારણે કેટલાક લોકોની નોકરીઓ પણ જઈ શકે છે.

બ્રેક્સિટ પછી વધનારા કરના કારણે ઘણા ઉદ્યોગો પર અસર થશે. એનાથી બચવા માટે બ્રિટને જરૂરી પગલાં લેવા પડશે.

આઈએમએફનું કહેવું છે કે બ્રિટનની મોંઘવારીથી બચવા માટે આગામી વર્ષોમાં વ્યાજના દર વધારવા પડશે.

આઈએમએફ કહે છે કે બૅન્ક ઑફ ઇંગ્લેન્ડે પોતાનો અભિગમ સ્થિતિસ્થાપક રાખવો પડશે. અને બ્રેક્સિટ ડીલ પછી કોઈ પણ દિશામાં જવા માટે તૈયાર રહેવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો