You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માસ્ટરશૅફ ઇન્ડિયા : માછલીની જગ્યાએ શાકાહારી સ્પર્ધકે પનીરથી બનાવી સ્વાદિષ્ટ ડિશ, નિર્ણાયકોએ વખાણી છતાંય છંછેડાયો વિવાદ
માસ્ટરશૅફ ઇન્ડિયાના નિર્ણાયકોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. કારણ કે તેમણે એક સ્પર્ધકને ચૅલેન્જ દરમિયાન માછલીને બદલે પનીરનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી.
શોના 35મા ઍપિસોડમાં પાંચ પ્રતિસ્પર્ધીઓ 'ઇમ્યુનિટી પિન' જીતવા માટે ભાગ લઈ રહ્યાં હતાં અને ચેલેન્જ હતી 'માછલીનો ઉપયોગ કરીને ડિશ બનાવવાની.'
જેમાં પાંચ સ્પર્ધકો પૈકી અરુણા વિજયને આ ચેલેન્જમાં પનીરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હતી.
જ્યારે અન્ય ચાર પ્રતિસ્પર્ધીઓએ 'સૅલ્મોન' માછલીનો ઉપયોગ કર્યો હતો.
નિર્ણાયકોએ આ છૂટ આપવા પાછળ કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું અને અન્ય સ્પર્ધકોએ પણ એ સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.
માસ્ટરશૅફ ઇન્ડિયાની હાલની સિઝનમાં જાણીતા શૅફ વિકાસ ખન્ના, ગરિમા અરોરા અને રણવીર બ્રાર નિર્ણાયકો છે.
સોશિયલ મીડિયા પર વખાણ અને ટીકાનો વરસાદ
અરુણા વિજયને જ્યારે માછલીનો ઉપયોગ કરીને ડિશ બનાવવાનાં ચેલેન્જમાં પનીરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી ત્યારે તેમનાં ચહેરા પર જરાય આશ્વર્ય દેખાયું નહોતું.
અહેવાલો મુજબ, અગાઉ પણ અરુણા વિજયે ચૅલેન્જ દરમિયાન ઇંડાનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. તેઓ જૈન સમુદાયમાંથી આવે છે. જેઓ ચુસ્ત શાકાહારી હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરના નિર્ણયને લઈને ત્રણેય નિર્ણાયકોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે અને તેમાં આરોપ મૂકાઈ રહ્યો છે કે તેઓ અરુણા વિજયની તરફેણ કરી રહ્યાં છે.
કેટલાક લોકોએ અરુણા વિજયની ધાર્મિક માન્યતાઓે માટે અડગ રહેવા બદલ પ્રશંસા કરી હતી.
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓ અંગે શોના નિર્ણાયકો અને નિર્માતાઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
નિર્ણાયકો તરફથી હકારાત્મક ટિપ્પણી
અરુણા વિજયની ડિશ 'સ્ટફ્ડ સ્ક્વૉશ વિથ સ્ટ્રૉબેરી ઍન્ડ બૅસિલ સૉસ'ને નિર્ણાયકો તરફથી મોટેભાગે હકારાત્મક ટિપ્પણીઓ મળી હતી અને ચેલેન્જમાં તેઓ બીજા સ્થાને આવ્યા હતા.
ભારતને મોટાભાગે શાકાહારી દેશ માનવામાં આવે છે. જોકે, કેટલાક સંશોધનોમાં આ માન્યતાને પડકારવામાં આવી છે.
કેટલાક સંશોધકોએ કહ્યું છે કે હકીકતમાં માત્ર 20 ટકા ભારતીયો શાકાહારી છે.
જોકે, ધાર્મિક અને રાજકીય કારણોસર દેશમાં ખોરાક, ખાસ કરીને માંસ ઘણી વખત વિભાજનકારી અને વિવાદાસ્પદ મુદ્દો બની જાય છે.
2014માં માસ્ટરશૅફના નિર્માતાઓની શોની 'શાકાહારી સિઝન'ની જાહેરાત કરવા બદલ ટીકા થઈ હતી. જોકે, બે સિઝન બાદ તેને હઠાવી દેવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો