You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂ યૉર્કમાં મળી બેઠક, કિમ-ટ્રમ્પ મંત્રણા માટે માર્ગ તૈયાર
કિમ જોંગ-ઉનના વિશ્વાસુ અધિકારી જનરલ કિમ યોંગ-ચોલ ન્યૂ યૉર્ક પહોંચ્યા છે, જેમાં ટ્રમ્પ અને જોંગ-ઉનની મુલાકાત માટેનો માર્ગ તૈયાર થયો છે.
યોંગ-ચોલે અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો સાથે મુલાકાત કરી હતી, તેઓ ગુરૂવારે ફરી મળશે.
એર ચાઇનાની ફ્લાઇટ મારફત તેઓ બેઇજિંગથી અમેરિકા પહોંચ્યા હતા.
છેલ્લા બે દાયકામાં ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારીની આ પ્રથમ અમેરિકા મુલાકાત છે.
12મી જૂનના સિંગાપુર ખાતે અમેરિકા તથા કિમ જોંગ-ઉનની મુલાકાત પ્રસ્તાવિત છે, જેનો એજન્ડા તૈયાર કરવા માટે જનરલ યોંગ-ચોલ અમેરિકા પહોંચ્યા છે.
ટ્રમ્પ લઈ રહ્યાં છે રસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું હતું કે વાતચીત માટે 'સાથે મળીને એક વધારે સારી ટીમ' બનાવવામાં આવી છે.
કેટલીક શંકાઓનાં કારણે ટ્રમ્પે ગત અઠવાડિયાએ પ્રસ્તાવિત મુલાકાત રદ કરી દીધી હતી.
પરંતુ હવે બન્ને દેશો ભેગાં થઈને શિખર સંમેલનની તૈયારી કરી રહ્યાં છે. આ સંમેલન 12મી જૂનના રોજ સિંગાપુરમાં યોજાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કોરિયાના નેતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાતની આ પ્રથમ ઘટના હશે.
જનરલ કિમ પર સંમેલનની જવાબદારી
જનરલ કિમ જોંગ-ચોલની મુલાકાતના આધારે સંમેલનનો એજન્ડા નક્કી થશે.
જનરલ કિમ જોંગ-ચોલ હાલ યોજાયેલી ઉત્તર કોરિયાની ઉચ્ચસ્તરીય વાતચીતના ભાગ રહી ચૂક્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉત્તર કોરિયાના નાયબ વિદેશ પ્રધાન ચો સોન-હૂઇ અને દક્ષિણ કોરિયા ખાતે અમેરિકાના પૂર્વ ઍમ્બેસેડર સૂંગ કીમ વચ્ચે પણ બેઠક મળી છે.
આ બેઠક ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ પર આવેલા પાનમૂજોમ ખાતે મળી હતી.
બીજી બાજુ, સમગ્ર ઘટનાક્રમમાં ઉત્તર કોરિયાની સ્થિતિ જાણવા માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લેવરોવ પ્યૉંગયાંગ પહોંચ્યા છે.
કોણ છે કિમ જોંગ-ચોલ?
72 વર્ષીય જનરલ કિમ જોંગ-ચોલ પાડોશી દેશ દક્ષિણ કોરિયામાં વિવાદાસ્પદ છે.
તેમણે કોરિયાઈ દેશોની વચ્ચે થયેલી વાતચીત દરમિયાન મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી.
જ્યારે તેઓ લશ્કરી ગુપ્ત વિભાગના પ્રમુખ હતા, ત્યારે તેમના પર દક્ષિણ કોરિયાઈ ઠેકાણાં પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વર્ષ 2014માં સોની પિકચર્સની હૅકિંગ બાબતે તેમની ભૂમિકા હોવાનું ચર્ચાય છે.
ત્યારબાદ જનરલ કિમ જોંગ-ચોલ પર અમેરિકાએ વ્યક્તિગત રીતે પ્રતિબંધ મૂક્યો હતો.
વર્ષ 2016માં 'આચરણ'ને કારણે તેમને સજા થઈ હતી, આમ છતાંય તેઓ સેના અને પાર્ટીમાં ઉચ્ચ પદ પર યથાવત છે.
વર્ષ 2018માં પયૉન્ગચાંગમાં થયેલી વિન્ટર ઑલિમ્પિકની રમતમાં તેઓ ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળના પ્રમુખ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો