You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લદ્દાખમાં ભારતીય સેનાની બસને અકસ્માત, સાત જવાનોનાં મૃત્યુ
એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના કમ સે કમ સાત જવાનો મૃત્યુ પામ્યાં છે એમ સમાચાર સંસ્થા પીટીઆઈનો અહેવાલ જણાવે છે.
સેનાના પ્રવક્તાએ કહ્યું કે, ગાડી 26 જવાનો સાથે લદ્દાખના પરતારપુર ટ્રાન્ઝિટ કૅમ્પથી સેક્ટર હનીફ જઈ રહી હતી અને રસ્તામાં ગાડી શ્યોક નદીમાં ખાબકી છે.
શ્યોક નદીની ઊંડાઈ 50-60 કિલોમિટર જેટલી છે.
આ ઘટનામાં સાત જવાનો મૃત્યુ પામ્યાં છે અને 19 જવાનો ગંભીર રીતે ઘાયલ છે.
ઉલ્લેખનીય છે કે શ્યોક નદી લદ્દાખના તુરતુક ક્ષેત્રમાં આવેલી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઘાયલ 19 સૈનિકોને ઍરલિફ્ટ ચંડીમંદિર કમાન્ડ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
એએનઆઈ અનુસાર 26 જવાનો બસ દ્વારા જઈ રહ્યા હતા ત્યારે બસ મુખ્ય રસ્તાથી લપસીને નદીમાં ખાબકી હતી. આ ઘટના સવારે થોઇસથી 25 કિલોમિટર દૂર સવારે નવ વાગે બની હતી.
આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તથા કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે.
તમામે સૈનિકોને શ્રદ્ધાંજલિ, ઘાયલોને જલદી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ અને પીડિત પરિવારજનો પરત્વે દિલસોજી વ્યક્ત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો