લલિત મોદી અને સુષ્મિતા સેન: નિષ્ફળતાની ફર્શથી લઈને પ્રેમના અર્ષ સુધી

'ત્રણ વખત એવું થયું કે હું લગ્ન કરવાના આરે પહોંચી ગઈ હતી, પરંતુ ઇશ્વરે મને બચાવી લીધી. પછી એમનાં જીવન કેવાં નિષ્ફળ રહ્યાં, તેના વિશે શું કહું. ઇશ્વરે મને બચાવી લીધી, કારણ કે ઇશ્વર બે બાળકોને બચાવી રહ્યો છે. હું ઢંગધડા વગરના સંબંધમાં આગળ ન વધી શકું.'

હજુ એક પખવાડિયા પહેલાં ફિલ્મ અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના સાથે વાત કરતાં પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને આ વાત કહી હતી, ત્યાં આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોટીના ટ્વીટે સેનનાં ચાહકોને ચોંકાવી દીધા.

મોદીએ ટ્વિટર ઉપર તેમની અને સુષ્મિતા સેનની તસવીરો મૂકી, જેમાં માલદીવ્સમાં બંને એકબીજા સાથે હળવાશભરી પળો માણતાં દેખાય છે. તેમણે સેન સાથે લગ્ન કરવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો છે.

સુષ્મિતા સેન અને લલિત મોદી

ઇમેજ સ્રોત, TWITTER/@LALITKMODI

ઇમેજ કૅપ્શન, સુષ્મિતા સેન અને લલિત મોદી

સુષ્મિતા સેને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ પ્રેમથી ઘેરાયેલાં છે. તેમણે લખ્યું કે, ''હું જીવનમાં ખુશીની પલો માણી રહી છું...લગ્ન નહીં, સગાઈ નહીં... શરત વિના પ્રેમથી ઘેરાયેલા છે. ઘણું કહી શકાય...બસ હવે બહુ થયું.''

''મારી ખુશીમાં સામેલ રહેવા માટે આભાર. અને જેઓ ખુશ નથી...તેમના માટે 'નન ઑફ યૉર બિઝનેસ'...ઘણો બધો પ્રેમ.''

આઈપીએલના સંસ્થાપક માનવામાં આવતા લલિત મોદીએ ગુરુવાર સાંજે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતા સેન સાથે ડેટિંગ કરવાની વાત કહી હતી.

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સેન અને રોહમન શૉલ વચ્ચે બ્રૅક-અપ થઈ ગયું હતું. લલિત મોદી પરિણીત છે અને તેમનાં પત્નીનું વર્ષ 2018માં બ્રૅસ્ટ કૅન્સરને કારણે અવસાન થયું હતું. લલિત અને મીનલનું લગ્ન 'એક છોટી સી લવસ્ટોરી' જેવું હતું.

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

હાઈ-ફ્લાઇંગ લાઇફસ્ટાઇલ જીવનારા લલિત મોદી કારકિર્દી દરમિયાન અનેક વિવાદોમાં સપડાયા છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી તેઓ ફરાર છે અને લંડનમાં આશરો લઈ રહ્યાં છે.

line

મા, મીનલ અને મિલન

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પોતાના પુસ્તક 'ધ આઈપીએલ સ્ટોરી. ક્રિકેટ, ગ્લૅમર ઍન્ડ બિગ મની' (પૃષ્ઠક્રમાંક 142-144)માં અભિષેક દુબે લખે છે :

'નાઇજીરિયામાં પેસુ આસવાની નામના ભારતીય મૂળના વેપારીએ ખાસ્સું કાઠું કાઢ્યું હતું. તેઓ આફ્રિકામાં વસતાં ભારતીયોમાં જાણીતું નામ હતા. તેમનાં દીકરી મીનલનું લગ્ન જેક સાગરાની સાથે થયું હતું.'

'મીનલ ગર્ભવતી હતાં, ત્યારે સાઉદી અરેબિયામાં જેક કોઈ કૌભાંડમાં ફસાયા, જેના કારણે તેઓ દીકરી કરિમાના જન્મસમયે લંડનમાં મીનલની સાથે નહોતા. સમય જતાં બંને છૂટા પડ્યાં.'

'અમુક વર્ષ સુધી મીનલ ખાડી દેશોમાં રહ્યાં અને ભારત પરત ફર્યાં. ત્યારે બીના મોદીએ પોતાની સખીને સધિયારો આપ્યો અને દિલ્હીના એક ઘરમાં મીનલ રહેતાં. આ ગાળામાં લલિત અને તેમનાથી 10 વર્ષ મોટાં મીનલ મળતાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. આગળ જતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો.'

'આને કારણે મોદી પરિવારમાં હાહાકાર મચી ગયો. સમગ્ર પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો, પરંતુ લલિતનાં દાદી દયાવંતીને કારણે બંનેનું લગ્ન શક્ય બન્યું, જોકે દિલ્હીના ઉચ્ચ પરિવારોના વર્તુળમાં મીનલ સ્વીકાર્ય ન બની શક્યાં. આથી, દંપતી કરિમા સાથે મુંબઈ આવી ગયું.'

'અહીં શરૂઆતના સમયમાં તેઓ જૂહુ ખાતે કે. કે. મોદીના એક ફ્લૅટમાં રહ્યાં. અહીં પરિવાર વિસ્તર્યો અને પુત્ર રુચિર તથા પુત્રી આલિયાનો જન્મ થયો. આથી તેઓ મીનલનાં પિતાના જૂહુ ખાતેના ઘરમાં શિફ્ટ થઈ ગયાં, જેને બાદમાં તેઓએ ખરીદી લીધું.'

'આ ગાળામાં લલિત મોદીને તેમના પિતા તરફથી નિભાવખર્ચ મળતો. તેમની કિસ્મત રાજસ્થાનના પાટનગર ગયા બાદ પલટી, 2005માં તેઓ રાજસ્થાન ક્રિકેટ સંઘના અધ્યક્ષ બન્યા અને આઈ. પી. એલ. (ઇન્ડિયન પ્રીમિયર લિગ)ના પ્રથમ કમિશનર બન્યા.'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

2018માં સ્તનકૅન્સરને કારણે મીનલનું અવસાન થયું. આલિયાનું લગ્ન થઈ ગયું છે તથા રૂચિર હજુ અપરિણીત છે. તેમણે પિતાના સંબંધો ઉપર કોઈપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

સુષ્મિતા સેન સાથેની તસવીરો ટ્વીટ કરવાની સાથે લલિત મોદીએ લખ્યું કે હાલમાં તો તેઓ માત્ર ડૅટ કરી રહ્યાં છે, પરંતુ ભવિષ્યમાં લગ્ન પણ કરવાનો ઇરાદો રાખે છે.

2011માં જ્યારે સુષ્મિતા સેનના ટ્વિટર ઍકાઉન્ટને વૅરિફિકેશન માટેનું બ્લૂ ટિક મળ્યું હતું, ત્યારે તેમણે આને માટે લલિત મોદીનો સાર્વજનિક રીતે આભાર માન્યો હતો અને આ મુદ્દે સાથે મળીને પાર્ટી કરવાની વાત પણ કહી હતી.

line

લલિતની મદદે 'મોદી'ના મંત્રી

લલિત મોદી

ઇમેજ સ્રોત, CARL COURT/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, લલિત મોદીને આઈપીએલના સ્થાપક માનવમાં આવે છે.

જુલાઈ-2015માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યાને માંડ એક વર્ષ થયો હતો કે મોટો વિવાદ બહાર આવ્યો હતો. જુલાઈ-2014માં તત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ભાગેડુ લલિત મોદી બ્રિટનથી પૉર્ટુગલ પ્રવાસ ખેડી શકે તે માટે મદદ કરી હતી. એ સમયે મીનલ પૉર્ટુગલમાં સારવાર લઈ રહ્યાં હતાં.

લલિત મોદી સામે દેશમાં મની લૉન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો હતો અને તેઓ ભાગેડુ હતા, છતાં વિદેશમંત્રીની પ્રકારની ભલામણને કારણે વિવાદ થયો હતો. સુષમાના કહેવા પ્રમાણે, તેમણે માનવતાના આધારે આ મદદ કરી હતી.

જ્યારે યુપીએ સરકાર દ્વારા લલિત મોદીનો પાસપૉર્ટને રદ કરવામાં આવ્યો, ત્યારે જે વકીલોએ દિલ્હીની હાઈકોર્ટમાં તેમની પેરવી કરી હતી, તેમાં સુષમાનાં પુત્રી બાંસુરી પણ હતાં. વિપક્ષે સુષમાનું રાજીનામું માગ્યું હતું, પરંતુ તેમણે પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

લલિત મોદીએ આઈપીએલમાં પોતાનો સિક્કો જમાવ્યો તે પહેલાં રાજસ્થાન ક્રિકેટ ઍસોસિયેશનમાં રમતની આંટીઘૂંટી શીખ્યા હતા. તેમના ઉદયનો શ્રેય તત્કાલીન મુખ્ય મંત્રી અને ભાજપનાં નેતા વસુંધરારાજે સિંધિયાને આપવામાં આવે છે.

લલિત મોદી જ્યારે ભારતથી યુકે ગયા, ત્યારે તેમણે વતનમાં પોતાની સાથે 'રાજકીય કિન્નાખોરી'થી કાર્યવાહી થઈ રહી હોવાની દલીલ આપી હતી. ત્યારે સિંધિયાએ તેમનાં તરફેણમાં નિવેદન આપ્યું હતું અને આ નિવેદન સાર્વજનિક ન થાય તેની તાકિદ પણ કરી હતી. વસુંધરા મોદી સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોઈ પણ થાય.

ઉલ્લેખનીય છે કે જ્યારે આઈપીએલ શરૂ થયું, ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના, અરૂણ જેટલી દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનના, અનુરાગ ઠાકુર હિમાચલ ક્રિકેટ ઍસોસિયેશનના, ફારુખ અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ ઍસોસિયેશનના અને રાજીવ શુકલા ઉત્તર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના વડા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનની કમાન સંભાળતા હતા, તેઓ અગાઉ કૉંગ્રેસમાં હતા અને હાલમાં ભાજપમાં છે.

line

એ વિવાદથી થઈ પડતી

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

એપ્રિલ-2010માં મોદીએ આઈ.પી.એલ.ની નવી ટીમ 'પુણે વૉરિયર્સ ઇન્ડિયા' તથા કેરળની 'કોચ્ચી ટસ્કર્સ'ના માલિકોની જાહેરાત કરી. મોદીએ ટ્વિટર પર અહીંથી તેમની પડતીની શરૂઆત થઈ. તેઓ કથિત રીતે ગુજરાતસ્થિત ઉદ્યોગગૃહને ટીમ મળે તે માટે પ્રયાસરત હતા.

ખેલપત્રકાર બોરિયા મજુમદારનાં જુલાઈ-2022માં પ્રકાશિત પુસ્તક મૅવરિક કમિશ્નર : ધ આઈપીએલ-લલિતા મોદી સાગામાં દાવો કરવામાં આવ્યો છે કે કોચ્ચીની ટીમના કાગળિયા ઉપર સહી ન કરવી પડે તે માટે મોદીએ શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. અંતે શશાંક મનોહરે અડધી રાત્રે ફોન કરીને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેઓ સહી નહીં કરે તો બીસીસીઆઈના પદાધિકારી હોદ્દાની રૂએ સહી કરી દેશે, એ પછી મોદીએ સહી કરી હતી.

આ પછી લલિત મોદીએ કેરળની ટીમની માલિકીને લગતી વિગતો ટ્વિટર ઉપર સાર્વજનિક કરી દીધી. જેના કારણે ઉહાપોહ થઈ ગયો.

'કોચ્ચી ટસ્કર્સ' દ્વારા સુનંદા પુષ્કર નામનાં મહિલાને 'સ્વૅટ ઇક્વિટી' (કંઇક કામ કે મહેનત કરવા બદલ ઉદ્યમમાં આપવામાં આવતો હિસ્સો) આપવામાં આવી હતી. જેઓ ડૉ. મનમોહનસિંહની સરકારમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી શશિ થરૂરનાં સ્ત્રીમિત્ર હતાં.

કોચ્ચી ટસ્કર્સ ટીમના માલિકોના કહેવા પ્રમાણે, મોદીએ વિશ્વાસઘાત કર્યો હતો, બી.સી.સી.આઈ.ના (ધ બૉર્ડ ઑફ કંટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ના પદાધિકારીઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

સુષ્મિતા સેન અને લલિત મોદી (ફાઇલ ફોટો 2010નો)

ઇમેજ સ્રોત, YOGEN SHAH/THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, લલિત મોદી સાથે સુષ્મિતા સેનની આ તસવીર 28 માર્ચ 2010ના લેવાયેલી હતી. આ તસવીર આઈપીએલની એક મૅચની લાઇવ સ્ક્રીનિંગ દરમિયાન મુંબઈના એક થિયેટરમાં લેવાયેલી હતી.

વર્ષ 2010માં આઈપીએલના આયોજન પછી તેમને પદ પરથી હઠાવી દેવામાં આવ્યાં. મોદી દેશ છોડી ગયા. આ અંગેનો વિવાદ વકરતા શશિ થરૂરે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. આગળ જતાં તેમણે સુનંદા સાથે લગ્ન કર્યું. જેનું દિલ્હીની હોટલમાં સંદેહાસ્પદ સંજોગોમાં અવસાન થયું હતું.

અનેક ધંધામાં નિષ્ફળ રહેલા લલિત અચાનક જ પ્રાઇવેટ જેટ, બી.એમ. ડબલ્યુ તથા મર્સિડિઝની નવીનતમ ગાડીમાં ફરવા લાગ્યા. ઇન્કમટૅક્સ તથા ઍન્ફૉર્સમેન્ટ ડાયરેક્ટ્રેટ (ઈ.ડી.)એ લલિત સામે તપાસ હાથ ધરી.

લલિત મોદીએ હંમેશાં પોતાની ઉપરના આરોપોને નકાર્યા છે. તેમણે પારિવારિક સંપત્તિ જ પોતાની 'લક્ઝરી લાઇફસ્ટાઇલ' પોષતી હોવાની વાત કહી. આ અંગેના કેસ અલગ-અલગ તબક્કામાં છે.

પહેલી મોદી સરકારમાં મંત્રી અરુણ જેટલી તથા હાલની સરકારમાં કૅબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તથા ગુજરાતના ચિરાયુ અમીન આ તપાસ કમિટીમાં હતા. વર્ષ 2013માં કમિટીએ લલિત મોદીને ગેરશિસ્ત, ગેરઆચરણ, નાણાંકીય ગેરરીતિના દોષિત ઠેરવ્યા હતા અને તેમના ઉપર બીસીસીઆઈનું કોઈપણ પદ ધારણ કરવા ઉપર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમને યુકેથી પ્રત્યાર્પિત કરવાના પ્રયાસ પણ ચાલુ છે.

લલિત મોદીનો આરોપ છે કે તેઓ બીસીસીઆઈના આંતરિક રાજકારણનો ભોગ બન્યા હતા. લલિત મોદીના દીકરા રુચિર રાજસ્થાનની અલવર ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ બન્યા હતા અને તેમણે રાજસ્થાન ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પરાજિત થયા હતા.

આ પછી ઑક્ટોબર-2020માં તેમને અલવર ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષપદેથી હઠાવી દેવામાં આવ્યા હતા. એ સમયે રુચિરે ક્રિકેટ વહીવટમાં '100 ટકા પરત ફરવાની' વાત કહી હતી.

line

માતા સામે મોરચો

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

મોદી જૂથ સિગારેટ, પાન-મસાલા, મલ્ટિલેવલ માર્કેટિંગ, રિટેલ સ્ટોર્સ, ઉપરાંત કેમિકલ, હોટલ તથા કૉસ્મેટિક ક્ષેત્રમાં કાર્યરત છે. કંપનીના સ્થાપક કૃષ્ણ કુમાર (કે. કે.) મોદીનું નવેમ્બર-2019માં નિધન થયું હતું.

તેમણે પોતાની વસિયતમાં પત્ની બીના, મોટા દીકરા લલિત, નાના દીકરા સમીર તથા પુત્રી ચારુ મોદી ભારતીયાને ટ્રસ્ટી બનાવ્યાં હતાં. વસિયતની જોગવાઈ પ્રમાણે, મૃત્યુના એક મહિનાની અંદર તમામ ટ્રસ્ટીઓ/પરિવારજનોએ બેઠક કરવી અને કંપનીના સંચાલન અંગે નિર્ણય લેવો, જો આ અંગે તેઓ કોઈ નિર્ણય ન લઈ શકે તો કંપનીની તમામ સંપત્તિ તથા કે.કે. મોદી ટ્રસ્ટને એક વર્ષની અંદર વેચી દેવાં.

લલિત મોદી ભારત આવી શકે તેમ ન હોઈ વસિયતની જોગવાઈ મુજબ, 30મી નવેમ્બર, 2019ના દિવસે દુબઈ ખાતે એક બેઠક મળી હતી, જેમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.

લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકીને પોતાના પિતાના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ કે. કે. મોદીના લાંબા સમયથી વિશ્વાસુ સાથી અને સચિવના મૃત્યુ વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા.

નવેમ્બર-2020માં લલિત મોદીના દીકરા રુચિર મોદીએ નવેમ્બર-2020માં મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેયર્સ (MCA), સિરિયસ ફ્રૉડ્સ ઇન્વૅસ્ટિગેશન ઑફિસ (SFIO), સિક્યૉરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયાને પત્ર લખીને પોતાનાં દાદી બીના મોદીની સીઈઓ, એમડી તથા ચૅરપર્સન તરીકે નિમણૂક અને કંપનીના સંચાલન અંગે સવાલ ઉઠાવ્યા હતા.

હાલ તેઓ યુકેમાં છે અને ત્યાંની કંપનીઓમાં રોકાણ કરે છે. ગૉડફ્રે ફિલિપ્સની સત્તાવાર વેબસાઇટ પર બીના તથા રુચિરના કાકાનું નામ છે, પરંતુ તેમનું સ્થાન નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન