પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ, ભારત માટે 'ધર્મ સંકટ'

પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇન અને યહૂદી બાળકો એક સાથે
    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

જો તમને બે વ્યક્તિ એક જ સરખો જ પ્રેમ કરતી હોય તો તમે બેમાંથી કોને પસંદ કરશો? કોની તરફ તમારો ઝુકાવ વધારે હશે?

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા મુશ્કેલ સવાલનો સામનો કરી રહ્યા છે.

ભારતની વિદેશ નીતિ ઘડનારાઓને પણ આ મુદ્દો સતાવી રહ્યો છે.

જેવી લોકોને ખબર પડતી કે હું અને મારા સાથી દીપક જસરોટિયા ભારતથી આવ્યા છીએ તેમની અમારા પ્રત્યેની વર્તણૂક બદલાઈ જતી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

એમના ચેહરા પર સ્મિત આવી જતું. તેઓ નરમાશથી મિત્રની તેમ વાત કરતાં.

પ્રતિક્રિયાઓ બધે જ સકારાત્મક હતી, પણ અંદાજ બધે જુદાજુદા હતા.

line

બોલિવૂડના ફૅન

પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ

અમે બન્ને એક પ્રાથમિક વિદ્યાલયમાં ગયા હતા.

ત્યાં 10 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડી કે અમે ભારતથી આવ્યા છીએ, તો એક વિદ્યાર્થીની વારંવાર શાહરુખ ખાનનું નામ લેવા માંડી.

બીજાએ બોલિવૂડની કેટલીક ફિલ્મોના નામ બોલ્યા. આ બધા જ બાળકો પેલેસ્ટાઇનવાસી હતા.

જેરુસલેમની જે હોટલમાં અમે રોકાયા હતા તેના માલિક યહૂદી હતા. એમના મેનેજર અને વેઇટર પેલેસ્ટાઇનના હતા.

એમણે કહ્યું ભારત એમને ખૂબ જ ગમે છે. મેં એમને પૂછ્યું, 'તમે ભારત ગયા છો?' એમણે કહ્યું ઘણીવાર.

તાજમહેલથી લઈને મનાલી અને ગોવા બધે જ ફરી ચૂક્યા હતા. અન્ય એક પેલેસ્ટાઇનવાસી મળ્યા.

તેઓ પણ બોલિવૂડના ચાહક નીકળ્યા. તેઓ રાજ કપૂરથી લઈને રણબીર કપૂરને ઓળખતા હતા. તેઓ હિંદી ગીતોના શોખીન હતા.

line

મહાત્મા ગાંધીનું નામ ચર્ચામાં

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

મેં અનુભવ્યું કે પેલેસ્ટાઇનના અરબ લોકોની લોકપ્રિયતાનું રહસ્ય બોલિવૂડની ફિલ્મો હતી.

પરંતુ જો તમે 50 વર્ષથી મોટી વયના લોકો સાથે વાત કરશો તો મહાત્મા ગાંધીનું નામ ચોક્કસથી ચર્ચામાં આવશે જ.

જ્યાં અવાર નવાર આટલી હિંસા થતી હોય ત્યાં અહિંસાની મૂર્તિ મહાત્મા ગાંધીનું નામ આટલું પ્રખ્યાત કેવી રીતે?

મને એક પ્રોફેસરે કહ્યું કે તેમના દેશમાં ગાંધીજી અને એમના સિદ્ધાંતોની ખૂબ જરૂર છે. આ તો વાત થઈ પેલેસ્ટાઇનના અરબ લોકોની.

ઇઝરાયલના યહૂદીઓ પણ ભારતને ઓછો પ્રેમ નથી કરતા. ખબર પડે કે અમે ભારતીય છીએ એટલે બે હાથ જોડીને 'નમસ્તે' કરતા.

અમને એ વાતનો અનુભવ વારંવાર થયો કે યહૂદીઓની નજરમાં ભારત એક મહાન દેશ છે.

line

ભારતની વિવિધતાને સલામ

પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ

ઇમેજ સ્રોત, TWITTER/PIB

એમના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એવું કહે છે એટલે નાગરિકો આવું માને છે એમ નથી, પરંતુ તેઓ ભારતની લોકશાહીને પસંદ કરે છે. અહીંની વિવિધતાને સલામ કરે છે.

એક વ્યક્તિ એવી પણ મળી જેમણે ભીડે નિર્દોષ નાગરિકનો માર મારીને જીવ લઈ લીધો હોય તેવી ઘટનાઓ પર અફસોસ વ્યક્ત કર્યો.

એક યહૂદી મહિલા જે વર્ષોથી વેપાર અર્થે ભારત આવજાવ કરતા રહે છે. તેમને ભારત સાથે અલગ જ લગાવ છે. તેમને ભારતમાં કંઈ પણ ખોટું નથી લાગતું.

મેં તેમને કહ્યું કે અમને તો ભારતમાં ઘણી બધી ખામીઓ દેખાય છે. જેમ કે, ગરીબ અને ધનિક લોકોની વચ્ચે વધતું જતું અંતર, હિંસા, બળાત્કાર, ભ્રષ્ટાચાર અને જાતિવાદ.

પરંતુ એ મહિલા તો ભારતની વિરુદ્ધ કંઈ સાંભળવા જ તૈયાર નહોતી. એમની પાસે દરેક મુદ્દા પર પોતાનો તર્ક હતો.

line

ભારત બીજું ઘર

TWITTER/PIB

એનાથી પણ વધુ અમારી મુલાકાત એક બુદ્ધિમાન મહિલા સાથે થઈ. જેમણે યહૂદીઓ પર એક પુસ્તક લખ્યું છે.

ભારત- ઇઝરાયલ રાજકીય સંબંધોને સ્થાપિત કરવામાં એમણે મુખ્ય ભૂમિકા નિભાવી છે.

એમનું કહેવું હતું કે વર્ષો પહેલાં જ્યારે તેઓ ભારત આવ્યા હતા ત્યારે એમને લાગ્યું નહોતું કે તેઓ કોઈ નવા દેશમાં હતા.

એમણે કહ્યું, "મને લાગ્યું જાણે કે, હું મારા ઘરે આવી છું."

એમણે ભારત વિશે એટલું બધું વાંચી લીધું હતું કે, અહીં આવ્યા ત્યારે તેમને બધું જ જાણીતું લાગતું હતું.

line

ભારત માટે ધર્મ સંકટ

પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images

યહૂદી અને અરબનાં આ સાચા પ્રેમએ ભારતને ધર્મ સંકટમાં મૂકી દીધું છે. ભારતની વિદેશ નિતિમાં એનો ઉલ્લેખ પણ થાય છે.

ગયા વર્ષે જ્યારે વડા પ્રધાન મોદી ઇઝરાયલ ગયા હતા, ત્યારે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસને મળવા નહોતા ગયા.

એના કારણે પેલેસ્ટાઇનમાં નિરાશા પ્રસરી ગઈ હતી.

બીજી તરફ, ગયા મહિને જ્યારે ભારતે જેરૂસલેમને લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક મતદાન દરમિયાન પેલેસ્ટાઇનનો સાથ આપ્યો ત્યારે એમની છાતી "56 ઇંચ"ની થઈ ગઈ હતી.

પરંતુ એનાથી ઇઝરાયલમાં નિરાશા ફરી વળી. એ પછી એક પત્રિકાએ લખ્યું કે ભારત ઇઝરાયલનું ભરોસાલાયક મિત્ર ના બની શકે, પરંતુ ઇઝરાયલની નિરાશા ક્ષણિક સાબિત થઈ.

line
પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ

ઇમેજ સ્રોત, EPA

ભારતને આઝાદી 1947માં મળી અને ઇઝરાયનો જન્મ એના એક વર્ષ પછી થયો. આ બન્ને આધુનિક દેશોની ઉંમર એક છે અને બન્નેની સમસ્યાઓ પણ.

આઝાદી પછી ભારતનો ઘણા વર્ષો સુધી ઝુકાવ પેલેસ્ટાઇન તરફ હતો.

પરંતુ 1992માં જ્યારે ઇઝરાયલ અને ભારતની વચ્ચે ઔપચારિક સંબંધો શરુ થયા.

ત્યારથી ભારતે બન્ને પક્ષો વચ્ચે પોતાની પોલિસીમાં સમતલપણું લાવવાની કોશિશ કરી.

ભારતનાં વ્યવહારથી લાગે છે કે યહૂદીઓ અને અરબોનો પ્રેમ મેળવો, પરંતુ નિર્ણય આપણા હિતોને નજર સામે રાખીને કરો.

ગયા વર્ષે પીએમ મોદી ઇઝરાયલ ગયા હતા. મને જાણ થઈ છે કે આ વર્ષે તો પેલેસ્ટાઇન જઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો