You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંડર19 વર્લ્ડકપ : જ્યારે ક્રિકેટ મૅચ વચ્ચે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો પણ ખેલાડીઓ બેફિકર રમતા રહ્યા, વીડિયો વાઇરલ
ક્રિકેટેકર ડૉટ કૉમના એક અહેવાલ અનુસાર 29 જાન્યુઆરીએ ત્રિનિદાદના ક્વિન્સ પાર્ક ઓવલ ખાતે વર્ષ 2022ની અંડર 19 વર્લ્ડકપની મૅચ આયર્લૅન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે જારી હતી.
આ મૅચ એટલા માટે ખાસ હતી કારણ કે આ મૅચ દરમિયાન ભૂકંપ અનુભવાયો હતો.
આ મૅચની તસવીરોમાં સ્ક્રીન હલતી હોય તેવું જોવા મળી રહ્યું હતું. પ્રથમ ઇનિંગની છઠ્ઠી ઓવરમાં આ ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. આ બનાવ બન્યો એ દરમિયાન એક કૉમેન્ટેટર અન્યને એવું કહેતા સાંભળી શકાય છે કે ભૂકંપ આવ્યો છે.
જુદા-જુદા અહેવાલો અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. જે શનિવારે ત્રિનિદાદ ઍન્ડ ટોબૅગો ખાતે સવારે આવ્યો હતો.
UWI સિસ્મિક રિસર્ચ સેન્ટરના એક અહેવાલ પ્રમાણે આ ભૂકંપ સવારે 9.40 વાગ્યે દસ કિલોમિટરની ઊંડાઈએ આવ્યો હતો.
એ સમયે ઑન ઍર કૉમેન્ટ્રી કરી રહેલા ઍન્ડ્રૂ લિયોનાર્ડ તે સમયની પરિસ્થિતિ વિશે જણાવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે વધુ ને વધુ તીવ્ર બનતો જઈ રહ્યો હતો.
કોઈને ખબર નહોતી કે તે ક્યારે ખતમ થશે : ઍન્ડ્રૂ લિયોનાર્ડ
ઍન્ડ્રૂ લિયોનાર્ડે કહ્યું કે, “આ કંપન 15થી 20 સેકન્ડ સુધી અનુભવાયું. જોકે મીડિયા સેન્ટર પડી જશે એવું તો ન જ લાગ્યું. તે બસ કાબૂમાં લઈ શકાય તેવું નહોતું.... તમે એ કંપનને રોકી શકો તેમ નહોતું. તે ક્યારે ખતમ થશે તે અંગે પણ કોઈને ખબર નહોતી. વચ્ચે તે ખાસ કરીને વધુને વધુ તીવ્ર બનતો ગયો. તે થોડુંક ગભરાવનારું પણ હતું.”
જોકે, અહીં નોંધનીય છે કે મેદાન પર રમી રહેલા ખેલાડીઓ તે અંગે વધુ ચિંતાતુર નહોતા. તેઓ ખૂબ જ શાંત દેખાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આયર્લૅન્ડના કપ્તાન ટીમ ટૅક્ટરે જણાવ્યું કે તેમને અસલિયતમાં કંઈ જ સંભળાયું નહોતું. જોકે, લિયોનાર્ડે જણાવ્યું કે આઇરિશ સપોર્ટ સ્ટાફ ખૂબ આશ્ચર્યચકિત હતો કે હજુ મૅચ ચાલુ હતી.
તેમણે કહ્યું કે, “સપોર્ટ સ્ટાફ/કોચ, જેઓ પેવેલિયનમાં નહોતા તેમને વિશ્વાસ જ ન થયો કે મૅચ હજુ ચાલી રહી હતી. આ ધ્રુજારીના કારણે તેઓ ચિંતા કરવા લાગ્યા હતા. તેઓ મેદાનની દૂરની બાજુએ બ્રાયન લારા પેવેલિયનમાં હતા. તેમને તરત જ ખબર પડી ગઈ કે આ ભૂકંપ છે. આઇરિશ સપોર્ટ સ્ટાફ ફિલ્ડ પર જવાની તૈયારીમાં જ હતો. તે 20 સેકન્ડ સુધી ચાલ્યો. પરંતુ ધ્રુજારી તીવ્ર હતી.”
નોંધનીય છે કે આ મૅચમાં ઝિમ્બાબ્વેએ આયર્લૅન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું.
ઇએસપીએનક્રિકઇન્ફો વેબસાઇટ મુજબ ત્રિનિદાદ અને ટૉબેગો વેસ્ટ ઇન્ડીઝના એ ચાર દેશોમાં સામેલ છે જે અંડર-19 વર્લ્ડ કપની મેજબાની કરી રહ્યા છે. વર્લ્ડ કપ માટે સુપર લીગ ફાઇનલ મૅચ એન્ટીગુઆમાં તારીખ પાંચ ફેબ્રુઆરીના રમાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો