ક્યારથી થઈ હતી સેલ્ફીની શરૂઆત એ જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન રહેમાન-જોન્સ
- પદ, ન્યૂઝબીટ સંવાદદાતા
અમેરિકન મોડેલ, ફેશન ડિઝાઇનર, અભિનેત્રી, લેખિકા અને ગાયિકા પેરિસ હિલ્ટને રવિવારે એવી ટ્વીટ કરી હતી કે ''મેં અને બ્રિટનીએ 11 વર્ષ પહેલાં સેલ્ફીની શોધ કરી હતી.''
પેરિસ હિલ્ટને અમેરિકન ગાયિકા અને ડાન્સર બ્રિટની સ્પીયર્સ સાથેના તેના બે ફોટોગ્રાફ્સ પણ આ ટ્વીટ સાથે પોસ્ટ કર્યાં હતાં.
પેરિસ હિલ્ટનના કેટલાક ટ્વિટર ફોલોઅર્સે જણાવ્યું હતું કે સેલ્ફીની શોધ થઈ, ત્યારે પેરિસ હિલ્ટન કે બ્રિટનીનું અસ્તિત્વ પણ ન હતું.
સેલ્ફીની શોધનો દાવો કરવામાં પેરિસ હિલ્ટન અને બ્રિટની આશરે 167 વર્ષ મોડાં પડ્યાં છે.
તમને આ પણ વાંચવું ગમશે
સેલ્ફીની શરૂઆત કઈ રીતે થઈ અને તેની શોધ પછી તેનો કેટલો વિકાસ થયો છે તેની વિગત જાણી લો.

1839થી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી જૂની ફોટો સેલ્ફી 30 વર્ષના રોબર્ટ કોર્નેલિયસની હોવાનું માનવામાં આવે છે.
રોબર્ટે એ ફોટોગ્રાફ અમેરિકાના ફિલાડેલ્ફિયામાંની તેની લેમ્પની દુકાન બહાર ક્લિક કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાનો ફોટો બરાબર ક્લિક થશે કે નહીં એ બાબતે રોબર્ટને ખાતરી ન હતી, એવું ફોટોગ્રાફમાંના તેમના ચહેરા પરના ભાવને જોતાં લાગે છે.
એ વખતે ટેક્નોલૉજી એવી હતી કે ફોટોગ્રાફ ક્લિક કરવા માટે તેમણે 15 મિનિટ સુધી સ્થિર ઊભા રહેવું પડ્યું હતું.

1914માં ટીનેજરનું સાહસ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ફ્રન્ટ-ફેસિંગ કેમેરાનું ચલણ વર્ષ 2000 પહેલાં શરૂ થયું હતું. મિરર સેલ્ફીને આપણા પૈકીના મોટાભાગના એ સમયગાળા સાથે સાંકળે છે.
તેના 100 વર્ષ પાછળ જઇએ તો સમજાય છે કે રશિયાના રાજવીઓ એ સમયે અરીસા સામે બેસીને પોતાના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા થઈ ગયાં હતાં.
રશિયાના સમ્રાટની સૌથી નાની દીકરી ગ્રાન્ડ ડચેસ એનાસ્તસિઆ નિકોલાઇવ્નાએ તેનો આ ફોટોગ્રાફ એ 13 વર્ષનાં હતાં, ત્યારે ક્લિક કર્યો હતો.
પોતાના પપ્પાને લખેલા પત્રમાં એનાસ્તસિઆએ લખ્યું હતું, ''મેં અરીસા સામે નિહાળતાં આ ફોટોગ્રાફ ઝડપ્યો હતો. એ બહુ મુશ્કેલ હતું, કારણ કે મારા હાથ ધ્રુજતા હતા.''

1920: પપ્પા પણ સેલ્ફી વિશે જાણતા થયા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ન્યૂ યોર્કના ફોટોગ્રાફર જોસેફ બાયરને તેમના દોસ્તો સાથે અગાસી પર જઈને એક સેલ્ફી ક્લિક કરી હતી.
(અલબત, એ ફોટોગ્રાફમાં સામેલ બધા લોકોને કેમેરા ક્યાં છે, તેની ખબર હોય એવું લાગતું નથી.)
કેમેરા બહુ મોટો, હેવી બોક્સ હતો એટલે બે જણે કેમેરાને પકડવો પડ્યો હતો.

1938માં સેલિબ્રિટીઝ સંકળાઈ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કિમ અને કાયલી જેવી સેલિબ્રિટીઝ બાથરૂમ મિરર સેલ્ફી ક્લિક કરતી થઈ એ પહેલાં વિખ્યાત પોપ ગાયક ફ્રેન્ક સિનાત્રાએ તેની શરૂઆત કરી હતી.
ફ્રેન્ક સિનાત્રા ખરેખર વિખ્યાત થયા એ પહેલાં, તેઓ 23 વર્ષના હતા,ત્યારે તેમણે પહેલી બાથરૂમ મિરર સેલ્ફી ક્લિક કરી હતી.
એ સેલ્ફી ક્લિક કરતી વખતે ફ્રેન્ક સિનાત્રાએ ટ્રિલ્બી હેટ પહેરી હતી. ''ઓકે''ની સંજ્ઞા દર્શાવતા ફ્રેન્ક સિનાત્રા એ સેલ્ફીમાં એકદમ સ્ફૂર્તિલા દેખાય છે.

1966માં શું થયું હતું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
એશિયાના પ્રવાસે ગયેલી અને એ આખા અનુભવને સેલ્ફીઓમાં ઝડપી શકેલી વ્યક્તિને આપણે જાણીએ છીએ.
એ વિખ્યાત રોક બેન્ડ બિટલ્સના ગિટારિસ્ટ જ્યોર્જ હેરિસન હતા.
જ્યોર્જ હેરિસન 1966માં ભારતના પ્રવાસે ગ,યા ત્યારે તેમણે ફિશ-આઇ લેન્સ કેમેરા વડે પોતાના ફોટોગ્રાફ્સ ઝડપ્યા હતા.
એ પછી બીટલ્સે અદભૂત સંગીતનું સર્જન કર્યું હતું.

2002માં આવ્યો 'સેલ્ફી' શબ્દ
ઓસ્ટ્રેલિયનો શબ્દોને ટૂંકાવવા માટે જાણીતા છે. તેઓ મૂળ શબ્દો પાછળ અંગ્રેજી 'આઈ' અને 'ઈ' શબ્દ લગાડતા રહે છે. બાર્બી, સની વગેરે તેના ઉદાહરણ છે.
તેથી સેલ્ફ-પોટ્રેટ માટેનો પહેલો ટૂંકો શબ્દ ઓસ્ટ્રેલિયાની એક ઓનલાઈન ફોરમમાં 2002માં નોંધાયો હોય એ આશ્ચર્યજનક વાત નથી.
નાથન હોપ નામના એક પુરુષે તેના હોઠનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો.
એક દોસ્તના 21મા જન્મદિવસે નાથન હોપે એ ફોટોગ્રાફ ઝડપ્યો હતો.
ફોટોગ્રાફ સાથેની કેપ્શનમાં નાથને લખ્યું હતું, ''ફોક્સ હટી જવા બદલ દિલગીર છું. આ સેલ્ફી છે.''

2011ની બંદર સેલ્ફી
નારુટો નામના ટૂંકી પૂંછડી ધરાવતી કાળી મકેક્યૂ વાંદરીએ ઝડપેલી વિખ્યાત સેલ્ફી ફોટોગ્રાફર ડેવિડ સ્લેટરનું કામ હતું.
ડેવિડ સ્લેટરે તેમનો કેમેરા વાંદરાઓના જૂથને રમવા આપ્યો હતો.
આ ફોટોગ્રાફના કોપીરાઇટ કોના ગણાય એ બાબતે બાદમાં કાયદાકીય લડાઈ થઈ હતી.
અંતે એવું નક્કી થયું હતું કે ફોટોગ્રાફ જેણે કેમેરાનું બટન દબાવ્યું હોય તેનો ગણાય.
અમેરિકાની કોર્ટે એવો ચૂકાદો આપ્યો હતો કે નારુટોને સેલ્ફીના કોપીરાઇટના મળી ન શકે, કારણ કે એ એક વાંદરી છે.

2013માં 'સેલ્ફી' બન્યો વર્ડ ઓફ ધ યર

ક્યારેક તો આવું થવાનું જ હતું. 2013માં સેલ્ફી વિથ પોપ વાયરલ થઈ હતી.
બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન તથા ડેનમાર્કનાં વડાંપ્રધાન હેલી થોર્નિંગ-શેમિટ સાથે સેલ્ફી ક્લિક કરવા બદલ અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાની ઝાટકણી 2013માં જ કાઢવામાં આવી હતી.
2013માં જ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીએ 'સેલ્ફી'ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો.

2014માં એલેન ડેગેનેરસનું સપનું સાકાર થયું
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
2014માં ઓસ્કર પુરસ્કાર સમારંભનું સંચાલન કરી ચૂકેલાં અમેરિકન કોમેડિયન એલેન ડેગેનેરસે જણાવ્યું હતું કે સૌથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવે એવો ફોટો મારે ક્લિક કરવો છે.
બ્રેડલી કૂપર, જેનિફર લોરેન્સ અને મેરીલ સ્ટ્રીપ સહિતના ફિલ્મસ્ટાર્સના જૂથ સાથે ફોટો ક્લિક કરીને એલેન ડેગેનેરસ પોતાની એ ઇચ્છાને ઝડપથી સંતોષી શક્યાં હતાં.
સૌથી વધુ રીટ્વીટ કરવામાં આવેલી સેલ્ફીનો રેકોર્ડ ત્રણ વર્ષ સુધી એલેન ડેગેનેરસના નામે રહ્યો હતો.
કાર્ટર વિલ્કરસન નામના અમેરિકન ટીનેજરે એ રેકોર્ડ આ વર્ષની શરૂઆતમાં તોડ્યો હતો.
ચિકન નગેટ્સ ખાઈ રહેલા કાર્ટરની સેલ્ફી 30 લાખથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો