You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનને ભીંસમાં લેવા અમેરિકાના ફરી પ્રયત્નો, મૂક્યા કડક પ્રતિબંધો
અમેરીકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ જણાવ્યું છે કે અમેરીકા ઈરાન પર 'અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધ' લગાવવાનું છે.
ઈરાનના વિદેશમંત્રી જવાદ જરીફે પૉમ્પિયોના નિવેદનની ટીકા કરી છે.
વૉશિંગ્ટનમાં માઇક પૉમ્પિયોએ નવી નીતિ અંગે જણાવતાં કહ્યું કે આકરા પ્રતિબંધ લગાડ્યા બાદ ઈરાન 'પોતાની અર્થ વ્યવસ્થા જાળવી રાખવા માટે સંઘર્ષ' કરતું જોવા મળશે.
એમણે જણાવ્યું કે તેઓ 'ઈરાનના આક્રમક વલણને રોકવા માટે' પેન્ટાગોન અને ક્ષેત્રીય સાથીઓની સાથે મળીને કામ કરશે.
આ મહિનાની શરૂઆતમાં જ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 2015માં થયેલા પરમાણુ કરારમાંથી પીછેહઠ કરી છે.
''પ્લાન બી''
અમેરીકાના વિદેશમંત્રી તરીકે વિદેશનીતિ અંગેના મહત્વના ભાષણમાં પૉમ્પિયોએ ઇસ્લામિક ગણતંત્ર સામે ટક્કર આપવા માટે ''પ્લાન બી'' ની ઘોષણા કરી હતી.
એમણે ઈરાન સામે'' નવી ડીલ'' માટે 12 શરતો મૂકી. આ શરતોમાં સીરિયામાંથી પોતાનાં લશ્કરને પાછું બોલાવવું અને યમનમાં બળવો કરનારનું સમર્થન ના કરવું વગેરેનો સમાવેશ થાય છે.
બીજી મુખ્ય શરતો આ પ્રમાણે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(આઈએઈએ)ને પોતાના પૂર્વ ન્યૂક્લિયર મિલિટ્રી પ્રોગ્રામ અંગે સંપૂર્ણ જાણકારી આપવી અને આ કામને કાયમ માટે છોડી દેવું.
- પોતાના પાડોશી દેશો પ્રત્યે'' ધમકી આપવાનું વલણ ''બંધ કરવું. આમાં ઇઝરાયલને ખેદાન મેદાન કરવાની અને સાઉદ અરેબિયા તેમજ યૂએઈ પર મિસાઇલ છોડવાની ધમકીનો સમાવેશ થાય છે.
- ખોટા આરોપ હેઠળ પકડવામાં આવેલા કે ઈરાનમાં ગુમ થઈ ગયેલા અમેરિકા અને તેના સાથી દેશોના નાગરિકોને છોડી દેવા.
પૉમ્પિયોએ જણાવ્યું છે કે ઈરાનને પ્રતિબંધોમાં હળવાશ ત્યારે આપવામાં આવશે જ્યારે અમેરીકાને ખરેખર લાગશે કે તેનામાં કોઈ પરિવર્તન આવ્યું છે.
કેવી પડશે પ્રતિબંધોની અસર
બીબીસીના ડિપ્લોમેટિક સંવાદદાતા જોનાથન માર્કસના જણાવ્યા મુજબ,''ઈરાન માટે અમેરીકાનો'' પ્લાન બી ''પ્રતિબંધો દ્વારા એના પર દબાણ લાદવાનો છે. જેથી તહેરાનની સરકારને નવી ડીલમાં જોડાવવા માટે મજબૂર કરી શકાય. આ રીતે ઈરાનની પરમાણુ હિલચાલ પર દબાણ તો વધશે જ સાથે સાથે એમનાં મિસાઇલ પ્રોગ્રામ અને ક્ષેત્ર અંગેનું એમનું વલણ પણ બદલાશે.''
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના સમયે પરમાણુ ડીલમાંથી બહાર નીકળી જવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના બે અઠવાડિયા બાદ નાણાંમંત્રાલયે કહ્યું છે કે ઈરાન પર આર્થિક પ્રતિબંધ તાત્કાલિક લગાડવામાં નહી આવે. આ પ્રતિબંધ ત્રણ થી છ અઠવાડિયાની અંદર લગાડવામાં આવી શકે છે.
ઇઝરાયલે ટ્રમ્પના આ નિર્ણયને આવકાર્યો છે પણ ડીલમાં હાજર ફ્રાંસ, જર્મની,બ્રિટન અને રશિયા જેવા બીજા દેશોએ આ નિર્ણયની ટીકા કરી છે.
ઈરાનની ન્યૂક્લિયર ડીલના અમલીકરણ બાદ યૂરોપની ઘણી કંપનીઓએ ઈરાન સાથે વેપાર કરવાની શરૂઆત કરી દીધી હતી. પણ ડીલ તૂટવાથી આ કંપનીઓ ઈરાન કે અમેરીકામાંથી એકની પસંદગી કરવા અંગે અવઢવમાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો