વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો ઘરેબેઠાં ભણો

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો એ એક વૈભવ સમાન છે, જે મોટાભાગના લોકોને પરવડી નથી શકતું.
આ યુનિવર્સિટીઓના કોર્સ ખર્ચાળ પણ હોય છે અને પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા પણ વધુ હોય છે. જે-તે યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા ઉચ્ચ માપદંડો પ્રમાણે વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય પણ દર્શાવવું પડે છે.
અરજી માટેની પ્રક્રિયા પણ અટપટી હોય છે. દર વર્ષે એવા અસંખ્ય વિદ્યાર્થીઓ હોય છે જેમને પ્રવેશ નથી મળતો.
ઇન્ટરનેટ અને આ યુનિવર્સિટીઓની પહેલના કારણે તેમના કેટલાંક કોર્સ હવે સૌના માટે ઉપલબ્ધ છે અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર.
તમને આ પણ વાંચવું ગમશે
અહીં વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની અને તેના દ્વારા અપાતા નિઃશુલ્ક કોર્સની યાદી છે.
બ્રિટિશ મેગેઝિન 'ટાઇમ્સ હાયર એજ્યુકેશન' દર વર્ષે વિશ્વની ટોચની 1000 યુનિવર્સિટીઓની યાદી બહાર પાડે છે.
આ યાદીમાં રહેલી ટોચની દસ યુનિવર્સિટીઓની યાદી તેમના રૅન્કિંગ અને તેમના દ્વારા ઇન્ટરનેટ પર અપાતા કેટલાંક મહત્વના કોર્સની વિગત સાથે નીચે આપવામાં આવી છે.

ધ યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ધ યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડ ઇન્ટરનેટ પર સંખ્યાબંધ કોર્સ આપી રહી છે, જેનો પોડકાસ્ટ, ટેકસ્ટ અને વીડિયો દ્વારા અભ્યાસ કરી રહ્યા છે.
યુનિવર્સિટીના ઓપન કન્ટેન્ટ વેબપેજ પરથી મળેલી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય શિક્ષણના હેતુ માટે ઉચ્ચગુણવત્તાની અભ્યાસસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે પૈકીના કેટલાંક કોર્સ નીચે મુજબ છે.
- અપ્રોચિંગ શેક્સપિયર (સાહિત્ય)
- એલિમૅન્ટ્સ ઑફ ડ્રોઇંગ (કળા)
- બાયોએથિક્સ : એન ઇન્ટ્રોડક્શન (તત્વજ્ઞાન)
- બિલ્ડિંગ અ બિઝનેસ (વ્યાપાર)
- ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ એન્ડ પ્રૉબ્લેમ્સ ઑફ મૉડર્ન વર્લ્ડ (સમાજશાસ્ત્ર)

યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજ

ઇમેજ સ્રોત, Getty Images
- બેઝિક ચાઇનીઝ (ભાષાશાસ્ત્ર)
- બેઝિક જર્મન (ભાષાશાસ્ત્ર)
- અરેબિક એસેન્શિઅલ્સ (ભાષાશાસ્ત્ર)
- માર્કસિઝમ(માર્ક્સવાદ) (તત્વજ્ઞાન)
- અડેપ્શન ટુ ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણ વિજ્ઞાન)

કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું આ ઇન્સ્ટિટ્યૂટ 'કેલ્ટેક' તરીકે પણ ઓળખાય છે. આ ખનગી સંસ્થા વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રના વિશેષ સંશોધનના કારણે જાણીતી છે.
- ગેટિંગ સ્ટાર્ટેડ ઇન ક્રાયો-એમ (જીવવિજ્ઞાન)
- ધ ઇવોલ્વિંગ યુનિવર્સ (ખગોળશાસ્ત્ર)
- ધ સાયન્સ ઑફ ધ સોલાર સિસ્ટમ (ખગોળશાસ્ત્ર)
- ડ્રગ્સ એન્જ ધ બ્રેઇન (જીવવિજ્ઞાન)
- મશીન લર્નિંગ (કમ્પ્યૂટર સાયન્સ)
તમને આ પણ વાંચવું ગમશે

યુનિવર્સિટી ઑફ સ્ટેનફર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
' એપલ' કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સે વર્ષ 2011માં આ સંસ્થામાં એક સંબોધન કર્યું હતુ, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. તેઓ અહીં આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ તેમણે અહીં ગ્રેજ્યુએશન અધૂરું છોડ્યું હતું.
- ક્રિપ્ટોગ્રાફી (ક્મ્પ્યૂટર સાયન્સ)
- હેલ્થ અક્રોસ ધ જેન્ડર સ્પેકટ્રમ (તબીબીવિજ્ઞાન)
- હાઉ ટુ થિંક લાઇક અ સાયકોલોજીસ્ટ (તબીબીવિજ્ઞાન)
- ડિજિટલ ફોટોગ્રાફી (કળા અને માનવશાસ્ત્ર)
- અલ્ગોરિધમ્સ (કમ્પ્યૂટર સાયન્સ)

મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી
એમઆઈટી તરીકે ઓળખાતી આ ખાનગી સંસ્થા અમેરિકાના મૈસાચુસેટ્સ રાજ્યમાં આવેલી છે.
- ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શન્સ (ન્યુક્લિઅર વિજ્ઞાન અને ઇજનેરી)
- લૉ એન્ડ સોસાયટી (રાજ્યશાસ્ત્ર)
- ઇકોનૉમિક એનેલિસિસ ફોર બિસનેસ ડિસિઝન્સ (અર્થશાસ્ત્ર)
- પ્લાનિંગ, કૉમ્યુનિકેશન્સ એન્ડ ડિજિટલ મીડિયા (અર્બન સ્ટડીઝ)
- ડેવલોપિંગ મ્યુઝિકલ સ્ટ્રક્ચર (સંગીત અને નાટક)
તમને આ પણ વાંચવું ગમશે

હાર્વર્ડ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Getty Images
આ યુનિવર્સિટી અમેરિકાના કેમ્બ્રિજ શહેરમાં આવેલી છે.
- એન્શિયન્ટ માસ્ટરપીસિઝ ઑફ વર્લ્ડ લિટરેચર (સાહિત્ય)
- હ્યુમાનેટેરિયન રિસપોન્સ ટુ કન્ફ્લિક્ટ એન્ડ ડિઝાસ્ટર (સમાજશાસ્ત્ર)
- સાયન્સ એન્ડ કૂકિંગ (વિજ્ઞાન)
- વિઝ્યુઅલાઇઝિંગ જાપાન(1850-1930) (ઇતિહાસ)
- આર્કિટેક્ચરલ ઇમેજિનેશન (આર્કિટેક્ચર)

પ્રિન્સટન યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Getty Images
આ યુનિવર્સિટી અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના પ્રિન્સટન શહેરમાં આવેલી છે.
- મેકિંગ ગવર્નમેન્ટ વર્ક ઇન હાર્ડ પ્લેસિઝ (રાજ્યશાસ્ત્ર)
- ધ આર્ટ ઑફ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ : બ્રિજીસ (ઇજેનેરી)
- રાઇટિંગઃ ધ સાયન્સ ઑફ ડિલિવરી (સમાજશાસ્ત્ર)
- ધ બ્રેઇનઃ અ યુઝર્સ ગાઇડ (જીવવિજ્ઞાન)
- ગ્લોબલ હિસ્ટ્રી લેબ (ઇતિહાસ)
તમને આ પણ વાંચવું ગમશે

ઇમ્પીરિઅલ કૉલેજ લંડન
- એકાઉન્ટિંગ એસેન્શિઅલ્સ ફૉર એમબીએ સક્સેસ (વ્યાપાર)
- ડેટા એનાલિસિસ એસેન્શિઅલ્સ ફૉર એમબીએ સક્સેસ (અર્થશાસ્ત્ર)
- ફાઇનાન્સ એસેન્શિઅલ્સ ફૉર એમબીએ સક્સેસ (અર્થશાસ્ત્ર)
- મેથ્સ એસેન્શિઅલ્સ ફૉર એમબીએ સક્સેસ (અર્થશાસ્ત્ર)

યુનિવર્સિટી ઑફ શિકાગો

ઇમેજ સ્રોત, Getty Images
- અન્ડરસ્ટેન્ડિંગ ધ બ્રેઇન (જીવવિજ્ઞાન)
- ક્રિટિકલ ઇશ્યુઝ ઇન અર્બન એજ્યુકેશન (સામાજિક વિજ્ઞાન)
- ગ્લોબલ વૉર્મિંગ (પર્યાવરણ વિજ્ઞાન)
- અસેટ પ્રાઈઝિંગ (અર્થશાસ્ત્ર)
- સેલ્સ સ્ટ્રેટેજી (વ્યાપાર)
તમને આ પણ વાંચવું ગમશે

યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા
- મૉડર્ન કન્ટેમ્પરરી અમેરિકન પોએટ્રી (કળા અને માનવશાસ્ત્ર)
- ઇન્ટ્રોડક્શન ટુ માર્કેટિંગ (અર્થશાસ્ત્ર - વ્યાપાર)
- વાઇટલ સાઇન્સઃ વ્હૉટ બોડી ઇઝ ટેલિંગ અસ (જીવવિજ્ઞાન)
- ગ્રીક એન્ડ રોમન માયથોલોજી (ઇતિહાસ અને તત્વજ્ઞાન)
- ડિઝાઇનઃ ક્રિએશન ઑફ આર્ટિફેક્ટ્સ ઇન સોસાયટી (કળા)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












