You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત vs વેસ્ટ ઇન્ડીઝ : રોહિત શર્માએ યુજવેન્દ્ર ચહલ પર ગુસ્સે થઈને શું કહ્યું?
હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ચાલી રહી છે.
બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સિરીઝની બીજી વન-ડે મૅચ યોજાઈ હતી.
મૅચની બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝ રન ચેઝ કરી રહ્યું હતું. ત્યારે 45મી ઓવરમાં એવી એક ઘટના બની હતી કે જે દરમિયાન કૅપ્ટન રોહિત શર્મા યુજવેન્દ્ર ચહલ પર ગુસ્સે થઈ ગયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થયો હતો.
'ભાગ ક્યું નહીં રહા ઠીક સે...'
બીજી ટેસ્ટ મૅચમાં પ્રથમ બૅટિંગ કરીને ભારતે 237 રન પર 9 વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ રન ચેઝ કરવા મેદાને ઊતરી હતી.
વેસ્ટ ઇન્ડીઝના ઓપનિંગ ખેલાડીઓ શાઈ હોપ 27 રન બનાવીને અને બ્રૅન્ડન કિંગ 18 રન બનાવીને પૅવેલિયન પાછા ગયા હતા.
વેસ્ટ ઇન્ડીઝની અડધી ઇનિંગ્સ પૂરી થઈ ત્યાર સુધીમાં મૅચ ભારત તરફ આવી ગઈ હતી. એવામાં 45મી ઓવરમાં રોહિત શર્મા યુજવેન્દ્ર ચહલ પર ગુસ્સે થયા હતા.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં રોહિત શર્મા યુજવેન્દ્ર ચહલને કહેતા નજરે પડે છે કે, "એક કામ કર, પીછે જા... ક્યા હુઆ તેરે કો, ભાગ ક્યું નહીં રહા ઠીક સે..."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયો સાથેની કૅપ્શનમાં એક યૂઝર શાંતનુ ઘોષે લખ્યું છે કે, "હું મારા મિત્રોને, જ્યારે ગલી ક્રિકેટ રમતી વખતે તેઓ બે ઓવરમાં જ ફિલ્ડીંગ કરીને થાકી જાય..."
ભારતનો આસાન વિજય
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મૅચમાં ભારતનો 44 રનથી આસાન વિજય થયો હતો.
જોકે, કૅપ્ટન રોહિત શર્મા બૅટર તરીકે સારું પર્ફોમન્સ આપી શક્યા ન હતા પરંતુ એક કૅપ્ટન તરીકે તેમણે ઉત્કૃષ્ટ પર્ફોમન્સ આપ્યું હતું.
કૅપ્ટન રોહિત શર્માએ આઠ બૉલમાં માત્ર પાંચ રન ફટકાર્યા હતા. જ્યારે ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કે. એલ. રાહુલે 49 રન માર્યા હતા.
કે. એલ. અને સૂર્યકુમારની પાર્ટનરશિપના કારણે ભારતને સ્કોર 237 સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.
જ્યારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી સૌથી વધારે 44 રન શારમાર્હ બ્રૂક્સે માર્યા હતા. જોકે, મોટાભાગના ખેલાડીઓ ખૂબ ઓછા રને આઉટ થઈ ગયા હતા.
બીજી વન-ડેમાં ભારતનાં ફાસ્ટ બૉલર પી ક્રિષ્નાએ 12 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. જેના કારણે તેમને પ્લેયર ઑફ ધ મૅચ જારી કરવામાં આવ્યા હતા.
આ સિરીઝની બન્ને મૅચ જીતીને ભારતે સમગ્ર સિરીઝ પોતાને નામ કરી લીધી છે.
જાણો મૅચ બાદ શું કહ્યું કૅપ્ટન રોહિત શર્માએ?
એનડીટીવી સ્પોર્ટ્સના અહેવાલ પ્રમાણે, મૅચ બાદના પ્રેઝન્ટેશનમાં રોહિત શર્માએ સિરીઝ જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "આજે અમે કેટલીક તકલીફોનો પણ સામનો કર્યો. કેએલ અને સૂર્યા વચ્ચેની પાર્ટનરશિપની અમને જરૂર હતી. તેમના કારણે અમે એક યોગ્ય ટાર્ગેટ સુધી પહોંચી શક્યા, જે જરૂરી હતું. બૉલ સાથે પણ અમારું પર્ફોમન્સ સારું રહ્યું."
"આખી ટીમ એકજૂટ થઈને રમી અને ખૂબ જ સારું પર્ફોમન્સ આપ્યું. પીચ સરળ ન હતી. કેએલ તેમજ સૂર્યાની પાર્ટનરશિપ તૂટ્યા બાદ દિપક હૂડાએ અંતમાં સારો ટેકો આપ્યો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો