શું છે 'યોગી મૉડલ', જેને ભાજપશાસિત અન્ય રાજ્યો પણ લાગુ કરવા માગે છે

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભૂતકાળમાં કર્ણાટકમાં ભારતીય જનતા યુવા મોરચાના એક નેતાની હત્યા બાદ પોતાની જ પાર્ટી, સંગઠનના અણિયાળા સવાલોથી ઘેરાયેલા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની કાર્યશૈલીના મૉડલની ચર્ચા કરી હતી.

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથ

દક્ષિણ કર્ણાટકમાં ભાજપ નેતા પ્રવીણ નેટ્ટારુની હત્યા મામલે બે આરોપી ઝાકિર અને શફીકની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ હત્યાના કારણે સર્જાયેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ પોતાના જ સમર્થકોની ટીકાનો સામનો કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે સરકાર પોતાના જ પક્ષના કાર્યકરોને બચાવવામાં નિષ્ફળ રહી છે. આ વર્ગની માંગ છે કે યુપીના યોગી મૉડલને કર્ણાટકમાં લાગુ કરવામાં આવે.

બોમ્મઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "ઉત્તર પ્રદેશની સ્થિતિ અહીંથી ઘણી અલગ છે. ત્યાં માટે યોગીજી એકદમ ફિટ છે. કર્ણાટકમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમે દરેક પદ્ધતિ અપનાવી રહ્યા છીએ. જો જરૂર પડશે તો અહીં પણ અમે યોગી મૉડલ ઑફ ગવર્નન્સ અપનાવી શકીએ છીએ."

રાજનીતિમાં સમયનો ઘણો તકાદો હોય છે. બોમ્મઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપે આ વર્ષે યોગી આદિત્યનાથની આગેવાનીમાં ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક જીત મેળવી છે.

અહીં નોંધનીય બાબત એ છે કે 2014થી ભાજપે દેશની દરેક ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ જ લડી છે. અત્યાર સુધી પાર્ટીએ 'ગુજરાત મોડલ'ને ટાંકીને લોકોને આ સંદેશો આપ્યો છે કે મોદીના કાર્યકાળમાં ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે. 2017ની યુપી ચૂંટણી પણ મોદીના ચહેરા પર જ લડવામાં આવી હતી અને જીત મેળવ્યા બાદ યોગી આદિત્યનાથને સીએમ પદની જવાબદારી સોંપવામાં આવી.

line

ઐતિહાસિક જીત મેળવનાર મુખ્ય મંત્રી

યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી

આ વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 37 વર્ષ પછી એવું બન્યું છે કે યુપીમાં પાંચ વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી એક પક્ષ ફરીથી સત્તામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 255 બેઠકો પોતાના દમ પર મળી છે.

આ જીત અંગે જાણકારોએ અલગઅલગ પ્રતિક્રિયાઓ આપી હતી. 'ડબલ એન્જિન' સરકારને કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની કલ્યાણકારી યોજનાઓ અને યુપીમાં યોગી આદિત્યનાથની મજબૂત કાયદો અને વ્યવસ્થાના સંયોજન તરીકે રજૂ કરાઈ.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આરોપીઓનાં ઘરો પર 'બુલડોઝર' કાર્યવાહી સહિતની તેમની ઝડપી કાર્યવાહીથી ટીકાપાત્ર થયા છે, પરંતુ કેટલાક સમર્થકો તેમની સરકાર ચલાવવાની કડક શૈલીના સમર્થનમાં પણ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર બસવરાજ બોમ્મઈએ કહ્યું, "ઉત્તર પ્રદેશની સ્થિતિ પ્રમાણે યોગી શ્રેષ્ઠ મુખ્ય મંત્રી છે. કર્ણાટકમાં સ્થિતિને ઉકેલવા અલગઅલગ પદ્ધતિ છે અને આ તમામનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જો જરૂર પડે તો યોગી મૉડલવાળી સરકાર કર્ણાટકમાં પણ આવશે."

પરંતુ સવાલ એ છે કે આ 'યોગી મૉડલ' શું છે?

line

'બુલડોઝર' કાર્યવાહી ભાજપશાસિત રાજ્યોને કેમ પસંદ છે?

પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપનું ઘર બુલડોઝરથી તોડી પડાયું હતું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપનું ઘર બુલડોઝરથી તોડી પડાયું હતું

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય બાબતોનાં જાણકાર નીરજા ચૌધરી કહે છે કે જો કોઈ સીએમ યોગી મૉડલની વાત કરે તો તેનો ઇશારો 'બુલડોઝરની રાજનીતિ' તરફ હોય છે.

તેમના પ્રથમ કાર્યકાળમાં યોગી આદિત્યનાથે તોફાનીઓ અને ગુનેગારોનાં ઘરો પર બુલડોઝર ચલાવડાવ્યું, જેની ભારે ટીકા થઈ.

અખિલેશ યાદવે ચૂંટણીપ્રચાર દરમિયાન એક સભામાં યોગીને આડે હાથ લેતા તેમને 'બુલડોઝરબાબા' કહ્યા હતા. જોકે એ પછી 'બુલડોઝર' ભાજપના પ્રચારનો મહત્ત્વનો ભાગ બની ગયું. એટલે સુધી કે 'યુપી કી મજબૂરી હૈ, બુલડોઝર જરૂરી હૈ' અને 'બાબા કા બુલડોઝર' જેવા નારા પણ ગૂંજ્યા હતા.

સીએમ યોગીના અગાઉના કાર્યકાળ દરમિયાન કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેના ઘર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

તાજેતરમાં ભાજપનાં પૂર્વ નેતા નૂપુર શર્માની મહમદ પયગંબર પર કરાયેલી વિવાદિત ટિપ્પણી બાદ યુપીના પ્રયાગરાજમાં ફાટી નીકળેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડ જાવેદ પંપના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા પંપ હાઉસ ગેરકાયદે બાંધકામ હોવાનું જણાવાયું હતું.

નિષ્ણાતોની નજરમાં બુલડોઝરની કાર્યવાહી હકીકતમાં ગુનેગારો અને આરોપીઓને સજા કરવાની પ્રક્રિયા નથી. તેનાથી રાજ્ય અને હવે દેશભરમાં મજબૂત સંદેશ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. યોગીની બ્રાન્ડિંગ એવા પ્રશાસક તરીકે કરાઈ રહી છે જે ગુનાઓ સામે તાત્કાલિક પગલાં ભરે છે.

યોગી સરકારની ઝડપી કાર્યવાહીની ફૉર્મ્યુલા પર ચાલીને તાજેતરમાં મધ્યપ્રદેશની શિવરાજ સરકાર અને આસામની હિમંતા બિસ્વા સરમા સરકાર પણ આરોપીઓ પર 'બુલડોઝર'ની કાર્યવાહી કરી ચૂકી છે.

યોગી સરકારનાં કામકાજ પર સવાલ ઉઠાવતા નીરજા ચૌધરી કહે છે, "તમે કોઈ નોટિસ આપ્યા વિના કોઈની જીવનભરની કમાણીમાંથી બનેલા ઘરને તોડી નાખો છો, અને એ પણ જો સરકાર દ્વારા આવું કરવામાં આવે તો આપણા દેશ માટે એકદમ નવી છે. લોકોને આજકાલ તેનાથી કોઈ ફરક નથી પડતો કે કાર્યવાહી સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાને અનુસરીને થઈ રહી છે કે નહીં. ટૂંકમાં કહીએ તો જરૂરી કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી એ યોગી મૉડલ છે."

line
લાઇન

સંક્ષિપ્તમાં: 'યોગી મૉડલ' શું છે, જેની ચર્ચા કરી રહ્યા છે ભાજપના મુખ્ય મંત્રી

લાઇન
  • મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ પોતાના જ સમર્થકોની ટીકાનો સામનો કરી રહ્યા છે
  • પક્ષના કાર્યકરોની માંગ છે કે યુપીના યોગી મૉડલને કર્ણાટકમાં લાગુ કરવામાં આવે
  • મુખ્ય મંત્રીએ કહ્યુ કે જરૂર પડશે તો અમે યોગી મૉડલ ઑફ ગવર્નન્સ અપનાવી શકીએ છીએ
  • ઉત્તર પ્રદેશની ગત વિધાનસભા ચૂંટણીમાં 403 બેઠકોમાંથી ભાજપને 255 બેઠકો પોતાના દમ પર મળી છે
  • લોકો યોગીની આરોપીઓનાં ઘરો પર 'બુલડોઝર' કાર્યવાહી સહિતની તેમની ઝડપી કાર્યવાહીની શૈલીના સમર્થનમાં પણ છે
  • યોગી સરકારને પગલે તાજેતરમાં મધ્યપ્રદેશ અને આસામની સરકાર પણ આરોપીઓ પર 'બુલડોઝર'ની કાર્યવાહી કરી ચૂકી છે
  • યોગી આદિત્યનાથે પોતે આદેશ આપ્યો હતો કે કોઈ પણ ધાર્મિક સ્થળના લાઉડસ્પીકરનો અવાજ પરિસરની બહાર ન જવો જોઈએ
  • આ અભિયાન હેઠળ યુપી સરકારે એક સપ્તાહમાં 54,000 લાઉડસ્પીકર સફળતાપૂર્વક હટાવવાનો દાવો કર્યો હતો
લાઇન

યોગી ભાજપનાં રાજ્યો માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કાયદાકીય પ્રક્રિયાને નજરઅંદાજ કરીને આરોપીઓ પર ઝડપી કાર્યવાહીને લઈને યોગી સરકારની ટીકાઓ છતાં એવું શું છે જે અન્ય ભાજપશાસિત રાજ્યો માટે ઉદાહરણ બની રહ્યું છે.

ખાસ કરીને કર્ણાટક જેવા રાજ્યમાં જે શિક્ષણ, આરોગ્યસેવા જેવા અનેક પ્રાથમિક સ્તરે ઉત્તર પ્રદેશ કરતાં આગળ છે.

દાયકાથી યુપીની રાજનીતિ પર નજીકથી નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર સુનીતા ઍરૉન કહે છે, "જ્યારે યોગી મૉડલની વાત આવે છે, તો તેનો અર્થ હિંસા પ્રત્યે ઝીરો ટૉલરન્સથી છે. પછી તે સીએએ વિરોધ હોય, જુમ્માની નમાજ પછીની હિંસા હોય- આ તમામ કેસમાં ઝીરો ટૉલરન્સ રાખવામાં આવ્યું. માત્ર એફઆઈઆર કે ધરપકડ જ નહીં, પણ આરોપીઓની તસવીરો પણ સાર્વજનિક કરવામાં આવી. ખાસ કરીને જેમણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. તેની સામાજિક ચેતના પર ઘણી અસર પડે છે. કોઈ પણ વિધ્વસંક પ્રવૃત્તિના લોકો સાથે દેખાવા માગતા નથી."

ઉત્તમ કાયદો અને વ્યવસ્થાને યોગી મૉડલ ગણાવતા ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠી કહે છે, "યુપીની અગાઉની સરકારોમાં ગુનાહિત ટોળકીઓ સત્તાની સમાંતર નેટવર્ક ચલાવતી હતી. આ જ કારણે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ગળાનું હાડકું બની જતો હતો. મુલાયમસિંહના શાસન દરમિયાન અમિતાભ બચ્ચનથી કહેવડાવ્યું પડ્યું હતું કે 'યુપી મેં દમ હૈ, ક્યોંકિ જુર્મ યહાં કમ હૈ'. પરંતુ લોકોએ તેને ફગાવી દીધો. છેલ્લાં પાંચ વર્ષમાં અમે માફિયા અને તોફાનીઓ સામે નક્કર કાર્યવાહી કરી છે, જે છેલ્લાં 15 વર્ષમાં થઈ નથી."

રાકેશ ત્રિપાઠીનું કહેવું છે કે અમારી સરકારનો ઈરાદો સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ વ્યક્તિને કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપી શકાય નહીં, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોતે આદેશ આપ્યો હતો કે કોઈ પણ ધાર્મિક સ્થળના લાઉડસ્પીકરનો અવાજ પરિસરની બહાર ન જવો જોઈએ. આ અભિયાન હેઠળ યુપી સરકારે એક સપ્તાહમાં 54,000 લાઉડસ્પીકર સફળતાપૂર્વક હટાવવાનો દાવો કર્યો હતો.

ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા છતાં વિરોધ ન કરવા બદલ સુનીતા એરોને યોગી સરકારના મેનેજમેન્ટની પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે, "યોગી સરકારે સૌથી પહેલા મથુરામાં મંદિરમાંથી લાઉડસ્પીકર હટાવ્યું હતું. ત્યારપછી મુસ્લિમો પર લાઉડસ્પીકર હટાવવા માટે નૈતિક દબાણ કરવામાં આવ્યું હતું. એ જ રીતે, રસ્તાના બદલે માત્ર મસ્જિદની અંદર જ શુક્રવારની નમાજ પઢવાની વાત પણ હતી. શાંતિથી સંભાળવું. હિંદુ બનો. અથવા મુસ્લિમો બધાને કહેવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરવું પડશે."

સુનીતા ઍરૉન ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા છતાં વિરોધ ન થવા પર યોગી સરકારના મૅનેજમૅન્ટનાં વખાણ કરે છે.

તેમણે કહ્યું કે, "યોગી સરકારે સૌથી પહેલા મથુરાના મંદિરમાંથી લાઉડસ્પીકર હટાવ્યું હતું. ત્યાર પછી મુસલમાનો પર પણ લાઉડસ્પીકર હટાવવાનું નૈતિક દબાણ બન્યું. એ જ રીતે, રસ્તાના બદલે માત્ર મસ્જિદની અંદર જુમ્માની નમાજ પઢવાનો મામલો પણ શાંતિથી સંભાળ્યો. હિંદુ હોય કે મુસ્લિમો- બધાને કહેવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરવું પડશે."

line

યોગીશાસનમાં યુપીમાં ગુનામાં ઘટાડો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વર્ષની ચૂંટણીઓ પહેલાં પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 2017 પછી ગુનેગારો રાજ્ય છોડીને જઈ રહ્યા છે, લોકો નહીં.

જોકે, નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના રિપોર્ટ અનુસાર, ઉત્તરપ્રદેશમાં વર્ષ 2019ની સરખામણીએ 2020માં ગુનામાં 28%નો વધારો થયો છે. આ સિવાય સૌથી વધુ હત્યા અને અપહરણના કેસ પણ ઉત્તરપ્રદેશમાં જ નોંધાયા છે. પરંતુ 2020ના આંકડાઓ દ્વારા સરકારે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઘટ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યોગી સરકારના ભૂ-માફિયાઓ વિરુદ્ધના અભિયાનના ભાગરૂપે ચાર વર્ષમાં કુલ 484 આરોપીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ સિવાય બળજબરીથી સંપત્તિ હડપ કરનારા 399 લોકો સામે ગુંડા ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે, "વિકાસ દુબે ઍન્કાઉન્ટર હોય કે બુલડોઝરની કાર્યવાહી હોય, સરકાર એ સંદેશ આપવામાં સફળ રહી છે કે તેણે કાયદો અને વ્યવસ્થાને 'ટાઇટ' કરી છે. સરકાર કેવાં પરિણામો લાવી રહી છે, તેનાથી લોકોને આ સમયે કોઈ મતલબ નથી. જે ​​એક ખતરનાક સ્થિતિ હોઈ શકે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન