શશી કપૂરને રાજ કપૂર 'ટેક્સી' શા માટે કહેતા હતા?

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક શશી કપૂરનું 79 વર્ષે અવસાન થયું હતું.

શશી કપૂર
ઇમેજ કૅપ્શન, જાણીતા અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા શશી કપૂરનું 79 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને થોડાં વર્ષોથી કિડનીની બીમારી હતી.
ઝનુન ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, JUNOON FILM POSTER

ઇમેજ કૅપ્શન, કપૂર ખાનદાનની જાડા થવાની પરંપરાથી દૂર રહેવા શશી કપૂર જમીને ચાલવાનું નહોતા ભૂલતા. તેમના પત્ની જેનિફર તેમનો ડાયટ પ્લાન નક્કી કરતા હતા. એમની પેઢીમાં જિમ જવાનું ચલણ નહોતું.
શશી કપૂર
ઇમેજ કૅપ્શન, શશી કપૂર ફિલ્મ 'હીરા ઔર પત્થર'નાં શૂટિંગ દરમિયાન જૂનાગઢ ગયા હતા. શૂટિંગમાં થોડો સમય મળ્યો તો તેઓ સાથી અભિનેત્રી શબાના આઝમી સાથે થિયેટરમાં હિંદી ફિલ્મ જોવા ગયાં હતાં. જ્યારે લોકોને ખબર પડી કે થિયેટરમાં શશી કપૂર અને શબાના આઝમી આવ્યાં છે, તો ભીડ બેકાબૂ થઈ ગઈ. તેઓ મોઢા પર રૂમાલ ઢાંકી શબાનાને લઈને કારમાં બેસી ગયાં હતાં.
શશી કપૂર
ઇમેજ કૅપ્શન, 80ના દશકમાં શશી કપૂર ખૂબ વ્યસ્ત રહેતા હતા. તે એક દિવસમાં ચાર-પાંચ શિફ્ટમાં કામ કરતા. બધી જ ફિલ્મોનું લોકેશન અલગ હોવાથી જે આખો દિવસ દોડાદોડ કરતા હતા.
શશી કપૂર
ઇમેજ કૅપ્શન, જુનૂન ફિલ્મ શશી કપૂર માટે ખાસ હતી કારણ કે તેમાં શબાના સાથે તેમની લોકપ્રિય જોડી અને પત્ની જેનિફરની ભૂમિકા પણ દમદાર હતી. આ ફિલ્મ રસ્કિન બૉન્ડની નવલકથા ‘ફ્લાઇટ ઑફ પિજન્સ’ પરથી બનાવવામાં આવી હતી.
શશિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1976માં આવેલી ફિલ્મ ફકિરા પછી શશી કપૂર અને શબાના આઝમીની જોડી દર્શકોને એટલી બધી પસંદ આવી કે બંનેએ એક ડઝનથી પણ વધુ હીટ ફિલ્મો આપી. શબાના સાથે શશી કપૂરની દોસ્તીના કારણે તેમનાં લગ્ન જીવનમાં તિરાડ પડી હતી. તેમનું લગ્ન જીવન બચાવવા માટે તેમણે શબાના સાથે દોસ્તી તોડી દીધી હતી. તેમણે 1984માં તેમની પત્ની જેનિફરનાં મૃત્યુ સુધી શબાના આઝમી સાથે વાત નહોતી કરી.
શશી કપૂર
ઇમેજ કૅપ્શન, શશી કપૂરને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.