આ રીતે નક્કી થાય છે દુનિયાના સૌથી અમીર અને ગરીબ દેશ

જો એવો સવાલ કરવામાં આવે કે ક્યા દેશને સૌથી અમીર દેશ કહી શકાય? સામાન્ય રીતે એવું કહી શકાય કે જે દેશ પાસે સૌથી વધુ પૈસા હોય તે સૌથી અમીર કહેવાશે. પરંતુ આ સવાલનો જવાબ આટલો સરળ નથી.

સૌથી અમીર દેશની યાદી બનાવવા માટે બીજા રસ્તા અપનાવવામાં આવે છે. જેવા કે જીડીપી મતલબ કે સકળ ઘરેલું ઉત્પાદનની તુલના કરવી.

જીડીપીનો મતલબ થાય છે કે કોઈ અર્થવ્યવસ્થા દર વર્ષે કેટલો સામાન અને સેવાનું ઉત્પાદન કરે છે.

આકારની દૃષ્ટિએ જોઈએ તો વિશ્વ બૅન્ક મુજબ અમેરિકા અને ચીન સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે.

હવે જો તેના પૈસાને ત્યાં રહેતા લોકો સાથે ભાગાકાર કરવામાં આવે તો (જેને જીડીપી પર કેપિટા કહેવાય છે.) સૌથી અમીર દેશ લક્ઝમબર્ગ, સ્વિત્ઝર્લેન્ડ અને ચીનનો સ્વાયત્ત પ્રદેશ મકાઉ છે.

જોકે આ બધી વાત તો સાચી છે, પરંતુ ઘણા અર્થશાસ્ત્રીઓ દેશ અર્થવ્યવસ્થાની મજબૂતી તપાસીને તે ધનવાન છે કે નહીં તે નક્કી કરે છે.

આ માટે તેઓ દેશના લોકોની ખરીદશક્તિ જુએ છે. સાથે જ એવું પણ જુએ છે કે એ દેશના અલગઅલગ નાગરિકોની ખરીદશક્તિની ક્ષમતા કેટલી સમાન છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પ્રકારે કતર, મકાઉ, લક્સમબર્ગ બાદ સિંગાપોર, બ્રુનેઈ અને કુવૈત સૌથી અમીર દેશ છે.

આ દેશો બાદ યાદીમાં સંયુક્ત અરબ અમિરાત, નોર્વે, આયર્લેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.

તેલ અને કુદરતી ગૅસ ધરાવતો દેશ કતર અમીર દેશોની યાદીમાં સૌથી ઉપર છે. છેલ્લા ઘણા સમયથી કતરે અમીર દેશોની યાદીમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું છે.

જોકે, મકાઉ વર્ષ 2013 અને 2014માં કતરથી આગળ નીકળી ગયું હતો. પરંતુ વર્ષ 2015માં તે ફરી બીજા ક્રમે આવી ગયો.

મકાઉની અર્થવ્યવસ્થા મુખ્ય રૂપે પર્યટન અને કસિનો ઉદ્યોગ પર નિર્ભર છે.

જ્યારે યુરોપીયન દેશ લક્સમબર્ગનો આર્થિક વિકાસ નાણાકીય રોકાણોના મેનેજમેન્ટ અને ખાનગી બૅન્કોને કારણે થયો છે.

10 સૌથી અસમાન દેશ

'ગિની કોએફિશિએ' અમીરી અને ગરીબી માપવાની રીત છે. તેનો માપદંડ ઝીરોથી લઈને એક વચ્ચે હોય છે. આમાં ઝીરોનો મતલબ છે સંપૂર્ણ રીતે અસમાન.

વિશ્વ બૅન્કના આંકડાઓ મુજબ દક્ષિણ આફ્રિકા, હૈથી અને હોંડુરાસ દુનિયાના સૌથી અસમાન દેશોની યાદીમાં છે.

આ દેશો બાદ કોલમ્બિયા, બ્રાઝીલ, પનામા, ચીલી, રવાંડા, કોસ્ટા રિકા અને મેક્સિકોનું નામ આવે છે.

લેટિન અમેરિકા સાથે શું થઈ રહ્યું છે?

લેટિન અમેરિકા અને કેરેબિયાઈ દુનિયાના સૌથી અસમાન ક્ષેત્રો છે. ત્યારબાદ સહાર આફ્રિકાનું નામ આવે છે.

10 અસમાન દેશોની યાદીમાં આઠ એક ક્ષેત્રના છે અને બે આફ્રિકાના દેશ છે.

આ વચ્ચે વિશ્વ બૅન્કના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે લેટિન અમેરિકાએ હાલના થોડા વર્ષોમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઘટાડવામાં સફળતા મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો