ભારતને શા માટે ઇઝરાયલની જરૂરિયાત છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ એક સપ્તાહની ભારત યાત્રા પર આવ્યા છે. છેલ્લાં 15 વર્ષમાં પહેલી વખત કોઈ ઇઝરાયલી વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવની વિરુદ્ધ મત આપ્યો હતો એવા સમયે નેતાન્યાહૂની આ મુલાકાત પર બધાની નજર છે.
તમને આ વાંચવું પણ ગમશે:
મધ્ય પૂર્વ રાષ્ટ્રોના સંદર્ભે જાણકાર ક઼મર આગ઼ા સાથે બીબીસીના સંવાદદાતા આદર્શ રાઠૌરે વાત કરી અને જાણ્યું કે બન્ને દેશોના એકબીજા સાથેના સંબંધો માટે આ મુલાકાત કેટલી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કૂટનીતિક સંબંધોને 25 વર્ષ પૂર્ણ

ઇમેજ સ્રોત, Twitter/PIB
ક઼મર આગ઼ા કહે છે, "બન્ને દેશો માટે આ દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્ત્વના છે. ઇઝરાયલ પાસે રક્ષા અને કૃષિ ક્ષેત્ર સહિત અન્ય કઈ વિભાગોમાં ખૂબ જ સારી ટેક્નોલૉજી છે. જેનો ઉપયોગ ભારત કરતો રહ્યો છે અને આગળ પણ કરવા ઇચ્છશે."
ગયા વર્ષે જુલાઈમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે ગયા હતા ત્યારે વિજ્ઞાન, કલા-સંસ્કૃતિ, ટેકનોલૉજી સહિત કુલ સાત ક્ષેત્રોમાં સહયોગ પર સમજૂતી થઈ હતી. હવે આ તમામ ક્ષેત્રોમાં આગળ વધવાનો પ્રયાસ થશે.
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના કૂટનીતિક સંબંધોને સ્થાપિત થયે હવે 25 વર્ષ થઈ ચૂક્યાં છે. આ સંદર્ભે ક઼મર આગ઼ાનું માનવું છે કે બન્ને દેશો વચ્ચે બે-ત્રણ મુદ્દા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
એ કહે છે, "આ બે-ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતોમાં રક્ષા ઉત્પાદન વિશેની વાતચીત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઇચ્છે છે કે જે વસ્તુઓ તે ઇઝરાયલ પાસેથી ખરીદે છે તેનું ઉત્પાદન ભારતમાં જ થાય. આ ઉપરાંત બન્ને દેશો કેટલાંક એવા રક્ષા ઉત્પાદનો બનાવવા ઇચ્છે છે, જેનું ઉત્પાદન બન્ને સાથે મળીને કરે અને પછી તે અન્ય દેશોને વહેંચી શકાય."

ટેક્નોલૉજી અને માનવ શ્રમની લેવડદેવડ

ઇમેજ સ્રોત, Getty Images
ક઼મર આગ઼ા વધુમાં કહે છે, "ઇઝરાયલ માટે આ સમજૂતીઓ એટલા માટે જરૂરી છે કારણ કે એમની પાસે માનવ શ્રમની ઊણપ છે. સાથે ભારતમાં કામ કરનારા લોકોની સંખ્યા ઘણી છે, જે ભણેલાગણેલા છે અને તેમની પાસે ટેક્નોલૉજીની સમજણ પણ સારી છે. આ ઉપરાંત ઇઝરાયલના ઉત્પાદનો માટે ભારત એક મોટું બજાર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુલાકાતમાં કયા કયા મુદ્દા મહત્ત્વના સાબિત થઈ શકે છે, એ વિશે ક઼મર આગ઼ાએ કહ્યું, "આ વખના એજંડામાં મિસાઇલ ટેક્નોલૉજી એક મહત્ત્વપૂર્ણ મુદ્દો રહેશે. તેમાં ઍન્ટિ ટેંક મિસાઇલના સંબંધે કોઈ મતભેદ પણ ચાલી રહ્યો છે, આ મુદ્દો બન્ને દેશો ઉકેલવા ઇચ્છશે.
સાથે સાથે નૅવી અને મિલિટરી સાથે જોડાયેલાં કેટલાંક મહત્ત્વના મુદ્દા પર પણ વાતચીત થાય તેવી શક્યતા છે. વૉટર ડિસેલિનેશન પ્લાંટ અને સિંચાઈની ટેકનોલૉજી સહિત ઘણા મુદ્દે વાત થઈ શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝાયલ સાથે મોદી સરકારની નીતિ વિશે ક઼મર આગ઼ા કહે છે કે જનસંઘના સમયથી જ ભારતીય જનતા પક્ષ (ભાજપ) ઇઝરાયલ સાથે બહેતર સંબંધો બનાવવાની વાત કરતો રહ્યો છે.
ભારતની વિદેશ નીતિમાં ઇઝરાયલની મહત્તાને સમજાવતા ક઼મર આગ઼ાએ કહ્યું, "ભારત માટે ઇઝરાયલ એટલું મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે અમેરિકા સાથે ભારતના સંબંધો ત્યારે જ બહેતર થઈ શકે જ્યારે તે પહેલા ઇઝરાયલ સાથે સારા સંબંધો બનાવે."
એ વધુમાં કહે છે, "ભારતના સંબંધ પેલેસ્ટાઇન સાથે પણ સારા છે અને અન્ય આરબ દેશો સાથે પણ ભારતના સંબંધ સારા છે, આ તમામ સંબંધો પર ઇઝરાયલે ક્યારેય વાંધો નથી દર્શાવ્યો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














