You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એમસી સ્ટૅન : બિગ બૉસ 16ના વિજેતા કોણ છે જેમના યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ છે?
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રૅપર એમસી સ્ટૅન બિગ બૉસ સીઝન 16ના વિજેતા બન્યા છે. છેલ્લા એક દાયકાથી ચાલતા ટીવી શોના દર્શકોમાં ઉત્સુકતા હતી કે આ વખતે કોણ વિજેતા બનશે.
અને આખરે એમસી સ્ટૅન બિગ બૉસ 16ના વિજેતા જાહેર કરવામાં આવ્યા.
આ વખતે ટૉપ 3માં પ્રિયંકા ચાહર ચૌધરી, શિવ ઠાકરે અને એમસી સ્ટૅન હતા.
દર્શકોને પ્રિયંકા ચાહર ચૌધરીના વિજેતા બનવાની આશા હતી પરંતુ તેઓ ત્રીજા સ્થાને રહ્યાં.
બિગ બૉસનો ખિતાબ માટે એમસી સ્ટૅન અને શિવ ઠાકરે બંને વચ્ચે ટક્કર હતી પરંતુ આ ખિતાબ મળ્યો એમસી સ્ટૅનને.
આ વખતે બિગ બૉસ જીતનાર એમસી સ્ટૅનને એક ટ્રોફી, કાર અને 31 લાખ 80 હજાર રૂપિયા મળ્યા.
ફિનાલે જોવા માટે સની દેઓલ અને અમીષા પટેલ પહોંચ્યાં
બિગ બૉસ 16ના ફિનાલેમાં બિગ બૉસના બધા પ્રતિસ્પર્ધીઓ સાથે કેટલાય અન્ય ટીવી કલાકારોએ પરફૉર્મેન્સ આપી હતી.
ત્યારે બોલીવૂડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલે પોતાની ફિલ્મ ગદર 2નું પ્રમોશન કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારો માને છે કે, બિગ બૉસ 15ની સરખામણીમાં દર્શકોએ આ સીઝનને વધુ પસંદ કરી હતી.
આ વખતે બિગ બૉસના ઘરમાં અનેક વિવાદ સર્જાયા અને પ્રતિસ્પર્ધીઓ અનેક વખત ઝઘડો કરતાં જોવાં મળ્યાં હતાં.
કોણ છે એમસી સ્ટૅન
એમસી સ્ટૅન હિપ-હૉપ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા છે. હિપ-હૉપમાં આવતાં હપેલાં તેઓ બીટ બૉસ્કિંહ અને બી-બોઇંગ કરતા હતા. એમસી સ્ટૅન માત્ર 23 વર્ષના છે અને આટલી નાની ઉંમરમાં તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી છે.
પોતાના ગીતોમાંથી તેઓ સારી કમાણી કરે છે. બિગ બૉસના ગ્રૅન્ડ ફિનાલેમાં એમસી સ્ટૅનના પિતા પણ હાજર રહ્યા હતા. પોતાના પુત્રની સફળતા જોયા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા. તો ચાર મહિના બાદ પોતાના પિતાને જોવા પર એમસી સ્ટૅનની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
એમસી સ્ટૅનની અત્યાર સુધીની સફર ખૂબ રોચક રહી છે. બધા પ્રતિસ્પર્ધીઓથી અલગ તેઓ દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય રહ્યા છે.
અભિનેતા સલમાન ખાન પણ તેમને પસંદ કરતા હતા તેવું જોઈ શકાતું હતું.
સ્ટૅનની ગરીબીથી લોકપ્રિયતાની સફર
બિગ બૉસ 16નો ખિતાબ જીતનાર એમસી સ્ટૅનનું ખરું નામ અલ્તાફ શેખ છે. તેઓ પુણેના રહેવાસી છે.
તેમનું બાળપણ ખૂબ જ સાધારણ પરિવારમાં વિત્યું છે. તેમનું ધ્યાન બાળપણમાં શિક્ષણ કરતાં વધુ ગીતોમાં લાગતું.
સ્ટૅન જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેઓ કવ્વાલી ગાતા. તેઓ જાણીતા રૅપર રફ્તાર સાથે પણ પરફૉર્મ કરી ચૂક્યા છે.
બાળપણમાં તેમના જીવનનો સંઘર્ષ શરૂ થયો હતો. તેમને ઘણી મુશ્કેલીઓ બાદ સફળતા મળી છે.
તેમણે એવા દિવસો પણ જોયા છે કે જ્યારે તેમની પાસે પૈસા નહોતા અને તેમણે રસ્તા પર રાત વિતાવવી પડી હતી.
ખરાબમાં ખરાબ સમયમાં પણ તેમણે હિંમત ન હારી અને તેમણે પોતાનાં ગીતો મારફતે દર્શકો સુધી પોતાની કહાણી પહોંચાડી. એમસી સ્ટૅને ઘણાં ગીતો ગાયાં છે. પરંતુ તેમને 'વાટા' ગીતથી સફળતા મળી હતી, આ ગીતને યુટ્યૂબમાં 21 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.
નિરાશ થયા ફર્સ્ટ રનર અપ અભિનેતા શિવ ઠાકરે
આ વખતના ફર્સ્ટ રનર અપ અભિનેતા શિવ ઠાકરે રહ્યા. બિગ બૉસ હિંદીમાં આવતા પહેલાં તેઓ બિગ બૉસ મરાઠીના વિજેતા રહ્યા છે.
શિવે બીજા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને બિગ બૉસ હિંદીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું. મહારાષ્ટ્રના શિવ ઠાકરે એક મરાઠી અભિનેતા અને કોરિયોગ્રાફર છે.
અમરાવતીમાં જન્મેલા શિવ ટીવી પર પ્રથમ વખત એમ ટીવી રોડીઝ રાઇઝિંગમાં જોવા મળ્યા હતા. અહીંથી તેમની ટીવી કૅરિયરની શરૂઆત થઈ હતી. આ શોમાં રણવિજયની ટીમમાં હતા. અને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા પરંતુ વિજેતા નહોતા બની શક્યા.
બિગ બૉસના ઘરમાં પણ આવું જ થયું. તેઓ પ્રતિસ્પર્ધીઓ સાથે વિવાદને લઈને ચર્ચામાં રહ્યા. કેટલીક વખત બિગ બૉસના ટાસ્કમાં પણ હાર્યા. બિગ બૉસના ટૉપ 2 ખેલાડીઓમાં સામેલ થવું એ સહેલું નથી હોતું.
તેઓ બિગ બૉસ 16નો ખિતાબ તો ન જીતી શક્યા પરંતુ લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો