You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓસ્ટ્રેલિયાના બીચ પર તણાઈ આવેલી 150 વહેલનાં મૃત્યુ
પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક સાથે તણાઈ આવેલી પાઇલટ વહેલ માછલીઓમાંથી માત્ર છને જ બચાવી શકાઈ છે.
લગભગ 150 જેટલી વહેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી 300 કિ.મી. દૂર દક્ષિણે આવેલા હેમેલિન બે પર તણાઈ આવી હતી.
શુક્રવારે આ માછલીઓને બચાવકાર્યના ભાગરૂપે એક સ્થાનિક માછીમારે તેમને ઊંડા પાણીમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા.
જોકે, હવામાનની સ્થિતિ બગડવા ઉપરાંત ગભરાઈ ગયેલી માછલીઓએ આવેશમાં આવીને તેમને બચાવવાના પ્રયાસોમાં અડચણ ઊભી થઈ હતી.
જેને કારણે રાત સુધીમાં 140થી વધુ વહેલ માછલીઓ મૃત્યુ પામી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
પાઇલોટ વહેલ પ્રજાતીની આ માછલીઓને બચાવવાના પ્રયાસમાં 100 સ્વયંસેવકો, વન્યજીવ કર્મચારીઓ અને અન્ય લોકો પણ જોડાયાં હતાં. આ માછલીઓ એક સાથે બીચ પર ભૂલથી આવી ચડી હતી.
કેમ બને છે આવી ઘટના?
એક પ્રવાસીએ સમાચાર સંસ્થા એસોસિએટેડ પ્રેસને જણાવ્યું, "મેં આવું દૃશ્ય ક્યારેય નથી જોયું, જ્યાં આટલી બધી વહેલ માછલીઓ એક સાથે આ રીતે બીચ પર આવી ગઈ હોય."
પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસના પ્રવક્તા જેરેમી ચિકે એક નિવેદનમાં જણાવ્યું, "કમનસિબે મોટા ભાગની વહેલ માછલી આપમેળે જ રાતોરાત (ગુરુવારે) સૂકી જમીન પર આવી ગઈ હતી અને તે બચી શકી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીવતી રહેલી વહેલ માછલીઓને બચાવવામાં બીચની ખડકાળ જમીન અને અન્ય મૃત વહેલ માછલીઓના શરીર, અને તોફાનો દરિયો અડચણરૂપ બન્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ચિકે કહ્યું કે જીવતી બચી ગયેલી વહેલ ફરીથી બીચ પર આવી જાય તેનું જોખમ છે.
તેમણે કહ્યું, "અગાઉ બનેલી આ પ્રકારની ઘટનાઓમાં આમ થતું જોવા મળ્યું છે."
'કુદરતનું રહસ્ય છે'
વહેલ માછલીઓ શા માટે આ રીતે સામૂહિક રીતે દરિયા કિનારે તણાઈ આવે છે, તેનું રહસ્ય હજી સુધી વૈજ્ઞાનિકો નથી ઉકેલી શક્યા.
વિશેષજ્ઞો કહે છે કે, એક સાથે કિનારે પહોંચી જવાની ઘટના પાછળ વિવિધ કારણો હોઈ શકે છે.
જો માછલીઓ બીમાર હોય, દિશા નક્કી કરવામાં તેમની ભૂલ થઈ હોય, ખાસ કરીને હળવો ઢોળાવ ધરાવતા બીચ તરફ આમ થવાની સંભાવના રહે છે.
આ બચાવ કાર્યમાં જોડાયેલા એક વિશેષજ્ઞએ સીડની મોર્નિંગ હેરાલ્ડને જણાવ્યું, "આ કુદરતનું એક રહસ્ય છે. એક વખતે કિનારે આવી ગયા બાદ તેમની સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડે છે."
ઘણી વખત કિનારે આવી ચડેલી માછલીઓ તેઓ ભયમાં હોવાના સંકેતો પ્રસારિત કરે છે, જેને કારણે બીજી વહેલ માછલીઓ પણ તેમની પાસે આવી જાય છે. અને ફસાઈ જાય છે.
વર્ષ 1996માં લગભગ 320 વહેલ માછલીઓ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના કિનારે આવી ગઈ હતી જે સૌથી મોટો આંકડો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો