Ind Vs SA : અર્શદીપે પ્રથમ ઓવરમાં લીધેલી ત્રણ વિકેટે ભારતને અપાવ્યો દક્ષિણ આફ્રિકા સામે વિજય

ઇમેજ સ્રોત, ANI
તિરુવનંતપુરમમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે આઠ વિકેટથી જીતી ગયું હતું.
અર્શદીપે મૅચમાં સ્વિંગ બૉલિંગને અનુકૂળ માહોલનો લાભ લીધો અને તેમણે બંને દિશામાં બૉલને સ્વિંગ કરાવી જેનાથી લાગી રહ્યું હતું કે દક્ષિણ આફ્રિકન બૉલરો તેમની સામે અસહજ છે. બૉલને બંને તરફ ફેરવવાની સાથે તેમની ઊંચાઈનો પણ તેમને લાભ મળ્યો.
અર્શદીપે એશિયા કપમાં પાકિસ્તાનની વિરુદ્ધ કૅચ છોડ્યો હતો જેની ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ દક્ષિણ આફ્રિકાની સામે જ્યારે દીપક ચાહરની બૉલ પર સ્ટબ્સનો કૅચ લીધો ત્યારે ચાહરના ચહેરા પર ખુશી હતી પરંતુ તેનાથી વધારે ખુશી અર્શદીપના ચહેરા પર હતી. આ કૅચ પકડ્યા પછી તેઓ શિખર ધવનની જેમ તાલ પણ ઠોકતા નજરે પડ્યા હતા.
અર્શદીપને પિચના બીજા છેડે દીપક ચાહર સાથ આપી રહ્યા હતા.
દીપક ચાહર આમ તો વિશ્વકપ ટીમમાં નથી પરંતુ સુરક્ષિત ખેલાડીઓમાં સામેલ છે. તેમણે પ્રથમ પાંચ બૉલ કૅપ્ટન તેમ્બા બવુમાને આઉટ સ્વિંગ ફેંક્યા અને ઓવરના છેલ્લા બૉલને ઇનસ્વિંગ કરીને તેમને બોલ્ડ કર્યા હતા.

ભારત-દક્ષિણ આફ્રિકાની ટી-20 મૅચ

- તિરુવનંતપુરમમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ લીધી હતી
- દક્ષિણ આફ્રિકાએ આઠ વિકેટ પર 106 રન બનાવ્યા હતા
- ભારતે બે વિકેટ પર 110 રન બનાવીને મૅચ જીતી હતી
- અર્શદીપની ત્રણ, દીપક ચાહર અને હર્ષલ પટેલની બે-બે વિકેટ
- કેએલ રાહુલે 51 અને સૂર્ય કુમારે 52 રન માર્યા, બંને નૉટઆઉટ
- પ્લેયર ઑફ ધ મૅચ - અર્શદીપ સિંહ
- ત્રણ મૅચોની સિરીઝની બીજી મૅચ - બે ઑક્ટોબર, ગૌહાટી

અર્શદીપની પ્રથમ ઓવરમાંકમાલ

ઇમેજ સ્રોત, ANI
અર્શદીપસિંહે પોતાની પ્રથમ ઓવરમાં જ ત્રણ વિકેટ લઈને પોતાની છાપ છોડી હતી. તેમણે બીજા બૉલ પર ક્વિંટન ડિકૉકને બોલ્ડ કર્યા તો પાંચમા બૉલ પર રોસોની વિકેટ લીધી અને છેલ્લા બૉલ પર ડેવિડ મિલરને બોલ્ડ કરીને સ્કોર ચાર વિકેટ પર આઠ રન લીઘા. અર્શદીપે ચાર ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ લીધી.
અર્શદીપે મૅચ પછી કહ્યું, "હું સારી ટ્રેનિંગ લઈને આવ્યો છું, આનો મને ફાયદો મળ્યો. એ ખબર હતી કે માહોલ બૉલર્સને અનુકૂળ હશે તો મેં બૉલનો ટપ્પો યોગ્ય જગ્યાએ રાખ્યો અને તેના કારણે સફળતા મળી.""
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "મેં ડેવિડ મિલરને જે અંદર આવતા બૉલ પર બોલ્ડ કર્યા, તે મારી સર્વશ્રેષ્ઠ વિકેટ હતી. આ પ્રદર્શન પર મને મૅન ઑફ ધ મૅચ બનાવાયો."
અર્શદીપસિંહ અને દિપક ચાહરનું આક્રમણ અહીંયા જ ન થોભ્યું. દીપકે પોતાની બીજી ઓવરમાં ટ્રિસ્ટિયન સ્ટબ્સનો કૅચ લેવડાવીને નવ રન પર દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયનભેગી કરી દીધી. ત્યારે લાગ્યું કે દક્ષિણ આફ્રિકાની ટીમ કદાચ 20 ઓવર પણ નહીં રમી શકે
આ મુશ્કેલ સ્થિતિમાં કેશવ મહારાજે જેનો જુસ્સો બતાવ્યો, તેની પણ સરાહના થઈ રહી છે. તેમના 41 રનોની ઇનિંગ્સ અને મારક્રમ, પાન્રેલ અને રબાડાની ભાગીદારોની કમાલ હતી કે ટીમ 106 રમ પર પહોંચી શકી.

કૅપ્ટન રોહિત શર્માનો ફ્લૉપ શો

ઇમેજ સ્રોત, Getty Images
આ સાચું હતું કે દક્ષિણ આફ્રિકાએ ઘણો સાધારણ સ્કોર બનાવ્યો હતો. પણ રબાડા, પાર્નેલ અને નૉર્કિયાની આગેવાનીવાળી બૉલિંગના પગલે ખતરો હતો કે ભારતને મુશ્કેલી પડશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને જ આ મુશ્કેલ સ્થિતિઓના હિસાબથી પોતાને ઢાળવામાં સફળ ન રહ્યા હતા. બંને જ આઉટસ્વિંગ બાઉન્સર પર આઉટ થયા હતા.
ભારતની બંને વિકેટ 17 રનના સ્કોર પર પડતા એક સમયે લાગી રહ્યું હતું કે લક્ષ્ય સુધીનો રસ્તો કપરો રહેશે. દક્ષિણ આફ્રિકન બૉલર્સ સતત સારી બૉલિંગ કરી રહ્યા હતા. આ બે વિકેટ પડ્યા બાદ કેએલ રાહુલ પણ સહજ લાગી રહ્યા ન હતા.

સૂર્યકુમાર યાદવે માહોલ બદલ્યો

ઇમેજ સ્રોત, ANI
નૉર્કિયાએ પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બૉલ પર વિરાટની વિકેટ લીઘી. ત્યારે દક્ષિણ આફ્રિકાએ ભારત પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું પરંતુ સૂર્યકુમાર યાદવે સતત બે બૉલ પર બે છગ્ગા ફટકારીને બૉલરો પર દબાણ ઊભું કર્યું.
સૂર્યકુમારે 380 ડિગ્રીવાળા બૅટર માનવામાં આવે છે કારણ કે તે મેદાનમાં દરેક સ્થાન પર શૉટ લગાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઍક્સટ્રા કવર પર તો સરસ છગ્ગો ફટકાર્યો જેને કમેન્ટેટરે પણ વખાણ્યો. તેમણે તાકાત લગાવ્યા વિના યોગ્ય ટાઇમિંગથી બૉલને પેવેલિયન સુધી પહોંચાડ્યો હતો.
સૂર્યકુમારના કારણે જ કેએલ રાહુલ પરથી પણ ધીરે-ધીરે દબાણ હઠી ગયું હતું અને તેમણે કેટલાક ધમાકેદાર શૉટ્સ રમીને છગ્ગા માર્યા હતા. આ જોડી દક્ષિણ આફ્રિકાના બૉલરો પર ભારે પડી હતી અને ભારત ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધતું ગયું હતું.
કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ બંને નાબાદ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. રાહુલની આ 19મી અડધી સદી હતી.
બંનેની 93 રનની પાર્ટનરશિપના કારણે જ ભારતે 20 બૉલ બાકી રહેતાં લક્ષ્ય પૂરો કર્યો હતો.

પેસ બૉલિંગમાં ધાર

ઇમેજ સ્રોત, ANI
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે સીરિઝ જીતી ખરી પરંતુ આ દરમિયાન ભારતની ધારદાર બૉલિંગ બહુ જ સાધારણ દેખાઈ હતી. એવું લાગ્યું કે આ આક્રમણ ઑસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વિશ્વકપમાં કદાચ કારગત નહીં સાબિત થાય.
પરંતુ આ મૅચમાં ભારતીય બૉલર્સે પોતાનું વર્ચસ્વ જમાવીને બતાવી દીધું કે તેમની પર ભરોસો કરી શકાય. ભુવનેશ્વર તો આ મૅચમાં ન રમ્યા પરંતુ હર્ષલ પટેલે ધારદાર બૉલિંગ કરીને રંગ જમાવ્યો.
સ્પિન બૉલિંગમાં અક્ષર પટેલ પોતાની છાપ પહેલાં જ છોડી ચૂક્યા છે. ત્યાં સુધી કે રવિચંદ્રન અશ્વિનની વાત છે તો તે ભલે વિકેટ નહીં લઈ શકે પરંતુ ચાર ઓવરોમાં માત્ર આઠ રન આપવાથી મહત્ત્વ સમજાયું.
હર્ષલ પટેલના રંગમાં આવવાથી ભારતની ડેથ ઓવર્સમાં બૉલિંગમાં સુધાર થયો. અર્શદીપ ડેથ ઓવર્સમાં ખરચાળ સાબિત થયા. પરંતુ પીઠમાં તકલીફને કારણે આ મૅચમાં ન રમનાર જસપ્રીત બુમરાહના પાછા આવવાથી બૉલિંગમાં મજબૂતી આવી શકે છે.
આ માત્ર પાંચમો મોકો છે જ્યારે ભારતીય ટીમે આ પ્રારૂપમાં પાવર પ્લેમાં પાંચ વિકેટ લીધી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય બૉલર્સ પાવરપ્લેમાં પ્રદર્શન નથી કરી શકતા. પરંતુ આ મૅચમાં પાવર પ્લેમાં તેઓ અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહ્યા.
આની પહેલાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 29 રન પર પાંચ વિકેટ હતી, આ ભારતે 2019માં શ્રીલંકાની સામે કર્યું હતું. આ વર્ષે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પણ પાવરપ્લેમાં 31 રન પર પાંચ વિકેટ લીધી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













