You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાક.ના આ ઉમેદવારની સંપત્તિ છે રૂ. 40 હજાર કરોડ
- લેેખક, બીબીસી ગુજરાતી ટીમ
- પદ, નવી દિલ્હી
પાકિસ્તાનમાં આગામી ચૂંટણી માટે ઉમદેવારી પત્રક ભરવાની તજવીજ શરૂ થઈ ગઈ છે ત્યારે એક અપક્ષ ઉમેદવારે જાહેર કરેલી સંપત્તિ વિશે સાંભળીને ભારતના સાંસદોને ઇર્ષ્યા આવે તેમ છે.
એનએ-182 મુજ્જફરગઢ અને પીપી-270 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હુસૈન શેખે 403 અબજની સંપત્તિ જાહેર કરી છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર તથા રાષ્ટ્રીય ધારાસભાના પૂર્વ સભ્ય જમશેદ દસ્તી પણ આ બેઠક પરથી ઉમેદવાર છે.
મોહમ્મદ હુસૈન શેખની સંપત્તિ ભારતના સૌથી ધનવાન સાંસદની સંપત્તિ કરતાં પાંચ ગણી વધારે છે.
કોણ છે મોહમ્મદ હુસૈન?
પાકિસ્તાની અખબાર ડૉન(Dawn)નાં અહેવાલ પ્રમાણે, ઉમેદવાર મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે મુન્ના શેખ મુજ્જફરગઢ શહેરની લગભગ 40 ટકા સંપત્તિ ધરાવે છે.
આ સિવાય મોહમ્મદ હુસૈન લાંગ મલાના, ચક તલિરી અને લતકારણ વિસ્તારમાં મોટાપાયે જમીન ધરાવે છે. આ સિવાય તેઓ આંબાવાડીઓ અને કોઠીઓ ધરાવે છે.
એક જમીનનો કેસ લગભગ 88 વર્ષથી અલગઅલગ કોર્ટોમાં ચાલતો હતો, અંતે સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શેખની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
એ વિવાદાસ્પદ જમીનની કિંમત પાકિસ્તાની ચલણ પ્રમાણે, 403.11 અબજ રૂપિયા (ભારતીય ચલણ પ્રમાણે 200 અબજ રૂપિયા) થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલી સંપત્તિ હોવા છતાંય મુન્નાએ કોઈ કર ભર ભર્યો નથી.
ભારતના સૌથી ધનવાન સાંસદ
બિહારમાંથી જનતા દળ યુનાઇટેડના રાજ્યસભાના સાંસદ ડૉ. મહેન્દ્ર પ્રસાદ (ઉં.વ.78) ઉર્ફે રાજા મહેન્દ્ર સૌથી ધનવાન સાંસદ છે.
સાંસદ તરીકે તેમની સાતમી ટર્મ ચાલી રહી છે. ફોર્બ્સના અહેવાલ પ્રમાણે, ડૉ. પ્રસાદ 1.4 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.
1980માં જેહાનાબાદ બેઠક પરથી ડૉ. પ્રસાદ કોંગ્રેસની ટિકિટ પરથી સાંસદ બન્યા હતા. તેઓ વિશ્વના 211 દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.
તેમણે પોતાની એફિડેવિટમાં રૂ. 4,010 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જોકે, મોહમ્મદ હુસૈન શેખની સંપત્તિથી પાંચ ગણી છે.
હિના રબ્બાની ખાર સામે પડકાર
મોહમ્મદ હુસૈન શેકની સામે હિના રબ્બાની ખાર ઉમેદવાર છે. તેઓ પાકિસ્તાનનાં પૂર્વ વિદેશ મંત્રી છે.
હીના પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવાર છે. હીના પણ એનએ-182 મુજ્જફરગઢ બેઠક પરથી ઉમેદવાર છે.
પાકિસ્તાનના અન્ય ધનિક ઉમેદવારો
પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝ શરીફે પાકિસ્તાની રૂપિયા 84.5 અબજની (ભારતીય ચલણ પ્રમાણે, રૂ. 47.32 અબજ) સંપત્તિ જાહેર કરી છે. તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉમેદવાર છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારીએ રૂ. (પાકિસ્તાની) 75.9 અબજની સંપત્તિ જાહેર કરી છે. તેમના પુત્ર બિલાવલ ભુટ્ટોએ પિતાથી બમણી સંપત્તિ જાહેર કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો