વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો ઘરેબેઠાં ભણો

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો એ એક વૈભવ સમાન છે, જે મોટાભાગના લોકોને પરવડી નથી શકતું.

આ યુનિવર્સિટીઓના કોર્સ ખર્ચાળ પણ હોય છે અને પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા પણ વધુ હોય છે. જે-તે યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા ઉચ્ચ માપદંડો પ્રમાણે વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય પણ દર્શાવવું પડે છે.

અરજી માટેની પ્રક્રિયા પણ અટપટી હોય છે. દર વર્ષે એવા અસંખ્ય વિદ્યાર્થીઓ હોય છે જેમને પ્રવેશ નથી મળતો.

ઇન્ટરનેટ અને આ યુનિવર્સિટીઓની પહેલના કારણે તેમના કેટલાંક કોર્સ હવે સૌના માટે ઉપલબ્ધ છે અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર.

તમને આ પણ વાંચવું ગમશે

અહીં વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની અને તેના દ્વારા અપાતા નિઃશુલ્ક કોર્સની યાદી છે.

બ્રિટિશ મેગેઝિન 'ટાઇમ્સ હાયર એજ્યુકેશન' દર વર્ષે વિશ્વની ટોચની 1000 યુનિવર્સિટીઓની યાદી બહાર પાડે છે.

આ યાદીમાં રહેલી ટોચની દસ યુનિવર્સિટીઓની યાદી તેમના રૅન્કિંગ અને તેમના દ્વારા ઇન્ટરનેટ પર અપાતા કેટલાંક મહત્વના કોર્સની વિગત સાથે નીચે આપવામાં આવી છે.

ધ યુનિવર્સિટી ઑફ ક્સફર્ડ

ધ યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડ ઇન્ટરનેટ પર સંખ્યાબંધ કોર્સ આપી રહી છે, જેનો પોડકાસ્ટ, ટેકસ્ટ અને વીડિયો દ્વારા અભ્યાસ કરી રહ્યા છે.

યુનિવર્સિટીના ઓપન કન્ટેન્ટ વેબપેજ પરથી મળેલી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય શિક્ષણના હેતુ માટે ઉચ્ચગુણવત્તાની અભ્યાસસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે પૈકીના કેટલાંક કોર્સ નીચે મુજબ છે.

યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજ

કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું આ ઇન્સ્ટિટ્યૂટ 'કેલ્ટેક' તરીકે પણ ઓળખાય છે. આ ખનગી સંસ્થા વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રના વિશેષ સંશોધનના કારણે જાણીતી છે.

તમને આ પણ વાંચવું ગમશે

યુનિવર્સિટી ઑફ સ્ટેનફર્ડ

' એપલ' કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સે વર્ષ 2011માં આ સંસ્થામાં એક સંબોધન કર્યું હતુ, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. તેઓ અહીં આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ તેમણે અહીં ગ્રેજ્યુએશન અધૂરું છોડ્યું હતું.

મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી

એમઆઈટી તરીકે ઓળખાતી આ ખાનગી સંસ્થા અમેરિકાના મૈસાચુસેટ્સ રાજ્યમાં આવેલી છે.

તમને આ પણ વાંચવું ગમશે

હાર્વર્ડ યુનિવર્સિટી

આ યુનિવર્સિટી અમેરિકાના કેમ્બ્રિજ શહેરમાં આવેલી છે.

પ્રિન્સટન યુનિવર્સિટી

આ યુનિવર્સિટી અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના પ્રિન્સટન શહેરમાં આવેલી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઇમ્પીરિઅલ કૉલેજ લંડન

યુનિવર્સિટી ઑફ શિકાગો

તમને આ પણ વાંચવું ગમશે

યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો