BBC SPECIAL: ચીનનું એ ગામ જેનું અર્થતંત્ર સિંગાપોર જેટલું મોટું છે

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, શેનઝેન (ચીન)થી પરત આવીને
દક્ષિણી ચીનમાં શેનઝેન 40 વર્ષ પહેલાં માછીમારોનું ગામ હતું. લોકો ત્યાંથી જીવ જોખમમાં મૂકીને કામની શોધમાં તરીને હોંગકોંગ જતા હતા.
વર્ષ 1980માં ચીનના નેતા ડેંગ શ્યાઓપિંગએ શેનઝેનમાં ચીનના પ્રથમ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન (એસઇઝેડ)ની સ્થાપના કરી અને આવી રીતે શેનઝેનનું સ્વરૂપ બદલાવવાની શરૂઆત થઈ.
શેનઝેન મ્યુઝિમયમાં એ દિવસોની તસવીર છે જ્યારે શેનઝેનમાં ચારો તરફ ફક્ત ખાલી જમીન જ નજરે પડે છે અને લોકો ફેક્ટરીઓમાં કામ કરતા દેખાઈ રહ્યા છે.
મ્યુઝિયમમાં ડેંગ શ્યાઓપિંગની તસવીરો સિવાય તેમની વાન, પલંગ સહિતની કેટલીક વ્યક્તિગત ચીજો પણ રખાઈ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
80 અને 90ના દશકમાં શેનઝેનની ફેક્ટરીઓમાં ચીનના દૂર દૂરના ગામડાંના ગરીબ વિસ્તારોમાં વસતા લોકો સસ્તા પગારની નોકરીમાં મહેનત કર્યા કરતા હતા.
ટૅક્સ અને શ્રમના કાયદાની છૂટછાટના કારણે કંપનીઓ માટે અહીંયા ઉત્પાદન કરવું ખૂબ જ સરળ અને સસ્તું હતું.
અને જલદીથી આ શહેર દુનિયાની ફેક્ટરી તરીકે ઓળખાવવા લાગ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?

યુવાન અને આધુનિક શહેર

ઇમેજ સ્રોત, SHENZHEN MUSEUM
આજે શેનઝેનને ક્યારેક 'ચીનની સિલિકૉન વેલી' તો ક્યારેક 'દુનિયાનું હાર્ડવેરનું કેન્દ્ર' કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુનિયાનાં સૌથી યુવા શહેરોમાં એક શેનઝેન આજે દુનિયામાં ઇનોવેશન, ટેકનૉલોજી, આર્ટિફિશિયલ ઇંન્ટેલિજન્સ, સ્ટાર્ટ અપ્સ અને બાયૉટેકનું કેન્દ્ર બની ગયું છે.
એક આંકડા મુજબ, શેનઝેનની અર્થવ્યવસ્થા, હોંગકોંગ અને સિંગાપોર જેટલી છે. અહીંયાનું બંદર દુનિયાના સૌથી વ્યસ્ત કંટેનર બંદરોમાંથી એક છે.
સ્કાયસ્ક્રૅપર સેન્ટરની એક સૂચી મુજબ દુનિયાની 100 સૌથી ઊંચી ઇમારતોમાંથી 6 શેનઝેનમાં છે.


શેનઝેનની સ્કાયલાઇન હવાની ઉત્તમ ગુણવત્તા, પહોળા રસ્તા, દોડતી ઇલેક્ટ્રિક બસ, કાર, આ બધું જ શેનઝેનને ચીન અને સમગ્ર એશિયામાં સૌથી અલગ બનાવે છે.
શેનઝેનમાંથી નીકળેલી કેટલીય કંપનીઓ જેવી કે ટેંસેંટ, ઝેડટીઈ અને વૉવેએ દુનિયામાં ઓળખ બનાવી છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સ મુજબ, વૉવેએ સંશોધન પર 12 અબજ ડૉલર ખર્ચ કર્યા હતા.

કૌશલ્ય નિખારવામાં આવે છે

શેનઝેનમાં ટેકનૉલૉજી સ્ટાર્ટ-અપ શરૂ કરનારા કહે છે કે જેટલી ઝડપથી તમે શેનઝેનમાં ઉપકરણ ખરીદીને પ્રોટોટાઇપ બનાવી શકો છો, તેને ટૅસ્ટ કરી શકો અને ત્યારબાદ બજારમાં મૂકી શકો તે દુનિયામાં બીજે ક્યાંય સંભવ નથી.
તેનું કારણ અહીંયાનું કૌશલ્ય અને સસ્તા ભાવમાં મળતાં મશીનો, ચીપ્સ અને કોમ્પોનન્ટ્સ છે.
યુરોપથી આવેલા મિલાન ગ્લામોચિક એ ચાર વર્ષ પહેલાં બાળકોને રોબૉટિક્સ શીખવવા માટે અહીં સ્કૂલ શરૂ કરી હતી.
સ્કૂલમાં પાંચથી 12 વર્ષના બાળકોને સાયન્સ, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ, રોબૉટિક્સની શિક્ષા આપવામાં આવતી હતી.
અહીંયા દરેક કલાકની શિક્ષણ ફી કેટલાક હજાર રૂપીયા છે, તેથી અહીંયા ફક્ત અમીર પરિવારોનાં બાળકો જ આવી શકે છે.


મિલાને કહ્યું " આ બાળકોને છૂટ છે કે તેઓ પોતાની ડિઝાઇન જાતે બનાવે. જો તેઓ ફેલ થઈ જાય તો ફરી પ્રયાસ કરે છે, જેથી સમસ્યાનું સમાધાન જાતે જ શોધી શકે."
શાળાના ક્લાસમાં એક પાટલી અને ચારે તરફ નાના ખૂબ જ જટિલ દેખાતા ઉપકરણો પડ્યા હતા.
મિલાને અમેરીકાની સિલિકૉન વેલી સહિત દુનિયાના અનેક શહેરોમાં કામ કર્યું છે.
તેમના મતે શેનઝેનમાં ટેકનિકની ઝડપ એટલી વધારે છે કે તેના સાથે તાલ મેળવવો સરળ નથી.
તેઓ કહે છે "અમે ટેકનૉલૉજીના વિકાસના કેન્દ્રમાં છીએ. અમારી પાસે પ્રોગ્રામના વિકાસ માટે તમામ સુવિધાઓ છે.”
અમે જે પ્રોગ્રામ તૈયાર કરીએ છે કાલે તે દુનિયામાં ફેલાઈ જશે. હાર્ડવેર હોય કે પછી સોફ્ટવેર, શેનઝેન શહેરમાં એ તમામ ચીજો ઉપ્લબ્ધ છે જેની અમને જરૂર છે.

ઇલેકટ્રૉનિક્સનું બજાર

શેનઝેનનું પ્રખ્યાત હ્વવા છિયાંગ પેઈ બજાર એવી જગ્યાં છે જ્યાંર દરેક પ્રકારનો ઇલેક્ટ્રૉનિક સામાન ઉપલબ્ધ છે.
બહાર રસ્તાઓ પર જ્યાં સામાનનો વાહનોમાંથી નીચે ઊતારવામાં આવતો હતો. ત્યાં આ એરકંડિશન્ડ બજારમાં ઇલક્ટ્રૉનિક્સનો સામાન ભરેલો હતો.
મોબાઇલ, ડ્રૉન, કોમ્પોનન્ટ, અહીંયા એ તમામ ચીજો મળે છે. બસ તમારી પાસે ભાવતાલની સમજ હોવી જોઈએ. શેનઝેનમાં આવાં અનેક બજાર છે.
આંકડા મુજબ શહેરની અર્થ વ્યવસ્થા 1979માં આશરે 3 કરોડ ડૉલર હતી તે 2016માં 256 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે.
ભારતીય કંપની લાવા એ પણ આ જ કારણોસર વર્ષ 2009માં પોતાના મોબાઇલ, ટેબલેટ, ફીચર ફૉનની ડિઝાઇન, મૅન્યુફૅક્ચરિંગ, વગેરે માટે અહીં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર શરૂં કર્યુ હતું.
બપોરે જ્યારે અમે નાનશાન જિલ્લામાં લાવાની ઓફિસમાં પહોચ્યા તો ત્યાં પલંગ પર કર્મચારીઓ ઊંધી રહ્યાં હતાં.


શેનઝેનમાં કામ કરવાની આવી જ પરંપરા છે. અહીંયા તમને બપોરે એક કલાક આરામ કરવા માટે ઓફિસોમાં પલંગ મળશે.
શેનઝેનમાં પાંચ વર્ષથી રહેતા કંપનીના ડીજીએમ ફાઇનાન્સ રતિ રામ કહે છે કે "શેનઝેનમાં વિકલ્પો વધું છે. જો તમે બજારમાં મશીનરી અથવા તો પાર્ટ્સ ખરીદવા નીકળો છો તો તમને અહીંયા વ્યાજબી ભાવે તમામ ચીજો મળી જશે.”
“અહીંયા લોકો સાથે વાત કરવી સરળ છે. અનેક કોમ્પોનન્ટ્સના સપ્લાયર છે.”


“ભારતમાં આ સંભવ નથી. અહીયાં સસ્તામાં સસ્તો અને સારામાં સારો તમામ સામાન મળી જાય છે."
દિલ્હીના રતિ રામે ચીનમાં જ લગ્ન કર્યા છે.
તે કહે છે કે તેમની કંપનીના ભારતીય એન્જિયનર શેનઝેન આવીને ડિઝાઇન, મેનયુફેક્ચરિંગમાં અનેક બાબતો શીખે છે.

રોકાણ મેળવવામાં સરળતા

શેનઝેનની આર્થિક સંપન્નતાનું એક મહત્ત્વપૂર્ણ કારણ સરકારની સબસિડીઓ અને કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારો છે.
સ્માર્ટ હેડલાઇટ, બિલ્ટ-ઇન સ્પીકર જેવી સુવિધાઓથી લઈને હેલ્મેટ બનાવનારી કંપની લિવૉલના સંસ્થાપક 46 વર્ષના બ્રાયન જંગ એ 4 વર્ષ પહેલાં કંપની શરૂ કરવા માટે શેનઝેનને પસંદ કર્યુ.
તે પહેલી વાર 1994માં શેનઝેન આવ્યા હતા. આજે 600 યુઆનમાં શેનઝેનમાં તમને રહેવા માટે ઘર પણ ન મળે.
લિવૉલને રિસર્ચ, પેટન્ટ, અને ટ્રૅડમાર્ક માટે સરકાર પાસેથી 25 મિલિયન યુઆન મળ્યા હતા.
જેની મદદથી કંપનીએ દુનિયાના અનેક દેશોમાં બિઝનેસ ઊભો કર્યો.
જંગ કહે છે "શેનઝેનમાં કઈક નવું કરવા માંગતા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિ છે.”
“સરકાર દ્વારા આ પૈસા એટલા માટે આપવામાં આવે છે જેથી કંપની ઝડપી આગળ વધી શકે.“
“અમે ચીન અને દુનિયાભરમાથી 170 પેટન્ટ માટે આવેદન કર્યું હતું. કોઈ પણ સ્ટાર્ટઅપ માટે આટલી રકમ ખર્ચવી સરળ નથી."
વિતેલા 40 વર્ષોમાં નાનકડા ગામડાથી લઈને પાવર હાઉસમાં પરિવર્તિત થયેલા શેનઝેનમાં તકની અછત નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















