U19 World Cup: પાંચમી વખત ભારત બન્યું ચૅમ્પિયન, જીતના એ પાંચ હીરો જેમણે ઇંગ્લૅન્ડને હરાવ્યું

પહેલાં રાજ બાવા અને રવિ કુમારની શાનદાર બોલિંગ અને પછી વાઇસ કૅપ્ટન શેખ રશીદ ઑલ રાઉન્ડર રાજ બાવા અને નિશાંત સિંધુની જબરદસ્ત બૅટિંગને કારણે ભારતે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડને ચાર વિકેટથી હરાવીને પાંચમી વખત ટ્રૉફી જીતી લીધી છે.

ઇંગ્લૅન્ડે પ્રથમ વખત બૅટિંગ કરતા 189 રન બનાવ્યા. તેના જવાબમાં ભારતીય વાઇસ કૅપ્ટન રશીદ અને નિશાંત સિંધુની બૅટિંગના આધારે ભારતે ઇંગ્લૅન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું.

તેની સાથે જ ઇંગ્લૅન્ડનું 24 વર્ષ પછી અંડર-19 વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું ન કરી શક્યું અને યશ ધુલ પાંચમા એવા ભારતીય કૅપ્ટન બની ગયા જેમણે અંડર19 વર્લ્ડકપની ટ્રોફી પર ભારતનું નામ અંકિત કર્યું હતું.

યશ ધુલ પહેલાં વિરાટ કોહલી, મોહમ્મદ કૈફ, ઉન્મુક્ત ચંદ અને પૃથ્વી શૉ પણ ભારત માટે અંડર-19 વર્લ્ડકપ જીત્યા છે.

સર વિવિયન રિટર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડની જેમ જ ભારતની ઇનિંગ્સની શરૂઆત પણ સારી નહોતી અને શૂન્ય રન પર પ્રથમ વિકેટ પડી ગઈ હતી.

શેખ રશીદ અને નિશાંત સિંધુ ભારત માટે ઉપયોગી સાબિત થયા

ત્યાર બાદ એક છોરથી વાઇસ કૅપ્ટન રશીદ જામી ગયા અને સેમિફાઇનલની જેમ તેમણે પણ 50 રન ફટકાર્યા. બીજી વિકેટ માટે હરનૂસ સિંહ સાથે તેમણે 49 રન કર્યા અને પછી અડધી સદી ફટકાર્યા બાદ ત્રણ વિકેટના રૂપમાં આઉટ થયા. બીજા ઓપનિંગ બૅટ્સમૅન હરનૂર સિંહે 21 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી.

વાઇસ કૅપ્ટન શેખ રશીદના આઉટ થયા બાદ બે જ રન બન્યા હતા કે કૅપ્ટન યશ ધુલ પણ આઉટ થઈ ગયા.

ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ સેમિફાઇનલમાં સદી બનાવનાર કૅપ્ટન ધુલે ફાઇનલમાં 17 બનાવ્યા. ધુલ ચોથા ખેલાડીના રૂપમાં આઉટ થયા ત્યાર સુધી ભારતની ટીમે 97 રન બનાવી લીધા હતા.

કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન બંને આઉટ થયા બાદ ફાઇનલ મૅચમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવનાર રાજ બાવા અને નિશાંત સિંધુએ પાંચમી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી. રાજ બાવા 35 રન બનાવ્યા.

રાજ બાવાના આઉટ થયા પછી નિશાંત સિંધુએ પોતાની અડધી સદી પૂરી કરી અને ભારતને જીત સુધી પહોંચાડ્યું.

રવિ અને બાવાનું દમદાર પ્રદર્શન

આની પહેલાં બૅટિંગ કરવા ઉતરેલી ઇંગ્લૅન્ડની ટીમને ભારતીય બૉલર્સ રાજ બાવા અને રવિ કુમારે મુશ્કેલીમાં નાખતા નવ વિકેટ લીધી અને ઇંગ્લૅન્ડનો મોટો સ્કોર થતો રોક્યો હતો.

જોકે ઇંગ્લૅન્ડના મધ્યમક્રમના બૅટ્સમૅન જેમ્સ રીવે 95 રન બનાવ્યા અને ઇંગ્લૅન્ડનો સ્કોર 189 સુધી પહોંચાડ્યો.

ટૉસ જીતીને પહેલાં રમવા ઉતરેલી ઇંગ્લૅન્ડની ટીમની શરૂઆત સારી નહોતી. રવિ કુમારે બીજી ઓવરમાં ઇંગ્લૅન્ડને બીજો ઝાટકો આપ્યો.

ઓપનર જેકબ બેથેલને તેમણે એલબીડબલ્યુ આઉટ કર્યા. બીજી તરફ ઇંગ્લૅન્ડના ઓપનર જ્યોર્જ થૉમસે મૅચની ત્રીજી ઓવરમાં 14 રન ફટકાર્યા.

રાજ બાવાનો રેકૉર્ડ

પોતાની બીજી જ ઓવરમાં બાવાએ સતત બે બૉલ પર વિકેટકીપર દિનેશ બાનાના હાથે કૅચ આઉટ કરાવ્યા.

13 મી ઓવરમાં 47 રન બનવા સુધી ઇંગ્લૅન્ડની અડધી ટીમ પેવેલિયન પાછી ફરી ગઈ હતી.

બાવાએ પોતાની છઠી ઓવરમાં ઇંગ્લૅન્ડને છઠો ઝાટકો આપ્યો. સાતમી વિકેટ પણ બાવાએ લીધી.

જોકે ત્યાર બાદ જેમ્સ સેલ્સ અને જેમ્સ રીવે આઠ વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ કરી અને ટીમના સ્કોરને 189 સુધી પહોંચાડ્યો.

ઇંગ્લૅન્ડની આખી ટીમ 44.5 ઓવરમાં આઉટ થઈ ગઈ. રાજ બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને પાંચ અને રવિ કુમારે નવ ઓવરમાં 34 રન આપીને ચાર વિકેટ લીધી ત્યારે કુશલ તાંબેએ એક વિકેટ લીધી.

ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં ભારતીય કૅપ્ટન યશ ધુલે પોતાના સાત બૉલરોને વાપર્યા હતા.

રાજ બાવાએ જ્યાં આ ટુર્નામેન્ટમાં બોલિંગ અને બૅટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું ત્યાં રવિ કુમારે સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ સેમિફાઇનલમાં પણ બે વિકેટ લીધી હતી જ્યારે ક્વૉર્ટર ફાઇનલની શરૂઆતમાં ત્રણ વિકેટ લઈને બાંગ્લાદેશની ટીમને જોરદાર ઝાટકો આપ્યો હતો જેનાથી તેઓ અંત સુધી ન ઉબરી શક્યા.

રાજ બાવાની બોલિંગને જોઈને ઇંગ્લૅન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વૉને ટ્વીટ કર્યું કે, "રાજ બાવા ભારતના આગલા ઑલરાઉન્ડર હોઈ શકે છે જેની ભારતને તલાશ છે."

કૌશલ તાંબેનો રોમાંચક કૅચ

ફાઇનલ મૅચમાં રમતા ભારતના કૌશલ તાંબે સામે એવી પળ આવી કે બધાના જીવ ઊંચા-નીચા થઈ ગયા.

ઇંગ્લૅન્ડના જેમ્સ રીવ 95 રન બનાવીને રમી રહ્યા હતા અને રવિ કુમારના બૉલ પર તેમણે છ રન કરીને સદી પૂરી કરવા માટે શૉટ માર્યો. બૉલ હવામાં હતો અને કૌશલ તાંબે આ રોમાંચક કૅચ લઈને તેમને સદી પૂરી કરતા અટકાવ્યા.

પરંતુ આ કૅચ લેતા પહેલાં બૉલ તેમના હાથમાં લગભગ છટકી જ ગયો હતો પરંતુ તેમણે આગળ કૂદીને એક હાથથી કૅચ લઈને રીવને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યાર બાદ ભારતે આગલા પાંચ રન સામે બે વિકેટ લઈ લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો