રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 'શૅરબજારના સિકંદર' કહેવાતા રોકાણકાર આટલા ખાસ કેમ હતા?

રાકેશ ઝુનઝુનવાલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • 5 જુલાઈ 1960ના રોજ જન્મેલા રાકેશ ઝુનઝુનવાલા મુંબઈમાં ઊછર્યા છે. એમના પિતા આવકવેરા અધિકારી હતા
  • સિડનહૅમ કૉલેજમાં ભણતા હતા ત્યારે,1985માં ઝુનઝુનવાલાએ શૅરબજારમાં રોકાણ કરવાનો આરંભ કર્યો હતો
  • કહેવાય છે કે 5000 રૂપિયા જેવી નજીવી રકમના રોકાણથી રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં ઝંપલાવ્યું હતું
  • ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરલાઈન્સના વિમાને આ મહિને પ્રથમ ઉડાન ભરી હતી
લાઇન

શૅરબજારમાં રોકાણ માટે જાણીતા એવા રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં નિધન થયું છે.

મીડિયા અહેવાલો મુજબ, 62 વર્ષીય ઝુનઝુનવાલાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન બાદ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તેમણે ટ્વીટ કર્યું, "રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનમ્ર અને સમજદાર એવા રાકેશ નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છોડીને ગયા છે. તેઓ ભારતની પ્રગતિ માટે હંમેશાં ઉત્સાહી હતા. તેમનું નિધન દુખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના, ઓમ શાંતિ."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

લાઇન

જાણો રાકેશ ઝુનઝુનવાલાની કહાણી

લાઇન
રાકેશ ઝુનઝુનવાલા

ઇમેજ સ્રોત, FACEBOOK/RAKESHJHUNJHUNWALAS

શૅરબજારમાં રોકાણ માટે બહુખ્યાત એવા રાકેશ ઝુનઝુનવાલા એમનાં પત્ની રેખા ઝુનઝુનવાલા સાથે ગત વર્ષે પાંચમી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

તેમની સાથેની મુલાકાત પછી વડા પ્રધાન મોદીએ એક ટ્વિટ કર્યું હતું કે, "પોતાની આગવી પ્રતિભા ધરાવતી એકમાત્ર વ્યક્તિ રાકેશ ઝુનઝુનવાલાને મળીને ખૂબ જ આનંદ થયો. તેઓ ઝિંદાદિલ, વ્યવહારુ અને ભારત માટે ખૂબ આશાવાદી છે."

આ મુલાકાતના થોડાક દિવસ પછી 11 ઑક્ટોબરે એવા સમાચાર આવ્યા કે રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત 'આકાસા ઍર' નામની ઍરલાઇન કંપનીને નાગરિક ઉડ્ડ્યન મંત્રાલયે એક અલ્ટ્રા-લો કૉસ્ટ વિમાનસેવા શરૂ કરવાની પ્રાથમિક મંજૂરી આપી છે.

ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરલાઈન્સના વિમાને આ મહિને પ્રથમ ઉડાન ભરી હતી.

આકાસા

ઇમેજ સ્રોત, Getty Images

આ ઍરલાઇનમાં લગભગ 3.5 કરોડ ડૉલર એટલે અંદાજે 264 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું રાકેશ ઝુનઝુનવાલા અગાઉ કહી ચૂક્યા હતા. સાથે તેમણે એમ પણ જણાવેલું હતું કે આ ઍરલાઇન માટે તેઓ 70 વિમાન ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.

આ મુલાકાતની પ્રાપ્ત એક તસવીરમાં ઝુનઝુનવાલા એક ખુરશી પર બેઠેલા દેખાય છે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેખા ઝુનઝુનવાલા સામે ઊભાં રહીને એમની સાથે વાત કરતાં નજરે પડે છે.

આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ વડા પ્રધાન વિશે અનેક ટિપ્પણીઓ કરી ચૂકી છે.

પરંતુ આ આખા પ્રકરણમાં બધાંનું ધ્યાન રોકેશ ઝુનઝુનવાલા તરફ ખેંચાયું છે અને સવાલ પર સવાલ પુછાઈ રહ્યા છે કે રાકેશ ઝુનઝુનવાલામાં એવું તો શું છે જે એમને આટલા બધા મહત્ત્વપૂર્ણ બનાવે છે.

line

નાની ઉંમરે કારકિર્દીની શરૂઆત

રાકેશ ઝુનઝુનવાલા

ઇમેજ સ્રોત, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

5 જુલાઈ 1960ના રોજ જન્મેલા રાકેશ ઝુનઝુનવાલા મુંબઈમાં ઊછર્યા છે. એમના પિતા આવકવેરા અધિકારી હતા.

કિશોરાવસ્થાથી જ ઝુનઝુનવાલાને શૅરબજારમાં રોકાણ કરવાનું આકર્ષણ થયું હતું. કહેવાય છે કે, એમના પિતા એમને એ ધ્યાન રાખવાનું કહેતા કે આખા દિવસના સમાચારોની શૅરબજાર પર કેવી કેવી અસરો પડે છે.

પરિણામે, શૅરબજારમાં ઝુનઝુનવાલાનાં રસ-રુચિ વધતાં ગયાં.

એક માહિતી અનુસાર, સિડનહૅમ કૉલેજમાં ભણતા હતા ત્યારે, 1985માં, ઝુનઝુનવાલાએ શૅરબજારમાં રોકાણ કરવાનો આરંભ કર્યો હતો.

ચાર્ટર્ડ એકાઉન્ટનો પોતાનો અભ્યાસ પૂરો કરીને જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં નાણાં રોકવાનો ઇરાદો પોતાના પિતાને જણાવ્યો ત્યારે એમના પિતાએ એમને ચોખ્ખા શબ્દોમાં કહેલું કે એ રોકાણ કરવા માટે તેઓ પોતાના મિત્રો પાસે પૈસા ન માગે (અર્થાત્ ઉછીના ન લે).

એમના પિતાએ એમ પણ કહેલું કે જો તેઓ એક રોકાણકાર તરીકે શૅરબજારમાં સફળ ન થાય તો, તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી બનાવે.

કહેવાય છે કે 5000 રૂપિયા જેવી નજીવી રકમના રોકાણથી રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં ઝંપલાવ્યું હતું; અને, ફૉર્બ્સ અનુસાર આજે એમની કુલ સંપત્તિ 6 અબજ ડૉલર એટલે કે લગભગ 42,328 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ફૉર્બ્સ અનુસાર, એમનું સૌથી મૂલ્યવાન સૂચિબદ્ધ રોકાણ ઘડિયાળ અને આભૂષણ બનાવતી કંપની 'ટાઇટન'માં છે, જે ટાટા ગ્રૂપનો ભાગ છે. સ્ટાર હૅલ્થ ઇન્શ્યોરન્સ, મેટ્રો બ્રાન્ડ્સ અને કૉનકૉડ બાયૉટેક જેવી ખાનગી કંપનીઓમાં પણ ઝુનઝુનવાલાની ભાગીદારી છે.

ઝુનઝુનવાલાએ વર્ષ 1986માં એક કંપનીના 5000 શૅર ખરીદ્યા હતા. એમણે એ શૅર 43 રૂપિયાનો એક, એ ભાવે ખરીદેલા. પરંતુ ત્રણ જ મહિનામાં એ શૅરની કિંમત વધીને 143 રૂપિયા પ્રતિશૅર થઈ ગઈ હતી.

આટલી ઝડપી પોતાના રોકાણને ત્રણ ગણાથી પણ વધુ કરી લેવું એ ઝુનઝુનવાલા માટે સફળતાની પહેલી સીડી સમાન હતું.

line

ઝુનઝુનવાલા ભારતના વૉરેન બફેટ છે?

રાકેશ ઝુનઝુનવાલા

ઇમેજ સ્રોત, FACEBOOK/RAKESHJHUNJHUNWALAS

ઇમેજ કૅપ્શન, ઝુનઝુનવાલાને ઘણી વાર ભારતના વૉરેન બફેટ ગણાવાય છે

વૉરેન બફેટને દુનિયાના આજ સુધીના સૌથી સફળ રોકાણકાર માનવામાં આવે છે. ફૉર્બ્સ અનુસાર, અત્યારે વૉરેન બફેટની કુલ સંપત્તિ 102 અબજ ડૉલર એટલે કે અંદાજે 7,69,903 કરોડ રૂપિયા છે.

બફેટ વિશે પણ એમ કહેવાય છે કે, એમણે માત્ર 11 વર્ષની ઉંમરે પહેલી વાર કોઈ શૅર ખરીદ્યો હતો અને 13 વર્ષની નાની ઉંમરે એમણે પહેલો ટૅક્સ ભર્યો હતો. એટલા માટે ઝુનઝુનવાલાને ઘણી વાર ભારતના વૉરેન બફેટ ગણાવાય છે.

જોકે, ઝુનઝુનવાલાને આવી તુલના કરવી પસંદ નથી.

2021માં 'રૉઇટર્સ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઝુનઝુનવાલાએ કહેલું કે, આવી સરખામણી કરવી યોગ્ય નથી; અને, બધી જ બાબતોમાં, ચાહે એ ધન હોય કે કામિયાબી કે પછી પરિપક્વતા, બફેટ એમના કરતાં ક્યાંય આગળ છે.

એ જ ઇન્ટરવ્યૂમાં ઝુનઝુનવાલાએ એમ પણ કહેલું કે, "હું કોઈનો ક્લૉન (પ્રતિકૃતિ) નથી, હું રાકેશ ઝુનઝુનવાલા છું. હું મારી શરતોએ મારી જિંદગી જીવ્યો છું. હું એ જ કરું છું જે મને ગમે છે. અને હું જે કંઈ કરું છું, એનો આનંદ લઉં છું."

line

ઝુનઝુનવાલા અને વિવાદો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શૅરબજારના વિવાદોમાં સમયાંતરે ઝુનઝુનવાલાનું નામ જોડાતું રહ્યું છે.

આ વર્ષે જુલાઈમાં, ઝુનઝુનવાલા, એમનાં પત્ની રેખા ઝુનઝુનવાલા અને બીજી આઠ વ્યક્તિઓએ 'ઍપ્ટેક લિમિટેડ'ના શૅરમાં ઇનસાઇડર ટ્રેડિંગના મામલામાં 37 કરોડ રૂપિયાથી વધારેની ચુકવણી કરી હતી. આ ચુકવણીમાં સેટલમેન્ટની રકમ, ખોટી રીતે લાભ મેળવવાની રકમ અને વ્યાજની રકમ સામેલ હતી.

ઇનસાઇડર ટ્રેડિંગ વેપાર કરવાની એક એવી રીત છે જેમાં ગુપ્ત માહિતીઓ દ્વારા પોતાના લાભમાં શૅરબજારમાં નાણાં રોકવામાં આવે છે.

સેબીએ રાકેશ ઝુનઝુનવાલા પર તીર તાક્યાનો આ પહેલો જ પ્રસંગ નથી, 2018માં પણ સેબીએ એક કંપનીમાં સંદિગ્ધ ઇનસાઇડર ટ્રેડિંગ માટે એમની પૂછપરછ કરી હતી.

ઝુનઝુનવાલાએ પાછળથી, 2.48 લાખ રૂપિયામાં 'સંમતિ'થી એ મામલો થાળે પાડ્યો હતો. સંમતિ' એક એવી વ્યવસ્થા છે જેમાં ગુનો સ્વીકાર્યા કે નકાર્યા વગર જ સેબીને દંડ ચૂકવીને કથિત ઉલ્લંઘનોમાં સમાધાન કરી શકાય છે.

તો શું ઇનસાઇડર ટ્રેડિંગના વિવાદોમાં ઝુનઝુનવાલાનું નામ સામેલ હોવું એ એમની છબિ પર લાગેલો દાઘ માની શકાય?

અગ્રણી સ્વતંત્ર શોધકર્તા પત્રકાર આલમ શ્રીનિવાસ જણાવે છે કે, "આ અડધા ભરેલા, અડધા ખાલી ગ્લાસ જેવો મામલો છે. જે ફાઇન ભરી દે છે એ કહે છે કે કેસ લડવામાં એમનો સમય અને પૈસા બંને ખર્ચાય છે અને એમના બીજા વ્યવસાયો પર અસર પડે છે, એટલે એનાથી મુક્તિ મેળવવા માટે તેઓ એ ભરી દે છે. બીજી તરફ એમ કહી શકાય કે, કેસમાં કંઈક એવું હતું જેના ડરના લીધે ફાઇન ભરી દેવાયો."

તેઓ જણાવે છે કે, "મોટા ભાગના ઇનસાઇડર ટ્રેડિંગના કેસ એટલા ગૂંચવણભર્યા હોય છે કે એમાં કોઈને પણ દોષિત કે નિર્દોષ જાહેર કરી દેવા ઘણું મુશ્કેલ હોય છે. ઇનસાઇડર ટ્રેડિંગ કર્યું હતું એ સાબિત કરવું ઘણું અઘરું છે."

line

'પારસ જેવા ગુણ ધરાવતી વ્યક્તિ'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

રાકેશ ઝુનઝુનવાલા વિશે કહેવાય છે કે તેઓ 'પારસ જેવા ગુણ ધરાવતી વ્યક્તિ' છે, એટલે એમ કે, તેઓ જે વસ્તુને અડી જાય એ સોનું (મૂલ્યવાન) બની જાય.

શૅરબજારમાં મળેલી સફળતાએ એમને ખ્યાતનામ બનાવી દીધા છે. દેશનું ભાગ્યે જ કોઈ બિઝનેસ અખબાર કે ન્યૂઝ ચૅનલ હશે જેણે ઝુનઝુનવાલાનો ઇન્ટરવ્યૂ નહીં કર્યો હોય.

રાકેશ ઝુનઝુનવાલા 'ઇંગ્લિશ-વિંગ્લિશ', 'કી ઍન્ડ કા' અને 'શમિતાભ' જેવી ફિલ્મોના નિર્માતા પણ બની ચૂક્યા છે.

તાજેતરમાં, ઝી મીડિયામાં ચાલતા બોર્ડરૂમ વિવાદમાં, ઝુનઝુનવાલા ઝીના શૅર ખરીદીને એમાંથી લગભગ 50 ટકા નફો કમાયા છે.

2017માં ઇટી-નાઉ ન્યૂઝ ચૅનલ પર ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની સાથે વાતચીત કરતાં ઝુનઝુનવાલાએ જણાવેલું કે, "શૅરબજાર એટલું જ મનોવિજ્ઞાનવિષયક છે જેટલું એ વાસ્તવિકતા મામલે છે. જ્યાં સુધી શૅરબજારમાં તાલમેળ મેળવવાનો તમારો સ્વભાવ ના બને, ત્યાં સુધી તમે સફળ નહીં થાઓ. બજાર જ રાજા છે અને બજારમાં કોઈ રાજા નથી. શૅરબજારના રાજા બનવાનો પ્રયાસ કરનારા બધા આર્થરરોડ જેલ ગયા છે."

ઝુનઝુનવાલા પોતાની ફર્મ 'રૅર ઍન્ટરપ્રાઇઝિસ'ના માધ્યમથી વેપાર કરે છે. 'રૅર' નામ એમના અને એમનાં પત્નીના નામના પહેલા બે અક્ષરથી બનાવ્યું છે.

line

'પરદા પાછળ; પણ ઘણા શક્તિશાળી'

રાકેશ ઝુનઝુનવાલા

ઇમેજ સ્રોત, NARENDRA MODI/FACEBOOK

વરિષ્ઠ પત્રકાર આલમ શ્રીનિવાસ માને છે કે રાકેશ ઝુનઝુનવાલા એક સ્માર્ટ અને સમજદાર રોકાણકાર છે.

આ વાત એમની રોકાણ કરવાની રીત પરથી પણ સમજાશે. શ્રીનિવાસના મતાનુસાર, ઝુનઝુનવાલા કૉર્પોરેટ, નાણાકીય અને શૅરબજારની દુનિયામાં ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ છે.

શ્રીનિવાસ જણાવે છે કે, "તેઓ કોઈ પણ કંપનીમાં પાંચથી પંદર ટકા હિસ્સો ખરીદીને એટલા મહત્ત્વપૂર્ણ શૅરધારક બની જાય છે કે તેઓ કંઈ પણ કહે, કંપનીના વ્યવસ્થાપકોએ એમની વાત સાંભળવી જ પડે. તેઓ પરદા પાછળ રહે છે, પણ ઘણા શક્તિશાળી છે."

એમના મતાનુસાર, ઝુનઝુનવાલા કૉર્પોરેટ અને નાણાકીય જગત સાથે બહુ સારી રીતે જોડાયેલા છે. અને એ કારણે, રાજકીય ક્ષેત્રોમાં પણ એમનું ખાસ્સું જોડાણ છે.

શ્રીનિવાસ જણાવે છે કે, "શૅરબજારમાં એમના નામે શૅરમાં વધ-ઘટ થવા લાગે છે. જો એવી અફવા ફેલાય કે ઝુનઝુનવાલા આ કે તે શૅર ખરીદે છે તો એ-એ શૅર આપોઆપ વધી જશે અને જો એવી અફવા ફેલાય કે તેઓ વેચી રહ્યા છે તો શૅર પટકાશે. રાકેશ ઝુનઝુનવાલા મોટા ભાગે વેચવાલ નથી હોતા; તેઓ ખરીદાર હોય છે."

(આ અહેવાલ 13 ઑક્ટોબરે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, તેને ફરી પ્રકાશિત કરાયો છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન